<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ગુજરાતની જીવાદોરી સમાન 'સરદાર સરોવર' ડેમ અડધોઅડધ ભરાયો : કુલ 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલ વન્સલ જળાશય સો ટકા ભરાયું : લોકોને ચેતવણી અપાઈ

સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી સમગ્ર ગુજરાતમાં મેઘાવી માહોલ યથાવત

રાજકોટ તા.૧ : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100 ટકા છલકાતાં હાઈએલર્ટ તેમજ ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમ,જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે.

કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની શક્યતા.  

પાટણ, મોરબી, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની શક્યતા છે.

સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદની શક્યતા છે.

(3:25 PM IST)