તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 27th June 2024
ડેડીયાપાડા પો.સ્ટે.ના એક્સ્પ્લોઝીવ એક્ટ ના ગુનામાં બે વર્ષથી ભાગતા આરોપીને ઝડપી પાડતી SOG, નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા એસ. ઓ.જી. એ જિલ્લામાં અનેક ગુનાઓ પકડી પાડવામાં સફળતા મેળવી છે જેમાં હાલમાં ડેડીયાપાડાના એક્સ્પ્લોઝીવ એક્ટના ગુનામાં બે વર્ષથી ભાગતા આરોપીને ઝડપી પાડી વધુ એક સફડતા મેળવી છે
મળતી માહિતી અનુસાર પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓ દ્વારા નર્મદા જીલ્લાના એસ.ઓ.જી.ના ચાર્ટર મુજબના નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર વાય.એસ. શિરસાઠ તથા પો.સ.ઈ.એચ.કે.પટેલ એસ.ઓ.જી. શાખા નર્મદા તથા એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો દ્વારા ડેડીયાપાડા પો.સ્ટે. ના એક્ષપ્લોઝીવ એકટ મુજબ ના ગુનાના કામે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી ગોપાલ જગન્નાથ જાટ (ચૌધરી) રહે.અમરપુરા, તા. ગંગરાર જી. ચિત્તોડગઢ (રાજસ્થાન), નાઓને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલેન્સ આધારે માહિતી મેળવી ચિત્તોડગઢ રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
નર્મદા પોલીસ દ્વારા નાર્કોટીક્સનું દુષણ ડામવા માટે છેલ્લા બે વર્ષ દરમ્યાન સતત પ્રયત્નશીલ અને સતર્ક રહી કુલ ૨૧ કેસ કરી કુલ ૪૫ આરોપીઓને પકડ્યા છે જેમાં કુલ ૨૦૨૩.૩૧ કિલોગ્રામ જથ્યો પકડી પાડી કુલ. ૧.૦૩.૮૩. ૩૫૭ રૂપિયાનો જથ્થો પકડી પાડી એસ.ઓ. જી. ટીમે મોટી સફળતા મેળવી છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
