News of Thursday, 27th June 2024
અમદાવાદની ૧૩ શાળાઓને સીલ મારી દેવાયા
ફાયર સેફટીનો અભાવ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેકીંગ

અમદાવાદઃ એએમસી દ્વારા ફરીવાર ૧૩ સ્કૂલો સીલ કરવામાં આવી છે. ફાયર સેફટીના અભાવે વષાાપુરની સ્કૂલો લીટલ જીનીયસ પ્રિ-સ્કૂલ, બોપલની લીટલ એન્જલ પ્રિ સ્કૂલ જેવી ૧૩ સ્કૂલોમાં એએમસી દ્વારા સીલ કરવામાં આવી છે. તેથી સ્કૂલોના સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
રાજકોટમાં ગેમઝોનમાં અંગ્નિકાંડ થયો ત્યારે સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીને ખૂબ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે જેના ભાગ રૂપે એએમસી દ્વારા અમદાવાદ સ્કૂલોમાં ફાયર સેફટીને લઈને ચેકિગ કરવામાં આવ્યુ હતુ. અને જે સ્કૂલોમાં ફાયર સેફટીના હોય તે સ્કૂલને સીલ કરવી દેવામાં આવી હતી. આજે સવારે વસ્ત્રાપુરની લીટલ જીનીયસ પ્રિ-સ્કૂલ, બોપલ લીટર એન્જલ પ્રિ. સ્કૂલ, શાંતિ જુનિયર્સ સ્કૂલ, મેમ્સ વન્ડર પ્રિ-સ્કૂલ જેવી ૧૩ જેટલી સ્કૂલોને સીલ મારી દેવામાં આવ્યુ હતી. અત્યાર સુધીમાં ફાયર વિભાગના ૧૯૦૦ સ્કૂલોને એએમસી દ્વારા ચેકિગ કરવામાં આવી હતી. જે સ્કૂલોમાં ફાયર વિભાગ દ્વારા અભાવ જોવા મળી રહે તે માટે તે સ્કૂલોને એએમસી દ્વારા સીલ કરી દેવામાં આવતી હતી.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
