દ.ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટીઃ ૯ ઇંચ સુધી વરસાદ : સુરત-વલસાડ-નવસારીમાં મેઘરાજા મનમુકીને વરસતા ઠેરઠેર પાણી ભરાયું: ગણદેવીનું ભાટ ગામ ૯ ઇંચથી બેટમાં ફેરવાયું : પારડી અને ખેરગામ ૮ ઇંચ : વાપી અને નાનાપોંઢામાં ૭.૫ ઇંચ : વલસાડ ૭ - ધરમપુર ૬.૫ ઇંચ , જલાલપોર અને ચીખલી ૬ ઇંચ , નવસારી અને ગણદેવીમાં ૫ ઇંચ ખાબકયો :૨૬ જુલાઇ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી3:04 PM IST
બેંકોએ ‘‘મોટા મગરમચ્છો''નાં ૭.૭૫ લાખ કરોડનાં દેવા માંડી વાળ્યા : સરકારની નીતિ એકને ખોળ ન બીજાને ગોળની નીતિઃ ખેડૂત કે સામાન્ય માણસ લોન ન ભરે તો બેંકો ધોકા પછાડે છે : ૨૦૧૪ થી ૨૦૨૫-૨૬ દરમ્યાન મોટા ઉદ્યોગપતિઓને રાહતઃ ૭.૭૫ લાખ કરોડ રાઇટ - ઓફ કર્યાઃ વસૂલાત થઇ માત્ર રૂા. ૩.૧૦ લાખ કરોડનીઃ ૧૨૪૯ એવા લોન ખાતા હતાં જેમના બેંકો પાસે લેણા ૧૦૦ કરોડથી વધુ10:40 AM IST
નીટ પેપર લીક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મોટું નિવેદન : પેપર લીકને 'ઘોર પાપ' ગણાવી દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી : યુવાનોનું ભવિષ્ય અને સુરક્ષા સરકારની પ્રાથમિકતા : પાર્લામેન્ટ તરફ કૂચ કરી રહેલા વિરોધ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ થતાં અફરાતફરી : ૧૭૦થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા : એક યુવતી ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ12:08 AM IST
વિદ્યાર્થીઓની માંગ વાજબી, તેમની વાત સાંભળવામાં શું વાંધો છે? : કૉંગ્રેસ સાંસદ શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રાના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો : શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી : લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવો મૂળભૂત અધિકાર : અદાણી - અંબાણીના ૧૬ લાખ કરોડના દેવાં માફ કરાયા પણ દેશના શિક્ષણ પાછળ માત્ર ૧.૪ લાખ કરોડ ખર્ચાયા : શિક્ષણ વ્યવસ્થાના સુધારા માટે સંસદમાં ખરડો લાવવા અપીલ12:11 AM IST
કૉંગ્રેસ દેશના વિદ્યાર્થીઓને રાજકીય હથિયાર બનાવી રહી છે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી પર ગંભીર આરોપો લગાવ્યા : વડાપ્રધાન આવાસ બહાર વિરોધ પ્રદર્શન કરીને સામાન્ય જનતાને અસુવિધા પહોંચાડી અને સુરક્ષા પ્રોટોકોલ પણ તોડ્યો : નીટ સહિતના તમામ મુદ્દાઓ પર સરકાર સંસદમાં ચર્ચા કરવા પૂરી રીતે તૈયાર છે12:12 AM IST
કાનપુરમાં રાજકીય ગરમાવો :ભાજપના મેયરના પુત્રએ દાન ચોરીથી લઈને શિક્ષણ પ્રણાલી સુધીના મામલે ફેસબુક પોસ્ટથી ખળભળાટ : કાનપુરના મેયર પ્રમિલા પાંડેના પુત્ર અનુરાગ પાંડેની એક ફેસબુક પોસ્ટથી શહેરમાં રાજકીય સનસનાટી મચી ગઈ:તેમણે રામ મંદિરમાં પ્રસાદની ચોરી અને વર્તમાન શિક્ષણ પ્રણાલી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે જોકે તેમણે તેમનો વ્યક્તિગત અભિપ્રાય ગણાવ્યો 12:49 AM IST
આંદોલનમાં રાજકારણનું વર્ચસ્વ: કેજરીવાલ સક્રિય થતાં રાહુલ અને પ્રિયંકાએ મોરચો સાંભળ્યો :વિરોધ પક્ષો વચ્ચે શ્રેય લેવાની હોડ જામી : રાજકીય પક્ષો વિદ્યાર્થી આંદોલન માટે શ્રેય માટે જોરદાર રમત:કેજરીવાલ અને રાહુલ ગાંધીએ યુવાનોને કાનૂની સહાય પૂરી પાડી:આંદોલનના નેતૃત્વને લઈને વિપક્ષી પક્ષો વચ્ચે ખેંચતાણ 12:31 AM IST
જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે પુરની સ્થિતિ:100થી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો : યાત્રાઓ રોકી દેવાઈ : શ્રી અમરનાથ યાત્રા, માતા વૈષ્ણો દેવી યાત્રા અને શિવખોડી યાત્રા સતત ત્રીજા દિવસે સ્થગિત: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઠપ્પ:જમ્મુ-પઠાણકોટ હાઈવે પર પણ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર કલાકો સુધી ખોરવાયો :તાવી, ચેનાબ સહિતના મુખ્ય નદી-નાળા બે કાંઠે 12:24 AM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરતા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોની દિલ્હી પોલીસ દ્વારા બળજબરીપૂર્વક અટકાયત : સીજેપી આંદોલન પર પોલીસ કાર્યવાહી અને શિક્ષણ વ્યવસ્થા ખાડામાં ગયાનો આરોપ લગાવી દિલ્હીના માર્ગો પર ભારે બવાલ : જુઓ વિડીયો : પીએમઓ રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે સંસદમાં ચર્ચાની ખાતરી આપી હોવા છતાં કોંગ્રેસ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા તેમજ વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની માફીની માંગ પર અડગ રહી : અખિલેશ યાદવ, શરદ પવાર અને અરવિંદ કેજરીવાલ જેવા વિપક્ષી નેતાઓનો આંદોલનને મજબૂત ટેકો7:07 PM IST
ઇંગ્લેન્ડના ડેનહેમમાં અનુપમ મિશન દ્વારા પ્રતિષ્ઠિત ‘શાલીન માનવ રત્ન એવોર્ડ’થી પાંચ અગ્રણી સમાજસેવી મહાનુભાવોનું સન્માન : ૐ ક્રેમેટોરિયમ સુવેનિયરના વિમોચન સાથે માનવતાનો ઉત્સવ ઉજવાયો : શ્રી યોગી આજ્ઞા મંત્રદીક્ષા હીરક પર્વ અંતર્ગત યોજાયેલા ભવ્ય સમારંભમાં વિનોદભાઈ એમ. કોટેચા, રૂપિન વાડેરા, શામજીભાઈ પટેલ, ડૉ. અભિજાત ચંદ્રકાંત શેઠ અને યોગેશભાઈ મહેતાને એવોર્ડ એનાયત કરાયા11:39 PM IST
વિશ્વ અર્થતંત્ર માટે મોટી મુશ્કેલીના એંધાણ : હોર્મુઝ સ્ટ્રેટ બાદ હવે બાબ-અલ-મંડબ સ્ટ્રેટમાં નાકાબંધી થશે ? ક્રૂડના ભાવ ભડકે બળશે : યમનના હુતી વિદ્રોહીઓએ સાઉદી અરબ સામે સૌન્ય નાકાબંધીની જાહેરાત કરી:વ્યૂહાત્મક રીતે બાલ-અલ-મંડેબ સ્ટ્રેટમાંથી પસાર થતા ઓઈલ-ગેસના જહાજોના પરિવહનને લઈ મોટો અવરોધ સર્જાઈ શકે11:57 PM IST
અમેરિકાના ન્યૂ જર્સીમાં શ્રી વેંકટેશ્વર મંદિર ખાતે હેલ્થ કેમ્પ ઓફ ન્યૂ જર્સી દ્વારા સફળ કમ્યુનિટી હેલ્થ ફેર યોજાયો : ૨૦૦થી વધુ નાગરિકોએ મફત આરોગ્ય તપાસ અને તબીબી સલાહનો લાભ લીધો : "આરોગ્ય સંસ્થાઓ, સમુદાયિક સંગઠનો, સ્વયંસેવકો અને ધાર્મિક સંસ્થાઓ સાથે મળીને કામ કરે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકાય છે" - હેલ્થ કેમ્પ ઓફ ન્યૂ જર્સીના પ્રમુખ ડૉ. તુષાર પટેલ : કેન્સર નિવારણ, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ડેન્ટલ, આંખની તપાસ સહિતની મફત સેવાઓ પૂરી પાડવામાં આવી : આવનારો આગામી હેલ્થ કેમ્પ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પ્રિન્સટનના દુર્ગા મંદિર ખાતે યોજાશે11:34 PM IST
યુકેના ડેનહેમમાં ૐ ક્રેમેટોરિયમના લોકાર્પણ નિમિત્તે "ભજન કરતા કરતા ક્રિયા કરીએ" શીર્ષક હેઠળ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો : ૨૬૦થી વધુ ભક્ત કલાકારોએ ભક્તિ અને સેવાનો અવિસ્મરણીય સંદેશ આપ્યો : ભારત, અમેરિકા, કેનેડા અને ઈંગ્લેન્ડના કલાકારોએ સંગીત, નૃત્ય, અભિનય અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી પ્રસ્તુતિ રજૂ કરી : સંતભગવંતજી અને સદગુરુ સંતોએ કલાકારો અને સેવકો પર આશીર્વાદ વરસાવ્યા11:36 PM IST
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી ગુસ્સે ભરાયેલા અરિજિત સિંહે કહ્યું, "શું તમને લાગે છે કે તમે ભગવાન છો?" : દિલ્હીમાં NEET પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસના બળપ્રયોગ સામે આક્રોશ: નેતાઓ અને અર્ધલશ્કરી દળોને આડે હાથ લેતા કહી દીધું - "પરિવર્તન જ એકમાત્ર સત્ય છે, બધું યાદ રખાશે"11:03 PM IST
અમેરિકાના ન્યૂ જર્સીમાં GOPIO સેન્ટ્રલ જર્સી દ્વારા પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. કિન્તુર સંઘવીના વક્તવ્ય સાથે હૃદય સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો : ૧૦૦થી વધુ સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા : "પ્રિવેન્શન ટુ ઇન્ટરવેન્શન: અ મોર્ડન એપ્રોચ ટુ કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ" વિષય પર રોયલ આલ્બર્ટ્સ પેલેસ ખાતે યોજાયેલા સેમિનારમાં હૃદય રોગના નિવારણ, આધુનિક સારવાર અને સક્રિય જીવનશૈલી અંગે અપાયું માર્ગદર્શન11:24 PM IST
