News of Tuesday, 25th June 2024
મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી
પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની શકયતા

અમદાવાદ : હવામાન વિભાગે રાજ્યમાં ફરી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ ગત રોજ મોડી રાત્રે વરસાદી માહોલ છવાયો હતો. મોડી રાત્રે એકાએક વરસાદી માહોલ છવાતા લોકોએ કંઈક અંશે ગરમીથી રાહત મેળવી હતી.
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં વરસાદની આગાહી કરી હતી. આજે પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમજ આજે મધ્ય ગુજરાતમાં વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં ગાજવીજની આગાહી કરવામાં આવી છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
