<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

સરકાર-સંગઠનમાં ફેરફારોની અટકળો તેજ ૪-૫ જુલાઇએ ભાજપની કારોબારી

પીએમ મોદીના વડપણ હેઠળ સતત ત્રીજી વખત દેશમાં શાસન ધૂરા સંભાળવા બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર થશે : રથયાત્રા બાદ ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઇ શકે છેઃ સરકાર અને સંગઠનનો ગંજીપો ચિપાશે ! હવે પક્ષ તમામ નારાજ અને નિરાશ કાર્યકરોને એક નવા જોમ અને જુસ્‍સાથી ફરીથી કામે લાગી જવા માટે સમજાવશે

અમદાવાદ,તા. ૨૭: લોકસભા ચૂંટણી ૨૦૨૪ બાદ હવે ગુજરાત ભાજપ અને સરકારમાં કેટલાક અપેક્ષિત ફેરફારોની અટકળો તેજ બની છે એની વચ્‍ચે આગામી ૪-૫ જુલાઇએ સાળંગપુર ધામ, અક્ષર પુરુષોત્તમ સ્‍વામિનારાયણ મંદિર પરિસરમાં પ્રદેશની વિસ્‍તૃત કારોબારી બેઠક યોજાનાર છે. ચૂંટણી પછી સંગઠના વિસ્‍તૃત કાર્યક્રમોને આગળ ધપાવવા તેમજ આગામી સમયમાં આવનારી ચૂંટણીઓને લઇ સરકાર અને સંગઠનને સક્રિય રાખવાના હેતુથી આ બેઠકમાં વિસ્‍તૃત ચર્ચા કરી નવા કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. જોકે, હવે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી તરીકે પદભાર સંભાળ્‍યો છે ત્‍યારે એમના સ્‍થાને પ્રમુખ તરીકે નવા ચહેરાની પસંદગીની સાથોસાથ ભૂપેન્‍દ્રભાઇ પટેલ સરકારમાં કેટલાક ફેરફારો પણ રથયાત્રા બાદ હાથ ધરાય એવી ચર્ચાએ જોર પકડ્‍યું છે.

બે દિવસીય વિસ્‍તૃત બેઠકમાં કેન્‍દ્રીય વાણિજય મંત્રી પીયૂષ ગોયેલ વિશેષ ઉપસ્‍થિત રહેશે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્‍યક્ષતામાં મળનારી બેઠકમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ પણ હાજર રહેશે. આ બેઠક ૪ જુલાઇએ બપોરે ૩ વાગે શરૂ થશે અને ૫ જુલાઇએ સાંજે ૫ વાગે પૂરી થશે.ભાજપના જાણકાર સૂત્રોના કહેવા પ્રમાણે, વિસ્‍તૃત કારોબારી બેઠક લોકસભા અને વિધાનસભા ચૂંટણી પૂર્વે તથા એના પછી યોજાતી હોય છે એના ભાગરૂપે જ યોજાનાર છે. આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, તમામ રાષ્ટ્રીય મોરચના હોદ્દેદારો, તમામ પ્રદેશ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, પ્રદેશ સેલના સંયોજકો, પ્રદેશ વિભાગના સંયોજકો, પ્રદેશ કારોબારી સભ્‍યો અને આમંત્રિત, વિશેષ આમંત્રિત સભ્‍યો, જિલ્લા, મહાનગરોના પ્રભારીઓ, જિલ્લા, મહાનગરોના પક્ષના પ્રમુખ-મહામંત્રીઓ, રાજયસભા અને લોકસભાના સભ્‍યો, ધારાસભ્‍યો, જિલ્લા પંચાયતના પ્રમુખ અને મહાનગરોના મેયરો, જિલ્લા, મહાનગરોના મંડલ પ્રમુખો એમ પંદર સ્‍તરના કાર્યકરો આ બેઠકમાં હાજરી આપશે.

લોકસભા ચૂંટણી બાદ દેશમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન મોદીના નેતૃત્ત્વમાં ત્રીજી વખત દેશની શાસન ધૂરા સંભાળવા બદલ વડાપ્રધાનને અભિનંદન આપતો પ્રસ્‍તાવ સર્વાનુમતે પસાર થશે. આ ઉપરાંત આગામી સમયમાં વૃક્ષારોપણ, હેલ્‍થ કેમ્‍પ સહિતના જનતા સાથે સંપર્કમાં રહેવા માટેના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાશે. વડાપ્રધાન મોદીએ લોકસભાના પરિણામો બાદ પોતાના સંબોધનમાં પ્રત્‍યેક જનપ્રતિનિધિ સહિતના કાર્યકરોને સતત જનતાના સંપર્કમાં રહેવા અને એમની સમસ્‍યાઓના ઉકેલ માટે સક્રિય રહેવા આહવાન કર્યું હતું તેના અંગે પિયુષ ગોયેલ માર્ગદર્શન આપશે.

સૂત્રોના કહેવા પ્રમાણે, ગુજરાતમાં ભાજપને અપેક્ષા મુજબ તમામ બેઠકો પર જીત મળી નથી તેના અંગેની સમીક્ષા બેઠક અગાઉ પૂરી થઇ ચૂકી હોવાથી તેની ચર્ચાને કોઇ અવકાશ રહેશે નહીં. હવે પક્ષ તમામ નારાજ અને નિરાશ કાર્યકરોને એક નવા જોમ અને જુસ્‍સાથી ફરીથી કામે લાગી જવા માટે સમજાવશે.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આગામી કાર્યક્રમોની ચર્ચા કરવા તથા સંગઠન-સરકારની દિશાદર્શન માટે વિસ્‍તૃત કારોબારી માટે અગાઉ ૩ જુલાઇના રોજ બેઠક યોજવા માટે તૈયારી કરાવામાં આવી હતી, પરંતુ હવે ૪-૫ જુલાઇ એમ બે દિવસની કારોબારી રાખવામાં આવી છે એમાં તમામ હાજર રહેનાર કાર્યકરોએ રાત્રિ રોકાણ સાળંગપુર સ્‍વામિનારાયણ મંદિર પરિસર ખાતે રહેશે.

અમદાવાદ સહિત રાજયભરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે. રથયાત્રા બાદ ભાજપમાં નવા ­દેશ ­મુખની જાહેરાત થઇ શકે છે ઍવી અટકળો હાલ તેજ બની છે. જાકે, રાષ્ટ્રીય સ્તરે આગામી બે માસમાં સંગઠન પર્વની જાહેરાત થવાની છે ત્યારે નવા ­મુખની વરણી પણ ઍ વખતે જ થઇ શકે ઍમ સમજાય છે. હાલ પાટીલે બેવડો ભાર સંભાળવાનો રહેશે. આ જ રીતે કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં સામેલ થનારા ચાર ચહેરા પેટા ચૂંટણીમાં જીત્યા છે. ખાસ કરીને પોરબંદરથી અર્જુન મોઢવાડિયા અને વિજાપુરથી સી.જે. ચાવડા જેવા ચહેરાને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ­તિનિધિત્ત્વ મળે ઍવી શક્યતાઓ જાવાઇ રહી છે.

(9:37 AM IST)