સંસદના ચોમાસુ સત્રમાં આવી શકે છે નવું ટ્રિબ્યુનલ રિફોર્મ બિલ: સુપ્રીમ કોર્ટની કડક ફિટકાર બાદ કેન્દ્રનો મોટો નિર્ણય : ટ્રિબ્યુનલોને નિષ્ક્રિય ન થવા દેવા દેશની આકરી ચીમકી: રાષ્ટ્રીય ટ્રિબ્યુનલ કમિશનની સ્થાપના અને સભ્યોની નિમણૂકોમાં પારદર્શિતા લાવવા ઇસ્લામાબાદ-દિલ્હી વચ્ચે કાયદાકીય કવાયત ઝડપી11:02 PM IST
અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટનું મોટું મંથન: ઇતિહાસમાં પ્રથમ વખત નિમાશે CEO : દાનમાં ગેરરીતિ અને ત્રણ ખાલી પદો પર આરપારની બેઠક! : ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા બાદ નવા મહાસચિવની પસંદગી : ત્રણ ખાલી પડેલી ટ્રસ્ટીની જગ્યાઓ ભરવા તેમજ દાન ઉચાપત કેસમાં SIT રિપોર્ટની સમીક્ષા સાથે રામ મંદિરની સુરક્ષા-પારદર્શકતા માટે અયોધ્યામાં લેવાશે નિર્ણય 11:00 PM IST
હિમાચલના કાંગડામાં કુદરતનો પ્રકોપ: વાદળ ફાટતા જમીન ધસી પડી : ૧૫ મકાનો અને શાળા કાટમાળમાં દટાયા : SDRF ની ટીમોનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ : શાહપુરના બોહ ખીણ વિસ્તારમાં ટેકરીઓ ધસી પડતા ભારે વિનાશ, પશુધન અને સંપત્તિને મોટું નુકસાન પરંતુ સદનસીબે જાનહાનિ ટળી : વહીવટીતંત્રે હાઇ એલર્ટ જાહેર કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરી10:59 PM IST
વૈશ્વિક તણાવ વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક: મધ્ય પૂર્વમાં સંકટ વધતાં જ રશિયા તરફ વાળ્યા જહાજો : તેલની આયાત ૪૧ ટકાના ઓલ-ટાઇમ હાઇ પર! : હોર્મુઝમાં હુમલા અને સપ્લાય ચેઇનના ખોરવાઈ જવા વચ્ચે ભારતે તેની ઉર્જા વ્યૂહરચના બદલી : મધ્ય પૂર્વ નિર્ભરતા ઘટાડી જૂના મિત્ર રશિયા પાસેથી રેકોર્ડ ૨.૬૪ મિલિયન બેરલ પ્રતિ દિવસ ક્રૂડ આયાત કર્યું10:58 PM IST
આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોમાં નવું પ્રકરણ : વૈશ્વિક મંચ પર ભારત અને નોર્થ મેસેડોનિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા : સ્કોપિયે ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સન્માનમાં વડાપ્રધાન હ્રિસ્ટિજન મિકોસ્કી દ્વારા ભવ્ય સત્તાવાર મધ્યાહન ભોજન સમારંભનું આયોજન; બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય હિતો પર સઘન ચર્ચા10:58 PM IST
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય: શ્રી શ્રી રવિશંકરના ‘આર્ટ ઓફ લિવિંગ’ આશ્રમ સામે સરકારી જમીન પચાવી પાડવાના ગંભીર આરોપોની તપાસ માટે હાઈ-લેવલ ‘SIT’ ની કરાઈ રચના : બેંગલુરુ નજીક કનકપુરા રોડ પર આવેલા આશ્રમ દ્વારા કરોડો રૂપિયાની વન વિભાગ અને મહેસૂલ ભૂમિ પર ગેરકાયદેસર કબ્જો જમાવાયો હોવાની વ્યાપક ફરિયાદો બાદ તંત્ર એક્શન મોડમાં: નિર્ધારિત સમયમર્યાદામાં સંપૂર્ણ અહેવાલ સોંપવા મુખ્યમંત્રીનો કડક આદેશ10:59 PM IST
ભારતીય રિઝર્વ બેંકની માસ્ટર સ્ટ્રોક યોજનાથી દેશના અર્થતંત્રને મોટી મજબૂતી: સ્પેશિયલ સ્વેપ સ્કીમ અંતર્ગત વિદેશી મુદ્રા (ફોરેક્સ) પ્રવાહનો આંકડો વીસ અબજ ડોલરની પાર પહોંચ્યો : કેન્દ્રીય બેંકની આર્થિક નીતિઓ અને પ્રોત્સાહક પગલાંઓને કારણે વૈશ્વિક રોકાણકારો અને બેંકોનો વિશ્વાસ વધ્યો; દેશના વિદેશી હૂંડિયામણના ભંડારમાં જબરદસ્ત વધારો થતાં નાણાકીય બજારમાં સ્થિરતા અને ઉત્સાહનો માહોલ છવાયો10:58 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસસ્થાને રાહુલ ગાંધીના ધરણાથી દિલ્હીમાં રાજકીય ગરમાવો : નીટ પરીક્ષા ધાંધલી અને વિદ્યાર્થીઓ પર પોલીસ એક્શન મુદ્દે વિપક્ષ આક્રમક : કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે વચનથી ફરી જવાનો વિપક્ષ પર આરોપ લગાવ્યો : કેન્દ્ર સરકારે સંસદમાં નીટ મુદ્દે ચર્ચાની માંગ સ્વીકારી હોવા છતાં રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રીના રાજીનામાંની નવી શરત મૂકી : મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના નેતાઓ ધરણામાં જોડાયા : સોનમ વાંગચુકની ભૂખ હડતાળ યથાવત7:01 PM IST
મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધના એંધાણ: હોર્મુઝની ખાડીમાં વર્ચસ્વની લડાઈ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે સતત દસમા દિવસે પણ મિસાઈલોનો વરસાદ યથાવત : આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર અને ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઇનને અસ્થિર કરતો ગંભીર સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો; અમેરિકી સેના દ્વારા ઈરાનના વ્યૂહાત્મક સૈન્ય ઠેકાણાઓ પર નવા રાઉન્ડના આક્રમક હવાઈ હુમલાઓ શરૂ કરાતા ક્ષેત્રમાં ભયનો માહોલ10:57 PM IST
મહત્વના વરસાદના સમાચારો ઝડપથી વાંચી જાવ10:29 PM IST
મહત્વના સમાચારો ઝડપભેર વાંચી જાવ ફટાફટ...10:28 PM IST
૬.૬ કરોડ વર્ષો પહેલા ડાયનોસોરનો સર્વનાશ કરનાર રહસ્યમય આકાશી પિંડની ઓળખ થઈ: વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો, સૌરમંડળના સૌથી દુર્લભ ઉલ્કાપિંડે મચાવી હતી તબાહી! : આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે નિકલ આઈસોટોપ્સનું પૃથક્કરણ કરીને ખોલ્યું રહસ્ય: સલ્ફર નહીં પણ વાતાવરણમાં છવાયેલી ઝીણી ધૂળ અને કાટમાળ બન્યા હતા સામૂહિક વિનાશનું મુખ્ય કારણ9:07 PM IST
પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ હાલ પૂરતી મુલતવી: હરિયાણા સરકાર સાથે ૨ માંગણીઓ પર સહમતિ સાધવામાં આવી, શંભુ અને ખનૌરી સરહદ ફરી ખુલી! : યુએસ-ઇન્ડિયા ટ્રેડ ડીલના વિરોધ વચ્ચે કૃષિ મંત્રી શ્યામ સિંહ રાણા સાથેની વાટાઘાટો સફળ: ૨૭ જુલાઈ સુધી શંભુ બોર્ડર પર કલમ ૧૬૩ લાગુ, કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણ સાથે ટૂંક સમયમાં બેઠક યોજાશે9:05 PM IST
E20 પેટ્રોલથી માઈલેજ ઘટી શકે છે પરંતુ એન્જિન રહેશે સેફ: સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી - ઝીરો કે E10 પેટ્રોલ પર પાછા ફરવાનો કોઈ વિચાર નથી! : ૩ થી ૫ ટકા માઈલેજ ઘટે તેવી શક્યતા વચ્ચે ૨૩ કરોડથી વધુ વાહનો સુરક્ષિત રીતે ચાલી રહ્યાનો દાવો: ઓટો ઈન્ડસ્ટ્રીના સર્વિસ ડેટા ટાંકીને મંત્રી સુરેશ ગોપીએ અફવાઓ ફગાવી8:52 PM IST
બિહાર વિધાન પરિષદમાં ડ્રગ્સના મુદ્દે ભારે હંગામો: યુવાનોને બરબાદ કરતા નશાના કારોબાર સામે પક્ષ-વિપક્ષ એક થયા, કડક કાયદાની માંગ! : મંદિરો-મઠો અંગેના નિવેદન પર ગૃહમાં મંત્રી અને આરજેડી નેતા સામસામે: રાજ્યમાં દારૂબંધી બાદ વધેલા 'ડ્રાય ડ્રગ્સ' અને મેડિકલ સ્ટોર્સના ખુલ્લા વેચાણ પર ત્રાટકવાની તૈયારી8:29 PM IST
કંવર યાત્રા ૨૦૨૬ માટે શામલી પ્રશાસન એક્શન મોડમાં: યાત્રાના રૂટ પર ૧૪ દિવસ સુધી માંસ-ઇંડાની દુકાનો સંપૂર્ણ બંધ, ડીજે અને દારૂના વેચાણ પર પણ કડક પાબંધી! : શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ધાર્મિક આસ્થા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસનો માસ્ટરપ્લાન: નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાનૂની કાર્યવાહીની ચીમકી8:23 PM IST
ભારતીય બેંકો માટે જેકપોટ: FCNR(B) થાપણો દ્વારા દેશમાં આવશે $૭૦ બિલિયનનું માતબર ભંડોળ, બેંકિંગ ક્ષેત્રમાં લિક્વિડિટીની સર્જાશે બમ્પર બૂમ! : જેફરીઝ, UBS અને મેક્વેરી જેવા વૈશ્વિક બ્રોકરેજીસનો મોટો દાવો: UAE, સિંગાપોર અને હોંગકોંગથી નવો નાણાકીય પ્રવાહ શરૂ થતાં NBFCs અને ખાનગી બેંકોને મળશે મોટી રાહત7:45 PM IST
એમેઝોનના ડેટા સેન્ટર પર ક્રુઝ મિસાઇલ હુમલો: ઈરાનના સનસનાટીભર્યા દાવાથી વૈશ્વિક ટેક જગતમાં ભારે ખળભળાટ : મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના વાદળો વચ્ચે આઈઆરજીસીનો દાવો: બહેરીનમાં સ્થિત એમેઝોન વેબ સર્વિસિસના મુખ્ય ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુએસ એર ડિફેન્સ સિસ્ટમ્સને લક્ષ્ય બનાવીને ક્રુઝ મિસાઇલો છોડવામાં આવી7:35 PM IST
