News of Monday, 1st July 2024
બુધવારથી પુરક પરીક્ષાની ઉત્તરવહીનું મુલ્યાંકન
સમયસર પરીણામ જાહેર થાય તો પરીક્ષાર્થીઓનું વર્ષ બગડતુ અટકેઃ મુલ્યાંકનના ઓર્ડર નીકળ્યા

રાજકોટ, તા., ૧: ગુજરાતમાં હાલ ધો.૧૦ અને ધો.૧રની પુરક પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહી છે. ધો.૧૦-૧ર પરીક્ષાની ઉત્તરવહી મુલ્યાંકનની જેમ પુરક પરીક્ષાની ઉત્તરવહી મુલ્યાંકનનું પણ આયોજન ઝડપી કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧ર પુરક પરીક્ષા પુર્ણ થાય તે પહેલા જ ઉત્તરવહી મુલ્યાંકન શરૂ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ર૪ જુનથી ૬ જુલાઇ સુધી ધો.૧૦-૧રની પુરક પરીક્ષા ચાલશે. સંભવત તા.૩ જુલાઇથી ગુજરાત રાજયમાં ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી હાથ ધરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાંથી ધો.૧૦ અને ધો.૧રની પુરક પરીક્ષા માટે ર લાખ ૩૮ હજાર વિદ્યાર્થીઓ નોંધાયા. પુરક પરીક્ષાનું પરીણામ પણ ઝડપથી જાહેર કરીને પાસ થનારા વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું અટકશે.
ધો.૧૦-૧રની પરીક્ષાર્થીઓની હોલ ટીકીટ સાથે જ શિક્ષકોને મુલ્યાંકન કામગીરીના ઓર્ડર ઇસ્યુ કરાયા છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
