<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

પક્ષીની સંકટગ્રસ્‍ત પ્રજાતિ સારસ ક્રેનને ગુજરાત માફક આવ્‍યું: ૧૪ ટકા સંખ્‍યા વધી

આણંદ અને ખેડા જીલ્લામાં ગ્રામીણો-વન કર્મી. કરે છે સંરક્ષણ : ગત વર્ષે ૧રપ૪ હતી જે આ વર્ષે ૧૪૩૧ થઇ

સુરત તા. ર૭: ગુજરાતના ખેડાના અદ્દભૂમિમાં જોવા મળતી સારસની સંકટગ્રસ્‍ત પ્રજાતિ સારસ ક્રેનની સંખ્‍યામાં ૧૪ ટકાનો વધારો થયો છે. આણંદ અને ખેડા જીલ્લામાં આ વર્ષે થયેલ ૯ મી ગણતરી દરમિયાન ૧૪૩૧ સારસ ક્રેન પક્ષી નોંધાયા હતા. ગત વર્ષે તેની સંખ્‍યા ૧રપ૪ હતી.

આ બન્‍ને જીલ્લાના ૧પ તાલુકાઓના ૧૬૪ ગામમાં રહેતા વનકર્મી તથા ગ્રામીણોના સંરક્ષણના પ્રયાસથી સૌથી ઉંચે ઉડી શકતા પક્ષીઓમાંના એક સારસ ક્રેનની સંખ્‍યા ર૦૧પ થી ૧૮૬ ટકા વધી છે. સારસ ક્રેન પક્ષી આઇયુસીએનના રેડલીસ્‍ટમાં છે

(3:34 PM IST)