જંતર-મંતર વિરોધ પ્રદર્શન પહેલા જ યુએસ એમ્બેસીને કેવી રીતે મળી ગઈ હતી આગોતરી જાણકારી? ૧૭ જુલાઈની સનસનાટીભરી એડવાઇઝરી પર ઊભા થયા મોટા સવાલો! : દિલ્હીમાં વિરોધ પ્રદર્શનના દિવસો પહેલા જ અમેરિકી દૂતાવાસની 'સુરક્ષા ચેતવણી'થી ખળભળાટ: ષડયંત્રની આશંકા કે માત્ર રાજદ્વારી તકેદારી? વિશ્લેષકોમાં મોટો ગણગણાટ7:27 PM IST
હવામાન નિષ્ણાત આથ્રેયા શેટ્ટીની મોટી આગાહી : ૨૨ થી ૨૪ જુલાઈ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘરાજા મુશળધાર બેટિંગ કરશે : દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે ફ્લેશ ફ્લડ અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની ભારે શક્યતા : પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સર્જાનારું લો પ્રેશર એરિયા ગુજરાત તરફ આગળ વધવાની સાથે જ મોન્સૂન સર્જ સક્રિય થતાં સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, તાપી, ડાંગ અને દમણમાં ૧૬ થી ૨૪ ઇંચ વરસાદ ખાબકી શકે છે : અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર5:45 PM IST
સોનાના ભાવ ઘટીને અડધા થઈ જશે એવી નિષ્ણોતાની આગાહી : સોનું ખરીદતાં પહેલાં વિચારોઃ ટેક-ઈન્ડિકેટર્સે આંતરરાષ્ટ્રીય બજારમાં આ વર્ષના અંત સુધીમાં સોનું $૨,૭૮૦ના સ્તર સુધી એટલે કે જાન્યુઆરીના હાઈથી લગભગ ૫૦% નીચે જવાની આશંકા વ્યક્ત કરી છે : સોનામાં ૫૦ ટકા સુધીના ઘટાડા પાછળ નિષ્ણાતો ૧૯૮૦ અને વર્ષ ૨૦૧૨-૧૩નો હવાલો આપી રહ્યા છે3:19 PM IST
આસામ NRC વિવાદમાં સુપ્રિમ કોર્ટની મોટી કાર્યવાહી: બહાર રખાયેલા ૧૯ લાખ લોકો માટે અપીલ પ્રક્રિયા શરૂ કરવા મામલે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ! : સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં માંગ: અંતિમ NRC માં સામેલ નાગરિકોને તાત્કાલિક રાષ્ટ્રીય ઓળખ કાર્ડ આપવા અને બાકાત રખાયેલા લોકોને કાનૂની અપીલની તક આપવા રજૂઆત5:41 PM IST
૨૦૧૬ સૂરજગઢ આગચંપી કેસ: સુપ્રિમ કોર્ટના ત્રીજા જસ્ટિસે સુનાવણીથી પોતાને કર્યા અલગ; એડવોકેટ સુરેન્દ્ર ગાડલિંગની જામીન અરજી પર સુનાવણી ફરી અટકી! : જસ્ટિસ શ્રી ચંદ્રશેખરે 'અંગત મુશ્કેલી' દર્શાવી કેસમાંથી હટવાનો લીધો નિર્ણય: સાત વર્ષથી જેલમાં બંધ ગાડલિંગની હાઈકોર્ટના આદેશ સામેની અપીલ હવે નવી બેન્ચ સમક્ષ જશે5:31 PM IST
સ્કોચ વ્હિસ્કી ટેક્સ વિવાદમાં ફ્રેન્ચ દારૂ કંપની 'પર્નોડ'ની મોટી પીછેહઠ: ભારત સરકારની રૂ. ૨,૭૦૦ કરોડની માંગ સામે હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી! : કસ્ટમ ડ્યુટી ચોરીના ગંભીર આરોપો વચ્ચે હવે વૈધાનિક અપીલ પ્રક્રિયાનો માર્ગ અપનાવશે ફ્રેન્ચ કંપની: ચિવાસ રીગલ અને એબ્સોલ્યુટ વોડકાના ઉત્પાદકની વધી મુશ્કેલીઓ5:24 PM IST
ગ્લોબલ માર્કેટમાં ભારતીય કંપનીનો મોટો ધડાકો: વિપ્રો કન્ઝ્યુમર કેરે ફિલિપાઇન્સની જાણીતી પર્સનલ કેર કંપની 'S બ્રાન્ડ્સ'ને ખરીદી! : દક્ષિણપૂર્વ એશિયાઈ બજારમાં વિપ્રોનું ૧૬મું મોટું વૈશ્વિક સંપાદન: ફિલિપાઇન્સ બન્યું રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની વાર્ષિક આવક આપતું વિપ્રોનું ત્રીજું મોટું આંતરરાષ્ટ્રીય માર્કેટ5:26 PM IST
ઇન્ટરનેટ વિના પણ ધડાધડ થશે UPI પેમેન્ટ: નેટવર્ક ગાયબ હશે તો પણ ચાલશે તમારો ફોન; NPCI લાવી રહ્યું છે ટેપ-ટુ-પે આધારિત નવી ક્રાંતિકારી ટેકનોલોજી! : ફ્લાઇટ, અંડરગ્રાઉન્ડ મેટ્રો અને રિમોટ એરિયામાં પણ ગ્રાહકો કરી શકશે કેશલેસ ચુકવણી: સ્માર્ટફોનને ફક્ત PoS ટર્મિનલ પર ટેપ કરીને મિનિટોમાં પતશે ટ્રાન્ઝેક્શન4:51 PM IST
"AI ડેટા સેન્ટરથી પાણીનો બગાડ થવાની વાત પાયાવિહોણી! હવે આ સુવિધાઓ 'ગોલ્ફ કોર્સ' જેવી છે": પર્યાવરણીય ચિંતાઓ પર શાર્ક ટેન્કના કેવિન ઓ'લેરીનો સણસણતો જવાબ! : સેમ ઓલ્ટમેન બાદ હવે કેવિન ઓ'લેરી આવ્યા AI ના બચાવમાં; કહ્યું- આધુનિક ક્લોઝ્ડ-લૂપ કૂલિંગ ટેકનોલોજીએ ૧૫ વર્ષ જૂનું ચિત્ર બદલી નાખ્યું, ડેટા સેન્ટર્સે હવે પોતાની વીજળી જાતે ઉત્પન્ન કરવી પડશે!4:50 PM IST
અકિલા ન્યૂઝ : રાજસ્થાનના ટોંક જીલ્લાના એક વાઇન શોપમાં અચાનક દીપડો ઘૂસી ગયો હતો, દુકાનમાં રહેલ વેપારી પર દીપડાએ હુમલો કર્યો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. : જુઓ વિડિયો : મેક્રોન સરકારનો મોટો નિર્ણય: શાળાઓમાં સ્માર્ટફોન પર પણ પ્રતિબંધ મુકાશે, ટેક કંપનીઓએ ઉંમરની ચકાસણી માટે બનાવવી પડશે કડક સિસ્ટમ4:28 PM IST
શ્રદ્ધાળુઓ માટે રાહતના મોટા સમાચાર: ભારે વરસાદ અને ભૂસ્ખલનના વિરામ બાદ ઉત્તરાખંડમાં 'ચાર ધામ યાત્રા' પુનઃ શરૂ; વહીવટીતંત્રે જારી કરી નવી કડક એડવાઈઝરી! : મુસાફરોની સુરક્ષા માટે SDRF અને પોલીસ હાઈએલર્ટ પર: ગઢવાલ કમિશનરે યાત્રાળુઓને હવામાનની સ્થિતિ જોઈને જ આગળ વધવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી4:29 PM IST
ભારત-UAE સંબંધોમાં નવો અધ્યાય: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને UAE ના અર્થતંત્ર મંત્રી વચ્ચે દિલ્હીમાં હાઈ-લેવલ બેઠક; વેપાર અને રોકાણના ક્ષેત્રે ખુલશે સમૃદ્ધિના નવા દ્વાર! : પ્રવાસન, કનેક્ટિવિટી અને સ્ટ્રેટેજિક આર્થિક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ભાર: બંને દેશોના વેપારીઓ માટે રોકાણની વિપુલ તકો સર્જાશે4:23 PM IST
NEET-UG ૨૦૨૬ વિરોધ પ્રદર્શનમાં ઘર્ષણ બાદ એક્શનમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી: જે.પી. નડ્ડાએ RML અને લેડી હાર્ડિંગ હોસ્પિટલ પહોંચી ઘાયલ આંદોલનકારીઓની મુલાકાત લીધી! : દિલ્હીમાં પેપર લીક કાંડ સામે વિરોધ પ્રદર્શન દરમિયાન ઘવાયેલા પ્રદર્શનકારીઓના ખબર-અંતર પૂછ્યા: હોસ્પિટલના સિનિયર તબીબો સાથે બેઠક યોજી શ્રેષ્ઠ સારવારની આપી સૂચના4:22 PM IST
AI અને ચિપ ટેકનોલોજી યુદ્ધમાં ચીનનો ચોંકાવનારો નિર્ણય: અદ્યતન AI મોડેલ્સ અને સેમિકન્ડક્ટરની નિકાસ પર મૂકી શકે છે કડક પ્રતિબંધ; પશ્ચિમી દેશોને ઝાટકો આપવાની તૈયારી! : ચીની વાણિજ્ય મંત્રાલયે અલીબાબા, બાઈટડાન્સ અને હુઆવેઈ જેવી દિગ્ગજ કંપનીઓ સાથે ગુપ્ત બેઠકો કરી, દેશની ટેકનોલોજી વિદેશી હાથોમાં જતી રોકવા ઘડી રણનીતિ4:33 PM IST
શેરબજારમાં હવે નૈતિકતા અને 'અહિંસા'નો વાયરો: NSE એ લોન્ચ કર્યો દેશનો પ્રથમ 'Nifty500 અહિંસા ઇન્ડેક્સ'; પ્રાણી ક્રૂરતા અને હિંસા સાથે સંકળાયેલી કંપનીઓનું પત્તુ સાફ! : ૩૨૬ ઉત્કૃષ્ટ કંપનીઓને મળ્યું સ્થાન: દારૂ, તમાકુ, સંરક્ષણ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડતા ક્ષેત્રો ઇન્ડેક્સમાંથી બહાર, મૂલ્યો અને કમાણીનો અનોખો સંગમ4:22 PM IST
શિક્ષણ ક્ષેત્રે બાપટલાના 'ચમકતા તારાઓ'નું ભવ્ય સન્માન: આંધ્રપ્રદેશના મંત્રી કોલુસુ પાર્થસારથીએ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી; ૨૦૪૭ સુધીમાં દેશની માથાદીઠ આવક ₹૫૫ લાખ કરવાનો લક્ષ્યાંક! : શિક્ષણ વિભાગ દ્વારા 'શાઇનિંગ સ્ટાર્સ-૨૦૨૬' કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન: ધોરણ ૧૦ ના તેજસ્વી વિદ્યાર્થીઓએ રજૂ કર્યા સપનાના સ્ટોલ, વિદ્યાર્થિનીઓએ ફરી મારી બાજી4:22 PM IST
સિક્કિમમાં ભૂસ્ખલનથી ટનલ ધરાશાયી: ૧૧ શ્રમિકોના કરૂણ મોત, મિથેન ગેસના લીકેજ અને ભારે વરસાદ વચ્ચે ૨૫થી વધુ કામદારોને બચાવવા 'રેસ્ક્યૂ ઓપરેશન' તેજ : તીસ્તા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ૭ કિમી લાંબી સુરંગમાં કાળનો પંજો: પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે સિક્કિમના સીએમ સાથે વાત કરી તમામ મદદની આપી ખાતરી4:22 PM IST
નફરતભર્યા ભાષણ કેસમાં કલકત્તા હાઈકોર્ટ તરફથી મહુઆ મોઈત્રાને મોટી રાહત: ૫ ઓક્ટોબર સુધી ધરપકડ કે કડક કાર્યવાહી પર વચગાળાનો સ્ટે! : કૃષ્ણનગરના ટીએમસી સાંસદને ૧૪ ઓગસ્ટે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા આદેશ: વકીલે કોર્ટ પાસે માંગી અનોખી સુરક્ષા, કહ્યું- 'મારી અસીલ પર ઈંડા ન ફેંકાય તેનું ધ્યાન રાખવું'4:21 PM IST
