News of Monday, 1st July 2024
આ સપ્તાહમાં ચોમાસુ ચારેક દિવસ સક્રિય રહેશે : ઘણા ભાગોમાં વરસાદના એકથી વધુ રાઉન્ડ : અશોકભાઇ પટેલ

રાજકોટ : વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે કે તા. ૧ થી ૮ જુલાઇ દરમિયાન ચાર-પાંચ દિવસ ચોમાસુ સક્રિય રહેશે. સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં ઘણા ભાગોમાં એકથી વધુ રાઉન્ડ આવશે.
તેઓએ જણાવેલ કે, ગુજરાત રાજ્ય ઉપર એક યુએસી અને તેનો ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર ઉપર છે. દોઢ કિ.મી.થી ૫.૮ કિ.મી.ની ઉંચાઇએ છે. બીજુ યુએસી મધ્યપ્રદેશ ઉપર છે. સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ દિવસે વરસાદના રાઉન્ડ આવશે. અમુક જગ્યાએ એકથી વધુ રાઉન્ડ આવશે. તા. ૧ થી ૮ જુલાઇ દરમિયાન ચોમાસુ ચાર-પાંચ દિવસ સક્રિય રહેશે.
ગુજરાત રીઝનમાં વરસાદની મોટી ઘટ્ટ હતી તેની રીકવરીમાં ફાયદો થશે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
