<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

નેત્રંગમાં ગેરકાયદેસર વ્યાજ વસુલાતની ફરીયાદોના નિકાલ માટે લોકદરબાર યોજાયો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નેત્રંગના બજારમાં ગેરકાયદેસર વ્યાજની વસુલાત કરતાં વ્યાજખોરોનો આતંક અટકાવવો જરૂરી છે.તે માટે નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ આર.આર ગોહિલની આગેવાનીમાં નેત્રંગ ગ્રા.પંચાયત ભવનમાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો.જેમાં રાજકીય-સામાજીક અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ તબક્કે પીએસઆઇ આર.આર ગોહિલે જણાવ્યું હતું કે,ભરૂચ જીલ્લાના કોઈપણ નાગરીક વધુ વ્યાજ વસુલ કરતા કોઈપણ ઇસમથી ત્રસ્ત હોય તો ભરૂચ-નેત્રંગ પોલીસનો સંપર્ક કરી શકે છે. ગેરકાયદેસર વ્યાજની વસુલાત અટકાવવા પોલીસતંત્ર ગ્રામજનોની પડખે રહેશે તેવું માગઁદશઁન આપવામાં આવ્યું હતું.

(9:23 PM IST)