"મારો પગાર તો કહેવા લાયક પણ નથી રહેતો!": લારી પર મેગી અને છોલે કુલચે વેચતા યુવકની મહિનાની કમાણી રૂ. ૧.૫ લાખ; કન્ટેન્ટ ક્રિએટરનો વીડિયો વાયરલ! : કન્ટેન્ટ ક્રિએટર કોમલ નેગીએ સોશિયલ મીડિયા પર શેર કરી અનોખી વાતચીત: રોડસાઇડ ફૂડ સ્ટોલ ચલાવતા યુવકની તગડી આવક સાંભળી કોર્પોરેટ કર્મચારીઓ અને નેટીઝન્સ પણ આશ્ચર્યચકિત!5:01 PM IST
ભાજપ સામે બંગાળમાં 'મહાજંગ'ના એંધાણ: 'ઇન્ડિયા' બ્લોકને એક થવા મમતા બેનર્જીની લાગણીસભર હાકલ; બળવાખોરો પર આકરા પ્રહારો સાથે ટીએમસીના દરવાજા કાયમ માટે બંધ કર્યા : શહીદ દિવસની રેલીમાં દીદીનું શક્તિપ્રદર્શન: અહંકાર છોડી વિપક્ષોને સાથે આવવા વિનંતી કરી, તો બીજી તરફ પક્ષદ્રોહીઓને ભાજપમાં સીધા જોડાઈને ચૂંટણી લડવા ફેંક્યો ખુલ્લો પડકાર4:21 PM IST
આઈટી સેક્ટરમાં પગારનો 'મહા-રેકોર્ડ': HCLTech ના સીઈઓ સી. વિજયકુમાર ₹૧૭૬.૪૭ કરોડના મસમોટા પેકેજ સાથે બન્યા ભારતના સૌથી મોંઘા IT CEO! : નાણાકીય વર્ષ ૨૦૨૬ માં વેતનમાં થયો ૬૭% નો જંગી ઉછાળો: ટીસીએસ અને ઇન્ફોસિસના સીઈઓ કરતાં પણ ક્યાંય આગળ નીકળ્યા, કર્મચારીઓના સરેરાશ પગાર કરતાં ૨૯૧ ગણી વધુ કમાણી4:20 PM IST
દક્ષિણ ચીન સમુદ્રમાં ભારતીય નૌકાદળની એન્ટ્રીથી ચીન પેટમાં તેલ રેડાયું: ફિલિપાઇન્સના રાજદૂતે ભારતની વધતી હાજરીને ગણાવી 'મોટો સંકેત'; કહ્યું- 'નિયમ-આધારિત દરિયાઈ વ્યવસ્થા માટે ભારત આપણો મજબૂત સંગાથી'! : દિલ્હીમાં યોજાયેલી વિશેષ ચર્ચામાં ફિલિપાઇન્સના રાજદૂત જોસેલ એફ. ઇગ્નાસિયોનું મોટું નિવેદન: UNCLOS હેઠળ દરિયાઈ સુરક્ષા, આર્થિક સ્થિતિસ્થાપકતા અને સંરક્ષણ ક્ષેત્રે ભારત-ફિલિપાઇન્સની ભાગીદારી થશે વધુ મજબૂત4:19 PM IST
"મમ્મી, આ કાર તમારા માટે છે!": ૫૫મા જન્મદિવસે દીકરીએ ખરીદી ડ્રીમ 'ટાટા કાર' અને વિડીયો કોલ પર માતાને આપી સરપ્રાઇઝ; વાયરલ વિડીયોએ કરોડો લોકોના દિલ જીત્યા! : દૂરના શહેરમાં રહેતી માતાને વિડીયો કોલ કરીને આપી માલિકીની નવી કારની ખુશખબર: ભાવુક થઈ ગયેલી માતાએ આંખમાં હરખના આંસુ સાથે દીકરીને આપ્યા અનોખા આશીર્વાદ4:57 PM IST
દેશભરના બજારોમાં કચ્છ પંથકની મીઠી ખારેકની ભારે માંગ : કચ્છના સુપ્રસિદ્ધ ખારેક ઉત્પાદક પંથક એવા મુન્દ્રાના ધ્રબ, ઝરપરા અને ભુજપુરમાં આ વર્ષે ખારેકનો મબલખ પાક ઊતરતાં સમગ્ર વિસ્તાર ધમધમી ઊઠ્યો મુન્દ્રા-ઝરપરા પંથકની મીઠી ખારેક દરરોજ મહાનગર મુંબઈ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, ગોંડલ, ધોરાજી, જેતપુર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને અમરેલી જેવા સેન્ટરોમાં મોટા પ્રમાણમાં મોકલવામાં આવી રહી છે3:31 PM IST
લાઠીચાર્જના વિરોધમાં રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે સાંસદો : દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષે સરકાર સામે મોરચો માંડ્યો રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી સાંસદો સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી વિરોધ માર્ચ કાઢશેઃ આ માર્ચ બપોર પછી શરૂ થશે, જેમાં તમામ વિપક્ષી પક્ષોના સાંસદો એકજૂથ થઈને જોડાશે અને રાષ્ટ્રપતિ સમક્ષ વિદ્યાર્થીઓના મુદ્દા ઉઠાવશે3:10 PM IST
શનિવારથી માંગલિક કાર્યો પર બ્રેકઃ ૪ મહિના નહીં થાય શુભ કાર્યો : હિન્દુ ધર્મમાં ૨૫ જુલાઈ ૨૦૨૬, શનિવારથી ચાતુર્માસની શરૂઆત થઈ રહી છે. દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જતા હોવાથી ૧૯ નવેમ્બર ૨૦૨૬ સુધી લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે ચાર મહિના ભક્તિ, જપ-તપ અને દાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છેઃ દેવઉઠી એકાદશી બાદ ફરીથી શુભ કાર્યો શરૂ થશે3:07 PM IST
ગાઝિયાબાદ પાસે કોલસાથી ભરેલી માલગાડીના 6 ડબ્બા પાટા પરથી ઉતરતા ટ્રેન વ્યવસ્થા ખોરવાઈ: 53 ટ્રેનો પ્રભાવિત : દિલ્હી-એનસીઆરમાં ગાઝિયાબાદ-નવી દિલ્હી રેલવે રૂટ પર કોલસાથી ભરેલી માલગાડીના 6 ડબ્બા પાટા પરથી ઉતરતા ટ્રેન વ્યવસ્થા ખોરવાઈ:અનેક ટ્રેનો રદ અથવા ડાયવર્ટ:હજારો દૈનિક મુસાફરોને ભારે હાલાકી: રેલવે તંત્ર યુદ્ધના ધોરણે ટ્રેક પુનઃસ્થાપિત કરવાની કામગીરીમાં વ્યસ્ત 1:46 PM IST
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવાની મુલાકાતે : મોલ્ડોવાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટોનું નેતૃત્વ કર્યુ : રાષ્ટ્રપતિ સાથે ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, રાજ્યસભાના સાંસદ ડૉ. દિનેશ શર્મા અને લોકસભાના સાંસદ વિજય બઘેલ જોડાયા1:37 PM IST
IPL ક્રિકેટર સામે રેપ અને મારપીટનો ગંભીર આરોપઃ ધરપકડનો આદેશ : મેડિકલ વિદ્યાર્થીનીની ગંભીર ફરિયાદ પર નોંધાયેલા રેપ, મારપીટ અને ધમકીના ગુનાહિત કેસમાં કોર્ટે પોરેલ અને અન્ય એક આરોપીની તાત્કાલિક ધરપકડનો આદેશ આપ્યો : હુગલીમાં થયેલી ફરિયાદ મુજબ, લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેણે ઇનકાર કર્યો હતો. પોરેલે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા 9:55 AM IST
મહાસંગ્રામનો બીજો તબક્કોઃ ઈરાન પર અમેરિકા તૂટી પડ્યું : ૧૦મા દિવસે યુદ્ધે ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપઃ અમેરિકી બોમ્બમારા સામે ઈરાનનો પલટવારઃ કુવૈત અને લાલ સમુદ્રમાં ઘેરાબંધીથી વૈશ્વિક હાહાકાર : સિરિક, બંદર અબ્બાસ, ક્શેમ આઇલેન્ડ, ચાબહાર અને કોનારકની આસપાસ જોરદાર વિસ્ફોટો થતાં અફડાતફડી મચી 11:38 AM IST
વરસતા વરસાદ વચ્ચે જંતર-મંતર ફરી ધબક્યું: સીજેપીનો આજે પણ સંસદ તરફ કૂચ કરવાનો નિર્ધાર: પોલીસે હટાવેલો મંચ ફરી ઊભો કરાયો; ‘શિક્ષણમંત્રીના રાજીનામા સુધી સ્થળ નહીં છોડીએ’—અભિજીત દીપકે : દિલ્હી પોલીસ કહે છે ૧૧૮ પોલીસ તથા ૬૦ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે: ૭૦ યુવાનોની અટકાયતમાં: કનોટ પ્લેસના રીગલ સિનેમા નજીક પથ્થરમારો, હિંસા અને પોલીસ વાહનોમાં તોડફોડના આરોપસર અજાણ્યા લોકો સામે ફરિયાદ: સીજેપીએ પોલીસ ઉપર અતિશય બળપ્રયોગના આરોપો મૂક્યા9:38 AM IST
પનામા કેનાલ પર ભારતનો દબદબો વધશે! વિદેશ મંત્રી એસ. જયશંકરે કર્યું પનામાના વિદેશ મંત્રીનું ભવ્ય સ્વાગત, વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત કરવા સંકલ્પ : પનામા કેનાલ તટસ્થતા સંધિ (Neutrality Treaty) માં ભારતને સામેલ કરવા પનામાનો મોટો રાજદ્વારી પ્રસ્તાવ; બદલાતા વૈશ્વિક વેપાર સમીકરણો વચ્ચે બંને દેશો આર્થિક ભાગીદારી વધારવા આતુર9:10 PM IST
બસ્તરમાં ભયંકર દુષ્કાળનો અંત લાવવા અનોખો રિવાજ: આભને રીઝવવા ગ્રામજનોએ એકઠા થઈને કરાવ્યા 'વરસાદી દેવતાઓ' ના શાસ્ત્રોક્ત લગ્ન! : પવિત્ર મહુઆના લાકડામાંથી કન્યા-વરરાજાની મૂર્તિઓ કંડારી મંડપ મુહૂર્ત, હળદર-પીઠી અને જાનાગમન સહિતની તમામ પરંપરાઓ નિભાવાઈ; છત્તીસગઢના આદિવાસી અંચલમાં શ્રદ્ધાનો અદ્ભુત નજારો9:12 PM IST
ગુજરાત પોલીસની નશાખોરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી : રાજ્યના ૧૬ જિલ્લાઓનો રૂ.૧૦૩.૬૫ કરોડથી વધુની કિંમતનો માદક પદાર્થોનો જથ્થો ભઠ્ઠીમાં સળગાવી નાશ કરાયો : ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક (સી.આઇ.ડી. ક્રાઇમ) ની અધ્યક્ષતામાં રાજ્ય અને સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા ૪૪૬ કેસોના NDPS મુદ્દામાલનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ9:29 PM IST
કોલકાતા હાઈકોર્ટનો લાલચોળ આદેશ: યુવતી પર દુષ્કર્મ અને ખાનગી તસવીરો વાયરલ કરવાની ધમકી આપવાના ગંભીર કેસમાં વિકેટકીપર બેટ્સમેન અભિષેક પોરેલની તાત્કાલિક ધરપકડ કરવા પોલીસને કડક નિર્દેશ : ન્યાયિક પ્રક્રિયામાં ગંભીર ગુનાના આક્ષેપો ઘેરા બનતા યુવા ક્રિકેટરની મુશ્કેલીઓમાં મોટો વધારો; અન્ય એક સહ-આરોપીને પણ દબોચી લેવા અદાલતે પોલીસ પ્રશાસનને ફટકાર્યા સખત આદેશો અને આગામી ૧૧ ઓગસ્ટે વિસ્તૃત અહેવાલ રજૂ કરવા તાકીદ9:28 PM IST
