<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

૨૪ થી ૪૮ કલાકમાં રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્‍દ્રનગર, કચ્‍છ, અમદાવાદ સહિત અનેક સ્‍થળોએ અતિ ભારે વરસાદની સંભાવના : બીબીસીનો વર્તારો

બીબીસી વેધરના કહેવા પ્રમાણે આવતા ૨૪ થી ૪૮ કલાકમાં રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્‍દ્રનગર, કંડલા, ભુજ, ખદીર, કચ્‍છના રણમાં ભારે વરસાદની પૂરી સંભાવના છે. પૂરની સ્‍થિતિ સર્જાવાની પણ પૂરી શકયતા છે.  મહત્તમ સાવચેતી રાખવી જરૂરી છે. આ વર્તારામ મુજબ આજે અમદાવાદમાં પણ ભારે વરસાદની શકયતા છે.

દરમિયાન હવામાન વિભાગે  રાજ્‍યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.  આજે (૨૭મી જૂન) કચ્‍છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્‍દ્રનગર, બોટાદ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર,  નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્‍યારે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં ઓરેન્‍જ એલર્ટ જાહેર કર્યું છે.

આ ઉપરાંત આવતીકાલે ૨૮મી જૂને કચ્‍છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં યલો એલર્ટ, જ્‍યારે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્‍જ એલર્ટ જાહેર કરાયું છે. ૩૦મી જૂને ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ૧લી જુલાઈ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે.

 

(3:50 PM IST)