<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ઉત્તર ગુજરાતની 9 રોલિંગ મિલો પર SGSTના દરોડા: 392.83 કરોડના બોગસ વ્યવહારો મળ્યા

રોલીંગ મિલના માલિકોએ કરેલી 70.71 કરોડની કરચોરી સામે અરવિંદ વિઠ્ઠલ પટેલ, જસ્મીન લક્ષ્‍મણ પટેલ તેમજ કૃપેશ લક્ષ્‍મણભાઈ પટેલની ધરપકડ

અમદાવાદ :ઉત્તર ગુજરાતની રોલિંગ મિલો પર SGSTએ દરોડા પાડ્યા છે. અલગ અલગ નવ રોલિંગ મિલો પર દરોડા દરમિયાન 392.83 કરોડના બોગસ વ્યવહારો સામે આવ્યા હતા. કરચોરી કરનાર 3 મિલ માલિકોની ધરપકડ કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતની અલગ અલગ 9 રોલિંગ મિલો પર SGSTએ દરોડા પાડ્યા છે. રોલીંગ મિલના માલિકોએ કરેલી 70.71 કરોડની કરચોરી સામે અરવિંદ વિઠ્ઠલ પટેલ, જસ્મીન લક્ષ્‍મણ પટેલ તેમજ કૃપેશ લક્ષ્‍મણભાઈ પટેલની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ખેતીવાડી અધિકારી ચંદ્રિકા થુબડીયા, ખેતીવાડી અધિકારી રાકેશ મકવાણા સહીત પ્રજાજન હિતેન્દ્ર ગગામી ACBનાં ઝપાટામાં આવી ગયા હતા. ACB દ્વારા ઇકબાલગઢ કૃષિ સેવ કેન્દ્રમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

ઇકબાલગઢ કૃષિ સેવા કેન્દ્રમાં 2 ખેતીવાડી અધિકારી સહિત કુલ 3 લોકો લાંચ લેતા ઝડપાયા હતા. આ લોકો કુલ 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. ખાતરની દુકાનમાં ચેકીંગ દરમ્યાન વિસગતા આવતા POS મશીન પરત આપવા માટે 20 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. ત્રણેય લોકોને લાંચ સ્વીકારતા ઝડપી પાડી ACBએ કાર્યવાહી હાથ ધરી હતી.

(12:22 AM IST)