જમ્મુ-કાશ્મીરમાં અનરાધાર વરસાદ અને જળપ્રલયનો કહેર: મેઘ તાંડવના કારણે સર્જાયેલી કુદરતી હોનારતમાં મૃત્યુઆંક વધીને ૧૬ પર પહોંચ્યો, જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેના અને રાહત ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ : રાજૌરી અને પુંછ જિલ્લામાં આફત બનીને તૂટી પડેલા મૂશળધાર વરસાદ અને ખતરનાક ભૂસ્ખલનને પગલે સર્જાયેલી તારાજી: સાત જેટલા લોકો હજુ પણ લાપતા હોવાથી શોધખોળ તેજ, વહીવટી તંત્ર દ્વારા હાઇ એલર્ટ જાહેર કરીને પ્રભાવિત પરિવારો માટે સહાયની જાહેરાત9:31 PM IST
નવી દિલ્હીના સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના આદિવાસી અગ્રણીઓની ઉચ્ચસ્તરીય બેઠક: અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટાના સર્વાંગી વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત મંથન : રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં શિક્ષણ, અદ્યતન આરોગ્ય સેવાયારીઓ અને માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાને લઈને વડાપ્રધાન દ્વારા વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું9:30 PM IST
દિલ્હીમાં સંસદ માર્ચ અને નીટ પેપર લીક વિરોધ પ્રદર્શન વચ્ચે સનસનાટી: 'કોકરોચ જનતા પાર્ટી'ના સંસ્થાપક અભિજીત ડિપકેની અટકાયતના અહેવાલો દિલ્હી પોલીસે સદંતર ફગાવ્યા : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં પોલીસ વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી કે અભિજીત ડિપકેની ધરપકડ કે અટકાયત કરવામાં નથી આવી, તેઓ હાલ મંચ પર જ ઉપસ્થિત છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે9:35 PM IST
બ્રિટનની રાજનીતિમાં મોટો ધડાકો: લેબર પાર્ટીના નવનિર્વાચિત સુપ્રિમો એન્ડી બર્નમે સત્તાની લગામ સંભાળી યુનાઇટેડ કિંગડમના નવા વડાપ્રધાન તરીકે લીધા શપથ : કી ઇર સ્ટારમેરના અચાનક રાજીનામા બાદ રાજકીય ઉથલપાથલ વચ્ચે કિંગ ચાર્લ્સ તૃતીયે ગ્રેટર મેન્ચેસ્ટરના પૂર્વ મેયર અને ૫૬ વર્ષીય દિગ્ગજ નેતાને સરકાર રચવા માટે સત્તાવાર રીતે કર્યું આમંત્રિત9:30 PM IST
ભારત-યુએઈ વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ: વ્યાપાર, રોકાણ અને પર્યટન ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર : કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને યુએઈના અર્થતંત્ર મંત્રી અબ્દુલ્લા બિન ટૌક અલ મરી વચ્ચે ફળદાયી ચર્ચા; વ્યાપારી સંબંધોના નવા દ્વાર ખુલશે અને લોકો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે10:33 PM IST
યુક્રેનના ઓડેસા દરિયાકાંઠે માલવાહક જહાજ પર રશિયાનો ભીષણ મિસાઇલ હુમલો : ૪ ભારતીય નાગરિકોના કરુણ મોત : ૧ ગંભીર રીતે ઘવાયેલા નાગરિક હોસ્પિટલમાં દાખલ : મુંબઈની કંપનીની માલિકીના અનાજ ભરેલા કાર્ગો શિપ ‘એમવી ગોલ્ડન લિયો’ પર ત્રણ ક્રૂઝ મિસાઇલો ઝીંકાતા જહાજ ભડભડ સળગ્યું : નિર્દોષ નાગરિકો અને વ્યાપારી જહાજો પરના હુમલાને અતિ નિંદનીય ગણાવી ભારત સરકારે વ્યક્ત કર્યો ઉગ્ર વિરોધ10:36 PM IST
હોર્મુઝની ખાડી પર વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે ઘમાસાણ: નવમા દિવસે પણ બંને દેશોએ એકબીજા પર ભીષણ હુમલા જારી રાખ્યા : આંતરરાષ્ટ્રીય સરહદો વટાવી યુદ્ધની જ્વાળાઓ જોર્ડન, કુવૈત અને બહરૈન સુધી પહોંચી; ઈરાની હુમલાઓ વચ્ચે અમેરિકાના અત્યાર સુધીમાં ૧૭ સૈનિકોનાં મોત નીપજતાં વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું10:34 PM IST
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની દેશભક્તિ અને ઉત્કૃષ્ટ સેવાઓનું મોટું સન્માન: વર્ષ ૨૦૨૬ના પ્રતિષ્ઠિત 'લોકમાન્ય ટિલક રાષ્ટ્રીય પુરસ્કાર'થી કરવામાં આવશે વિભૂષિત : મહાન સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાલ ગંગાધર ટિલકની ૧૦૬મી પુણ્યતિથિ નિમિત્તે આગામી ૧ ઓગસ્ટના રોજ પુણે ખાતે યોજાનાર ભવ્ય સમારોહમાં એનાયત થશે એવોર્ડ; રાષ્ટ્રની આંતરિક અને બાહ્ય સુરક્ષામાં અદ્વિતીય યોગદાન બદલ કરાઈ પસંદગી10:37 PM IST
વૈશ્વિક વેપારમાં ભારતનું વધુ એક મોટું પગલું: મત્સ્ય ઉદ્યોગ સબસિડી કરાર હેઠળ WTOના એગ્રીમેન્ટ ઓફ ફિશરીઝ સબસિડીઝનું સમર્થન કરી સત્તાવાર રીતે બન્યું સભ્ય : ગેરકાયદેસર માછીમારી અને મત્સ્ય ભંડારના અતિશય શોષણને અટકાવવા તથા દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ કરવા માટે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની પહેલ; વિશ્વ વેપાર સંસ્થાના આ મહત્વપૂર્ણ કરારમાં જોડાનાર ભારત બન્યો ૧૨૩મો દેશ10:37 PM IST
તમિલનાડુના મુખ્યમંત્રી વિજય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધારાસભ્યની ધરપકડ:આ મહિને પોલીસની બીજી કાર્યવાહી : ડીએમકે ધારાસભ્ય માર્કંડેયણ પહેલાં 3 જુલાઈના રોજ પૂર્વ રાજ્ય મંત્રી અનિતા આર રાધાકૃષ્ણન જે તિરુચેન્દુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે, તેમની મુખ્યમંત્રી વિજય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરાઈ હતી 10:47 PM IST
E20 પેટ્રોલના કારણે કારમાં એન્જિનને નુકસાન અને કામગીરીમાં સમસ્યા થવાની ફરિયાદોનો આખરે કેન્દ્ર સરકારે આપ્યો જવાબ : સરકારે એમ પણ કહ્યું કે તેણે મીડિયા અને સોશિયલ મીડિયા પર ઉઠાવવામાં આવેલી કેટલીક ચિંતાઓની નોંધ લીધી: વૈજ્ઞાનિક તપાસમાં E20 ઇંધણ સંબંધિત વ્યાપક તકનીકી સમસ્યાઓના કોઈ પુરાવા મળ્યા નથી.11:00 PM IST
ભારત હવે સેમિકન્ડક્ટર ચિપ્સ માટેનું કેન્દ્ર બનશે :કેન્દ્ર સરકારની મોટી યોજના : ભારત હવે સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રમાં એક મોટી છલાંગ લગાવશે :સેમિકોન 2.0 હેઠળ, ભારત સરકારે ચિપ ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરવા માટે નવા CMOS ફેબ, મેમરી ફેબ અને ડિસ્પ્લે ફેબ સુવિધાઓ સ્થાપિત કરવા માટે એક રોડમેપ તૈયાર કર્યો 11:04 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે.....11:22 PM IST
પાકિસ્તાનમાં ચીનના ડ્રીમ પ્રોજેક્ટ CPEC ને મોટો ઝટકો લાગ્યો: જાણો ભારત માટે આ સારા સમાચાર કેમ છે. : બ્રિટિશ અખબાર ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, પાકિસ્તાનની સૌથી મોટી કાર્યરત તાંબા-સોનાની ખાણ, ચીન દ્વારા સંચાલિત સૈંદક તાંબા-સોના પ્રોજેક્ટે ચેતવણી આપી છે કે જો સુરક્ષા સ્થિતિમાં સુધારો નહીં થાય, તો ઉત્પાદન બંધ કરવું પડી શકે 11:17 PM IST
દિલ્હીમાં CJP વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા: 118 થી વધુ પોલીસ અધિકારીઓ અને 60 વિરોધીઓ ઘાયલ:70 લોકોની ધરપકડ : ઘાયલોમાં સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ, જોઈન્ટ કમિશનર, એડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, એડિશનલ ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સહિત વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ: ઘણી મહિલા પોલીસ અધિકારીઓ પણ ઘાયલ 11:19 PM IST
*જંતર મંતર પર મોડી રાત્રે ફરી યુવાનોનો ધસારો: ‘હવે વાત કરવી હોય તો સરકાર અહીં આવે’, સીજેપીની કડક શરત : નડ્ડા સાથે બે કલાકની રાહ બાદ માત્ર દસ મિનિટની બેઠકનો દાવો; ત્રણ મુખ્ય માંગણીઓ અંગે કોઈ નક્કર ખાતરી નહીં મળતાં ધરણા ચાલુ રાખવાની જાહેરાત: સીજેપીએ પોલીસ ઉપર વધુ પડતા બળપ્રયોગનો આરોપ મૂક્યો છે, જ્યારે દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓના એક જૂથે પથ્થરમારો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો કર્યો12:21 AM IST

ખેડૂતોની દિલ્હી કૂચ....

ટ્રાફિક જામ…..

સંસદ કૂચ: લાઠીચાર્જ

વિરોધ પ્રદર્શન…
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ : ૮ કલાકમાં ૧૭ જિલ્લાના ૬૫ તાલુકામાં મેઘમહેર : વલસાડમાં સૌથી વધુ ૭.૪૮ ઇંચ, ચીખલીમાં ૬.૩૦ ઇંચ અને ખેરગામમાં ૫.૭૮ ઇંચ વરસાદ ખાબક્યો : રાત્રે ૧૨થી સવારે ૮ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ-૧૦ તાલુકાઓમાં વલસાડ ૭.૪૮ ઇંચ, ચીખલી ૬.૩૦ ઇંચ, ખેરગામ ૫.૭૮ ઇંચ, કપરાડા ૫.૭૧ ઇંચ, પારડી ૫.૩૯ ઇંચ, વાંસદા ૫.૨૦ ઇંચ, ઉમરગામ ૪.૬૦ ઇંચ, નાનાપોંઢા ૪.૪૧ ઇંચ, ધરમપુર ૪.૦૫ ઇંચ અને વઘઈમાં ૩.૩૯ ઇંચ વરસાદ નોંધાયો8:47 AM IST
રાજપીપળાની સંતોષ ચોકડી પાસે આખલાઓ યુદ્ધે ચડ્યા: બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ : જાહેર માર્ગો પર પશુઓનો કાયમી જમાવડો: રખડતા ઢોરોના અસહ્ય ત્રાસથી સ્થાનિકોમાં ભારે રોષ:ભૂતકાળમાં બનેલા બે જીવલેણ અકસ્માતોમાંથી તંત્ર ક્યારે પાઠ લેશે? નવા કલેક્ટર આ બાબતે ધ્યાન આપી રોજબરોજના ભયમાંથી મુક્તિ અપાવે તેવી લોક માંગ11:07 PM IST
આરાસુરી શક્તિપીઠમાં ટેકનોલોજી અને ભક્તિનો અદ્ભુત ત્રિવેણી સંગમ: અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પ્રથમ વખત ૪૦૦ ડ્રોનની દિવ્ય રોશનીથી આકાશમાં સર્જાઈ મા અંબાની અલૌકિક આકૃતિ : બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ મેળો ડિજિટલ રંગે રંગાયો; યાત્રાળુઓની સુવિધા અને ભવ્ય ડ્રોન લાઈટ શોના નજારાએ લાખો માઈભક્તોને મંત્રમુગ્ધ કર્યા11:00 PM IST
અમદાવાદમાં ચોમાસાના વિધિવત પ્રભાવ વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું જોખમ વકર્યું: ડેન્ગ્યુ તથા મેલેરિયાના આંકડાઓએ વધારી તંત્રની ચિંતા : શહેરમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાવાથી નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાયું; મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા હેલ્થ સર્વેલન્સ અને સઘન તપાસ ઝુંબેશ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી11:00 PM IST
ગુજરાત વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ : સવારે ૨૮ IAS અને ૧૩ GAS અધિકારીઓની બદલી બાદ મોડી સાંજે ૪૮ PSI ની ગાંધીનગર ઈન્ટેલિજન્સ બ્યુરોમાં બદલી : જુઓ સંપૂર્ણ સૂચિ : રાજ્યના અલગ અલગ જિલ્લાઓ, શહેરો અને સી.આઈ.ડી. ક્રાઈમમાંથી ૪૮ પોલીસ સબ ઈન્સપેક્ટરોની એકસાથે ગાંધીનગર આઈ.બી.માં કરાઈ આંતરિક બદલી : વહીવટી તંત્રમાં ભારે ધમધમાટ9:53 PM IST
ગુજરાતમાં મોસમી વરસાદનો ૨૮.૭૮ ટકા કોટો ભરાયો : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૨ જિલ્લાના ૧૬૫ તાલુકાઓમાં મેઘમહેર : વલસાડના પારડીમાં સૌથી વધુ ૮.૧૯ ઇંચ અને નવસારીના ખેરગામમાં ૭.૯૫ ઇંચ વરસાદ ખાબક્યો : રાજ્યના ૬ જળાશયો ઓવરફ્લો થતાં હાઇ એલર્ટ જાહેર : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૨૨૪ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ : સરદાર સરોવર નર્મદા ડેમમાં ૬૭.૭૭ ટકા જળસંચય : રાજ્યમાં ખરીફ ઋતુનું વાવેતર પ૯.૫૯ ટકા નોંધાયું : NDRF અને SDRF ની ૩૫ ટુકડીઓ રાહત-બચાવ કામગીરી માટે રાજ્યમાં તૈનાત7:32 PM IST
દરિયામાં સક્રિય ચોમાસાની સિસ્ટમના પગલે હવામાન વિભાગની મોટી ચેતવણી : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બંદરો પર ૩ નંબરનું સિગ્નલ ચડાવાયું : માછીમારો અને બંદર અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના : ગાંધીનગર કંટ્રોલ રૂમ દ્વારા ઇમેઇલથી મળેલી તાકીદની સૂચના બાદ જાફરાબાદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ બંદરો પર લોકલ 'કોશનરી' સિગ્નલ-૩ લગાવવામાં આવ્યું : ખરાબ હવામાન અને તોફાની પવન ફૂંકાવાની શક્યતા8:39 PM IST
મન કી બાત’ કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગોને સાથે જોડવા તેમજ કાર્યક્રમના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે સંગઠનાત્મક આયોજન અંગે માર્ગદર્શન આપતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા : ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ‘મન કી બાત‘ કાર્યક્રમના અનુસંધાને ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે બેઠક યોજાઇ: ‘મન કી બાત‘ કાર્યક્રમના બુથ સ્તર સુધી અસરકારક અને સુચારુ આયોજન અંગે વિગતવાર માર્ગદર્શન આપતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી7:52 PM IST
કોવિડ-૧૯ દરમિયાન ફરજ પર મૃત્યુ પામનારા GSRTCનાં ડ્રાઇવર, કંડક્ટરો સહિત 115 કર્મચારીઓના પરિવારજનોને રૂ. 25-25 લાખની સહાય ચૂકવાશે : કોવિડ-19 મહામારી દરમિયાન વર્ષ 2020–21માં GSRTCએ ગુજરાતમાં રહેતા પ્રવાસી શ્રમિકો અને મજૂરોને તેમના વતન સુધી સુરક્ષિત પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી:કોર્પોરેશને ત્રણ રાજ્યોમાં 22,953 ટ્રિપ્સનું સંચાલન કરીને કુલ 6,99,357 મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડ્યા હતા: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી: મહામારીમાં GSRTCના કુલ 115 કર્મચારીઓ ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા જીવ ગુમાવ્યો હતો 7:42 PM IST
સુરત ચાલુ વરસાદે BRTS રૂટમાં રોંગ સાઈડ ઘૂસી ST બસ : એમ્બ્યુલન્સનો રસ્તો રોકાયો : ભેસ્તાનમાં બીઆરટીએસ રૂટ પર સાયરન છતાં રસ્તો ન મળતાં એમ્બ્યુલન્સને રિવર્સ લેવાની ફરજ પડી : ટ્રાફિક શિસ્ત સામે ગંભીર સવાલો : રોંગ સાઈડ ડ્રાઇવિંગ જીવલેણ અકસ્માતનું કારણ બને અને ઈમરજન્સી સેવાઓને અવરોધ ન થાય અને ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે માટે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ અને જરૂરી કાર્યવાહી કરવા માંગ4:48 PM IST
અમદાવાદ એસ. જી. હાઇવે પર ઊભી થઈ રહી છે નવી સ્કાયલાઇનઃ ૩૪ આઇકોનિક બિલ્ડિંગને મંજૂરી : કોઈપણ ઝોનમાં ૫.૪ FSI આપવાના નિર્ણયથી સુપર હાઇટ ઇમારતોનો માર્ગ મોકળોઃ નવી ડી.પી.માં FSI વધારવા દરખાસ્ત વિચારાધીન : ઔડામાં ૨ તથા ગાંધીનગરમાં ૮ તથા વડોદરા અને સુરતમાં એક એક મળી ૪૪ ઊંચી ઇમારતોને મંજૂરીઃ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમી વિસ્તારમાં મુંબઈની એક કંપનીએ પ્લોટ ખરીદીને લગભગ ૭૦ માળની સંપૂર્ણ કોમર્શિયલ ઇમારત વિકસાવવાની કામગીરી પણ શરૂ 11:29 AM IST
જીએસટીમાં ‘કારણ એક, નોટિસ બે'થી વેપારીઓ અકળાયાઃ અગાઉ જવાબ આપેલા કેસો ફરી ખોલ્યાની ફરિયાદ : કેટલાક કેસ અપીલમાં હોવા છતાં એ જ વિસંગતતા અંગે નવી નોટિસનો દાવોઃ ઓનલાઈન વિગતો ચકાસ્યા વગર કાર્યવાહી કરાતી હોવાનો આક્ષેપ : વર્ષ ૨૦૨૨-૨૩ના જીએસટી કેસોમાં કારણદર્શક નોટિસ જારી કરવાની સમયમર્યાદા નજીક આવતાં સુરતમાં વેપારીઓને મોટા પ્રમાણમાં નોટિસો મળવાનું શરૂ થયું છે. વેપારી વર્તુળોની ફરિયાદ છે કે અગાઉ જે વિસંગતતા માટે જવાબ આપી દેવાયો હોય, ડિમાન્ડ ઓર્ડર થઈ ગયો હોય અથવા મામલો અપીલમાં હોય, તે જ કારણ દર્શાવી ફરી નોટિસ ફટકારવામાં આવી રહી છે. જીએસટી વિભાગે આવી બેવડી નોટિસોની જાહેર પુષ્ટિ કે સ્પષ્ટતા કરી નથી2:18 PM IST
ગુજરાતના ૩૩ જિલ્લાના ૧૬૫ તાલુકામાં આજે સવારે ૬થી રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં ધીંગી મેઘમહેર : વલસાડના કપરાડામાં સૌથી વધુ ૧૦.૭૫ ઇંચ વરસાદ નોંધાયો : જુઓ જિલ્લાવાર સંપૂર્ણ લિસ્ટ : સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ-૧૦ તાલુકાઓમાં કપરાડા ૧૦.૭૫ ઇંચ, નાનાપોંઢા ૭.૨૪ ઇંચ, વાંસદા ૫.૫૧ ઇંચ, પારડી ૫.૦૮ ઇંચ, વાપી ૫.૦૪ ઇંચ, ચીખલી ૪.૮૮ ઇંચ, બારડોલી ૪.૧૭ ઇંચ, સુરત સીટી ૪.૦૯ ઇંચ, વઘઈ ૪.૦૯ ઇંચ અને પલસાણામાં ૩.૬૬ ઇંચ નોંધાયો12:34 AM IST
સ્વ.શ્રી રત્નસિંહજી મહિડા સાહેબની 111મી જન્મજયંતી નિમિત્તે શ્રી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો : વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવતાં નિયમિત અભ્યાસ, શિસ્ત, સમયપાલન, સારા સંસ્કારો અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી11:10 PM IST
અમદાવાદના પૂર્વ વિસ્તારની દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આકરૂં વલણ: રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં ગેરકાયદે ધમધમતા ફટાકડાના ગોદામો-દુકાનો પર તંત્રની ભીંસ, ૧૧૮ સ્થળોએ દરોડા પાડીને તાળાં લટકાવી દેવાયા : રામોલમાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ બાદ એસ્ટેટ અને ફાયર વિભાગે મોરચો સંભાળ્યો; ઐતિહાસિક રાયપુર દરવાજા બહાર પણ ધારાધોરણોનો ભંગ કરતી દુકાનોને સીઝ કરી દેવાતાં વેપારીઓમાં ભારે ફફડાટ11:01 PM IST
દેશ-વિદેશના ચૂંટણી અધિકારીઓ, નિષ્ણાતો અને કાયદા ક્ષેત્રના અગ્રણીઓનું આંતરરાષ્ટ્રીય ચર્ચામંચ બન્યું નિરમા યુનિવર્સિટી પરિસર : દેશના વિવિધ રાજ્યો તથા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની ભાગીદારીને કારણે આ પરિસંવાદથી ચૂંટણી પારદર્શિતાના વિવિધ મોડલ અને વ્યવહારુ અનુભવોનો સમન્વય સર્જાયો :આ પરિસંવાદ લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂતી આપશે: Atty. Jovencio G. Balanquit- ફિલિપાઈન્સ: યુવા મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા વિશે જાગૃતતા સાથે ચૂંટણીમાં મતદાન કરી તેમની ભાગીદારી નોંધાવે: નવીન મહાજન- CEO, રાજસ્થાન :અમદાવાદમાં 'International Symposium on Transparency of Election- Political Parties as Concurrent Auditers'નું આયોજન 10:51 PM IST
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગર-સાબરકાંઠા જિલ્લાના રૂ. 815 કરોડના વિવિધ વિકાસકામોના ઈ-લોકાર્ણ અને ઇ-ખાતમુહૂર્ત સંપન્ન : સાદરા ખાતે ₹89 કરોડના ખર્ચે સાબરમતી નદી પર બનેલા નવા બ્રિજ અને ચરાડા ખાતે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રનું લોકાર્પણ: સાહિત્યકાર રઘુવીર ચૌધરીજીનાનામે નિર્માણ પામેલું સંસ્કાર ભવન આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે: અમિતભાઇ શાહ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ9:04 PM IST
નરેન્દ્રભાઈ મોદીના ‘નેટ ઝીરો’ વિઝનની દિશામાં ગુજરાતે હાંસલ કરી સિદ્ધિ, 1 વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં 49.79 મિલિયન ટનનો વિક્રમી ઘટાડો : વર્ષ 2025-26માં રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી રેકોર્ડ 67,655 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન : 5 વર્ષોમાં કુલ 179 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું અટકાવવામાં સફળતા : જુઓ વિડિયો : ઇન્ટિગ્રેટેડ RE પોલિસી 2026, ગ્રીન હાઇડ્રોજન પોલિસી અને પંપ સ્ટોરેજ પોલિસી જેવી પોલિસીઓ થકી ગ્રીન ટ્રાન્ઝિશનને મળ્યો વેગ : 2030 સુધી 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સ્થાપિત ક્ષમતા મેળવવાનું લક્ષ્યાંક, ‘ગ્રીન ગુજરાત’ના નિર્માણની દિશામાં મોટું પગલું4:55 PM IST
ગાંધીનગર સચિવાલયમાં કર્મચારીઓની સમયસર હાજરી માટે સરકારની કડકાઈ : અધિક મુખ્ય સચિવ અંજુ શર્માના આદેશ બાદ પ્રવેશદ્વારે ચેકિંગ : મોડા આવનાર કર્મચારીઓની નોંધ લેવાઈ : સામાન્ય વહીવટ વિભાગની આ કાર્યવાહી બાદ સચિવાલયમાં કર્મચારીઓ સમયસર હાજર રહે અને સરકારી કામગીરી વધુ કાર્યક્ષમ બને તે માટે સરકાર દ્વારા કડક વલણ4:51 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયારેના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત તા. 23મી જુલાઈને ગુરૂવારે યોજાશે : નાગરિકો રજૂઆતો ગુરૂવાર મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે : મુખ્યમંત્રી ગુરૂવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે4:25 PM IST
અમદાવાદમાં મકાનોની ડિમાન્ડ ઘટતાં રિડેવલપેમન્ટ ટલ્લે ચઢયું : કન્સ્ટ્રક્શનની કોસ્ટ વધવાની સાથે તૈયાર મકાનો ન વેચાતા બિલ્ડરો માટે ખર્ચા કાઢવું મુશ્કેલ બન્યું: નવા પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ પણ તળિયે પહોંચી ગયું : ૪૦૦ જેટલી સોસાયટી હાલ રિડેવલપમેન્ટ માટે બિલ્ડર્સ સાથે ચર્ચા-વિચારણા કરી રહી છે1:18 PM IST
દેશના અનેક રાજ્યોમાં પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી ભારે તારાજી: આસામમાં પૂરથી 3.63 લાખથી વધુ લોકો પ્રભાવિત : જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ, અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે છેલ્લા બે દિવસમાં 23 લોકોના મોત: ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને ચારધામ યાત્રા સ્થગિત: હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભારે એલર્ટ1:30 PM IST
આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવા આવવા સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થા પૂરી પાડતી રાજ્ય સરકાર : ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત ગાંધીનગરમાં 139 નવીન બસોનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ-નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું : આદિજાતિ પરિવારના 4100થી વધુ વિદ્યાર્થીઓ માટે શાળા-કોલેજ અભ્યાસ માટે પૂરતી સુવિધાયુક્ત પરિવહન સેવાથી ઉચ્ચ શિક્ષણ-કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે : વડાપ્રધાનની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન બસ સેવા માટે 72 કરોડ રૂપિયાનું પ્રાવધાન : 250 બસો સેવારત-GPS પદ્ધતિથી સુસજ્જ : વેબ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓનું દૈનિક મોનિટરીંગ2:31 PM IST
પીસીબીએ વધુ ૩ કટ્ટા-પિસ્તોલ સાથે ત્રણને પકડયાઃ દર્શન ઉર્ફે ગાવસ્કરે દાટી રાખેલો તમંચો પણ જપ્ત : વેપન કાર્ટેલમાં વધુ ૪ સહિત કુલ ૩૮ હથીયાર જપ્ત થયા : જસદણ બોઘરાવદરના વિશાલ ચોહલા, ચોટીલા ચાણપાના વિજયસિંહ ગોહિલ અને ચુડા સમઢીયાળાના પ્રતાપ ઉર્ફે શિવરાજ ખાચરને એક-એક પિસ્તોલ સાથે દબોચી લેવાયાઃ અગાઉ ત્રણ હથીયારો કાઢી આપનાર ગાવસ્કરે કુવાડવા હાઇવે પર ફેક્ટરી નજીક છુપાવેલો તમંચો પણ જપ્ત કરાયો : પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા અને પી. બી. ત્રાજીયાની આગેવાની હેઠળનું શષાખોજ અભિયાન હાલ તુર્ત પુર્ણ3:01 PM IST
શહેરમાં બનતા તમામ નવા રસ્તાઓ પર કોન્ટ્રાક્ટરનું નામ અને ગેરંટી સમયગાળો દર્શાવતું બોર્ડ મૂકવાની માંગ : પાંચ વર્ષની ડિફેક્ટ લાયબિલિટી દરમિયાન ખામી જણાય તો કોન્ટ્રાક્ટર પાસેથી મરામત કરાશે, બોર્ડ અંગે નિયમ મુજબ નિર્ણય લેવાશેઃ જનરલ બોર્ડમાં સભ્યના પ્રશ્નના જવાબમાં તંત્રનો ખુલાસો : ૨૦૨પ-૨૬ વર્ષ દરમિયાન અંદાજે રૂ. ૨૨૮.૦૭ કરોડના નવા રસ્તાઓ, રી-કાર્પેટિંગ અને રોડ અપગ્રેડેશનના કામો તેમજ રૂ. ૩૨૯.૭૪ કરોડના રોડ પેચવર્કના કામો કરાયા3:22 PM IST
રાજકોટના જગપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળાના નામકરણ પ્રસ્તાવને અભૂતપૂર્વ પ્રતિસાદ : ૨૧ જુલાઈ સાંજ સુધીમાં ૪૦૦૦ જેટલાં સૂચનો મળ્યા : ૨ સપ્ટેમ્બરથી યોજાનારા મેળા માટે આકર્ષક શીર્ષક મોકલવાનો આવતીકાલે છેલ્લો દિવસ : રેસકોર્સ મેદાનમાં ૨ થી ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજાનારા પરંપરાગત મેળાના નામકરણ સ્પર્ધા માટે ગૂગલ ફોર્મ અને ક્યુઆર કોડ મારફતે એન્ટ્રી સ્વીકારાશે : પસંદગી પામેલ વિજેતા સ્પર્ધકને લોકમેળા સમિતિ દ્વારા યોગ્ય પુરસ્કારથી નવાજવામાં આવશે9:44 PM IST
રાજકોટ શહેર એસઓજી સતત બીજા દિવસે ત્રાટકી: ફ્રુટ અને શાકભાજીના ધંધાર્થી ઇબ્રાહિમ ઉર્ફે ટિકડો અને ઈરફાન ઉર્ફે એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા : જુઓ વિડિયો : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાની રાહબરીમાં પીઆઇ એન. બી. ચૌધરી, પીએસઆઇ વી.વી.ધ્રાંગુની ટીમની બામણબોર પાસે કામગીરી: હેડકોન્સ. હાર્દિકસિંહ પરમાર તથા . દિગ્વિજયસિંહ ગોહિલની બાતમી8:02 PM IST
કોલેજના વિદ્યાર્થીની હત્યાનો પ્રયાસઃ છરી ઝીંકી આંતરડા કાઢી નાંખ્યાઃ એક પકડાયો : કેમ આવી રીતે ઓવરટેક કરે છે? કહી ત્રણ ચાર લાફા મારી લીધા બાદ ફરીથી હુમલો એસ્ટ્રોન ચોકમાં બોલાચાલી બાદ કોટેચા ચોકમાં બખેડોઃ માલવીયાનગર પોલીસે અમરદિપસિંહ જાડેજાની ફરિયાદ પરથી બાદલ ઉર્ફે ભુરો સોલંકી, કેતન દવેરા, અજાણ્યા સામે ગુનો નોંધ્યો3:50 PM IST
હોર્સ રાઇડિંગ...સાહસ, શકિત, રોમાંચ સાથે ફિટનેસનો સમન્વય : સ્વ. આર.ડી. ઝાલા પોલીસ હોર્સ રાઇડિંગ સ્કૂલમાં ત્રણ-ત્રણ માસના બેઝીક અને એડવાન્સ કોર્સ માટે રાજકોટના યુવાનોમાં ક્રેઝ : ઘોડેસવારી ઉત્તમ કાર્ડિયોવાસ્કયુલર કસરતઃ૩૦ મીનીટની ઘોડે સવારીમાં અંદાજે ૧૫૦ થી ૩૦૦ કેલેરી બર્ન થાય છેઃ મધ્યમ ચાલ, ઝડપી દોડ સહિતની જુદી-જુદી પધ્ધતિઓમાં ૨૫૦ થી ૩૫૦થી વધુ કેલેરી બળે છેઃ રમત સાથે શકિતશાળી ફુલ બોડી વર્કઆઉટ મળે છેઃ પોલીસ ઇન્સપેકટર અને હોર્સ રાઇડીંગ કોચ યુવરાજસિંહ સરવૈયા2:59 PM IST
કેશોદ ભાજપના સક્રિય યુવા નેતા ચિરાગ ભોપાળાને પ્રદેશ ભાજપ યુવા સંગઠનમાં સ્થાન : પૂર્વ નગર સેવક પિતા સ્વ. હરેશભાઈ, પૂર્વ પાલીકા પ્રમુખ માતા જીવીબેન ના પગલે પુત્ર પણ રાજકીય રાહ પર આગળ લોકસભા, ધારાસભા તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમા પ્રમાણિક અને વફાદારી પૂર્વકની ફરજ તેમજ સંગઠન ને મજબૂત બનાવવા સહિત ની કામગીરી ને ધ્યાને લઈ અધ્યક્ષ હેમાંગ જોશી દ્વારા કરાઈ નિમણુંકઃ નિમણુંક ને આવકારતા આગેવાનો10:42 AM IST
વેરાવળના બાદલપરા ખાતેથી "માટી, ગાય અને ગામ" માટે ત્રિ-દિવસીય ઝૂંબેશનો પ્રારંભ : પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ઉત્પાદન વેચાણ માટે ઓનલાઈન એફ.પી.ઓ.નું લોન્ચિંગ : પ્રાકૃતિક કૃષિ, ઝેરમુક્ત ખેતી' આજના સમયની તાતી જરૂરિયાત : ધારાસભ્ય ભગવાનભાઈ બારડ : ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે પ્રાકૃતિક ઉત્પાદનોનું વેચાણ કરી ઝેરમુક્ત ખેતીમાં યોગદાન આપવા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાનું આહ્વાન3:03 PM IST
રાષ્ટ્ર સુરક્ષા અને શૈક્ષણિક ક્ષેત્રનો ઐતિહાસિક સમન્વય: કચ્છ યુનિવર્સિટી અને ઇન્ડિયન આર્મી વચ્ચે કચ્છી નવા વર્ષના દિવસે ઐતિહાસિક MoU સંપન્ન : સરહદી જિલ્લા કચ્છમાં વ્યૂહાત્મક સંશોધન, આપત્તિ વ્યવસ્થાપન અને સૈન્ય જવાનો તથા તેમના પરિવારોના ઉચ્ચ શિક્ષણ માટે અનન્ય પહેલ : મીલીટરી સ્ટેશન કમાન્ડર નીરજ ખજુરિયા : રાષ્ટ્ર સેવામાં અગ્રેસર રહેતી આપણી સેનાને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે મજબૂત બેકઅપ આપવાનો નમ્ર પ્રયાસ : કુલપતિ ડો.મોહન પટેલ9:31 AM IST
ધન્ય ધરા ગુજરાતની...૧૭ નેતાઓને પ્રાપ્ત થયુ મુખ્યમંત્રી બનવાનુ સૌભાગ્ય : ગુજરાતના ૧૭ મુખ્યમંત્રીનાં કાર્યકાળની ઐતિહાસિક સફર, રાજકીય સમીકરણો અને રસપ્રદ ઘટનાઓઃ ગુજરાતની રાજનીતિ હંમેશાં રાષ્ટ્રીય સ્તરે નોંધનીય રહી છે : કોણ કયારે અને કેવી રીતે સતારૂઢ થયા? રસપ્રદ વિગતો : ગુજરાતના નાથ તરીકે ડો. જીવરાજભાઇ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્રભાઇ દેસાઈ, ઘનશ્યામભાઈ ઓઝા, ચીમનભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશચંદ્ર મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપભાઈ પરીખ, નરેન્દ્રભાઈ મોદી, શ્રીમતિ આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી રહ્યા અને હાલ ભૂપેન્દ્રભાઈ પટેલ આ પદ શોભાવી રહ્યા છે10:42 AM IST
ઐતિહાસિક ક્ષણઃ લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨Jના દ્વિતીય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે જૂનાગઢના જયકિશન દેવાણીએ શપથ લીધા : ‘કર્તવ્ય પ્રથમમ' સમારોહમાં પાસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર આર. સુનિલકુમાર દ્વારા લેવડાવાયા શપથઃ રાજકોટના મેયર ડો. નેહલ શુક્લા અને પૂર્વ મેયર બીનાબેન આચાર્ય સહિત ૬૦૦થી વધુ અગ્રણીઓની ઉપસ્થિતિ12:52 PM IST
સુરેન્દ્રનગરના લીંબડી નજીક એસીબીની મોટી સફળ ટ્રેપ : ઉંટડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ સંજયભાઈ કમેજળીયા અને ઉપસરપંચ સુનીલભાઈ કટુડીયા ૫ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા : રેતી ખનન માટે રૂા. ૬.૩૦ લાખની માંગણી બાદ ૫ લાખમાં સોદો નક્કી થયો : PI પી.કે. પટેલના નેતૃત્વમાં પ્રેમવતી ભોજનાલયના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવી બંને આરોપીઓને એસીબી મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના સુપરવિઝનમાં દબોચી લેવાયા8:29 PM IST
ચૂડાના ફુડ પોઇઝનિંગ મામલે SIT ની રચનાઃ તમામ રસોયા- વોર્ડન સસ્પેન્ડ : કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ઘટનામાં વાસી ખોરાક અપાતો, બાળાઓને નીચે કામ કરવુ પડતુ હોવા સહિતનો પર્દાફાશ : અભાવિપ, કોંગ્રેસ, આપ મેદાનમાં: ૧૩૩ વિદ્યાર્થીનીઓ હજુ સારવારમાં: તબિયત સ્થિરઃ સંચાલકો ભૂગર્ભમાં: હોસ્ટેલને તાળા બંધીની ચિમકી10:47 AM IST
થાનના મહિલા રેલ્વે કર્મચારીની લાંબા સમયથી શારીરીક- માનસીક પજવણી કરતા ઉપરી અધિકારીને મળ્યો પદાર્થપાઠ : આજે ફરી ગેરવર્તન થતા ઉશ્કેરાયેલા મહિલા કર્મચારીએ ફડાકા ઝીંકી દેતા જાહેરમાં ઝપાઝપીઃ મામલો પોલીસમાં: બે મહિના પહેલા મહિલા કર્મચારીએ પોતાને થતી સતામણી અને અભદ્ર માંગણી અંગે ડીઆરએમને લેખીત ફરિયાદ આપી હોવા છતા કોઇ પગલા નહિ! 3:17 PM IST
વઢવાણના વડોદ ડેમ ખાતે આવનારા મુખ્યમંત્રી10:40 AM IST
શ્રી રામ ભગવાને રાજ્ય નહીં, ધર્મ પસંદ કર્યો'તોઃ ડો. મહાદેવપ્રસાદ મહેતા : જુનાગઢ જિલ્લાના મેંદરડાના ખાખી મઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ.સુખરામદાસબાપુ દ્વારા અયોધ્યાની પવિત્ર ધરા પર આયોજીત શ્રી રામ કથાનો છઠ્ઠો દિવસઃ વનવાસ અને રાજ્યાભિષેકના પ્રસંગો દ્વારા ‘ધર્મ અને ત્યાગ'નો સંદેશ9:54 AM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
ODI વર્લ્ડ કપ ૨૦૨૭ નું કાઉન્ટડાઉન શરૂ: ૮ ટીમોની એન્ટ્રી કન્ફર્મ, પણ ૨ વખતના ચેમ્પિયન 'વેસ્ટ ઈન્ડિઝ' પર ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાવાનો ખતરો! : દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે સહિત ભારત અને ઓસ્ટ્રેલિયાનું સ્થાન પાક્કું: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ની કટઓફ ડેટ પહેલાં આઈસીસી રેન્કિંગમાં ટૉપ-૮ માં સ્થાન મેળવવા ઘમસાણ8:13 PM IST
સ્પેનની વર્લ્ડ કપ જીતની ઉજવણી મધ્યે 'ડાન્સ હાઇડ્રામા': ૧૯ વર્ષીય સેન્સેશન લેમિન યમલના શોર્ટ્સ સરકી જવાનો વિડિયો વાયરલ, ફેશન ટ્રેન્ડ કે વોર્ડરોબ માલફંક્શન? : આર્જેન્ટિનાને હરાવી વિશ્વ ચેમ્પિયન બન્યા બાદ સ્પેનમાં ભવ્ય પરેડ: સ્ટેજ પર યમલના જોરદાર ડાન્સ દરમિયાન બનેલી ક્ષણે સોશિયલ મીડિયા પર જગાવી ભારે ચર્ચા7:55 PM IST
"કાંડા પર લક્ઝરી અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ!": સિતારવાદક ઋષભ શર્માએ 'રામાયણ' ઈવેન્ટમાં રૂ. ૩૫.૮ લાખની 'રામ જન્મભૂમિ' વોચ પહેરી આકર્ષ્યું સૌનું ધ્યાન! : સ્વિસ ઘડિયાળ ઉત્પાદક જેકબ એન્ડ કંપનીની દુર્લભ 'એપિક એક્સ રામ જન્મભૂમિ એડિશન': ૨D ટાઇટેનિયમથી બનેલું રામ મંદિર, કેસરી સ્ટ્રેપ અને પૃષ્ઠભાગમાં 'જય શ્રી રામ' ના શિલાલેખે રોકી સૌની નજર!5:23 PM IST
અરિજિત સિંહ પ્લેબેક સિંગિંગમાં વાપસી નહીં કરે: 'આવારાપન 2' ના નવ રિલીઝ ગીત બાદ મચેલા ઘમસાણ વચ્ચે ગાયકની ટીમે કરી સ્થિતિ સ્પષ્ટ! : નિવૃત્તિની જાહેરાત છતાં નવું ગીત આવતા ચાહકો ચોંક્યા: મેનેજમેન્ટે કહ્યું- "અરિજિતે નિવૃત્તિ પહેલાં સ્વીકારેલા જૂના પ્રોજેક્ટ્સ જ પૂરા કરી રહ્યો છે, કમબેકનો કોઈ પ્લાન નથી"8:04 PM IST
વીકેન્ડ બનશે મનોરંજનથી ભરપૂર: ઓટીટી (OTT) પર આવી રહ્યો છે ધમાકેદાર ફિલ્મો અને વેબ સીરીઝનો વરસાદ; નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો અને જિયો-હોટસ્ટાર પર રિલીઝ થશે આ મોટા બ્લોકબસ્ટર્સ! : પોપકોર્ન તૈયાર રાખો! આ શનિ-રવિ ઘરે બેઠા જ મળશે થિયેટર જેવો રોમાંચ: એક્શન, થ્રિલર અને ડ્રામાથી ભરપૂર ટોપ-૫ રિલીઝની જુઓ સંપૂર્ણ યાદી4:21 PM IST



















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી










































































































































































































