<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

રાજપીપળા કરજણ નદી કિનારે માદા મગર અને તેના 20 થી વધુ બચ્ચાઓ જોવામાં મળતા લોકોમાં કુતૂહલ

છેલ્લા ઘણા સમયથી રાજપીપળાની કરજણ નદીમાં મગરો ફરી રહ્યા છે તેઓ લોકો દાવો કરી રહ્યા હતા અને કેટલાક લોકોએ તેને કેમેરામાં પણ કેદ કર્યા હતા

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા ની કરજણ નદીના કિનારે સિકોતર માતા મંદિર નીચે માદા મગરની સાથે આશરે તેના 20 જેટલા મગરના નાના નાના બચ્ચાઓ જોવા મળતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. જવલ્લેજ જોવા મળતા એકાદ બે મગર ના બદલે હાલમાં મોટી સંખ્યામાં બચ્ચાંઓ પણ દેખા દેતા  તેને જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા
જમવા મળ્યા મુજબ જે રીતે પક્ષીઓ ઝાડ ઉપર પોતાનો માળો બનાવે છે એ જ રીતે મગર પાણીમાં પોતાનો માળો બનાવે છે અને એમાં ઈંડા મૂકે છે. ઈંડા મૂકવાના અમુક અઠવાડિયા બાદ બચ્ચાઓ બહાર આવી જાય છે ત્યારે એવું લાગી રહ્યું છે કે અત્યારે આ બચ્ચાઓ બહાર આવ્યા હશે અને માદા મગર તેની આસપાસ પાણીમાં બેસીને આ બાળકોનું રક્ષણ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર ઘટના કેમેરા માં કેદ થઈ ત્યાં મંદિરની સાચવણી કરતા રાજુભાઈ રાઉલજી દ્વારા આ બાબતની પૂરી જાણકારી આપવામાં આવી હતી.
   મગર અચાનક હુમલો કરી શિકાર કરવા માટે જાણીતું છે તે શિકારને પોતાની નજીક આવવા દે છે અને ત્યારબાદ અચાનક તેના પર હુમલો કરે છે ત્યારે આશા રાખીએ છીએ કે રાજપીપળા માં વન વિભાગ દ્વારા મગરથી બચવા માટેની જે ચેતવણીના બોર્ડ મારવામાં આવ્યા છે તેને ધ્યાને લઈ ત્યાં આવતા લોકો અથવા અજાણ્યા પ્રવાસીઓ પોતાની સલામતીની ચિંતા પહેલા કરે કારણ કે નર્મદા જિલ્લો પ્રવાસન માટે જાણીતો છે અને નવા નવા પ્રવાસીઓ અહીં આવતા હોય છે તેવામાં આનંદ માણવા જતાં કોઈ દુર્ઘટના ન સર્જાય એવી તકેદારી લોકો રાખે તે ખૂબ જ જરૂરી છે અને તંત્ર દ્વારા આપમાં આપવામાં આવતી ચેતવણીઓને ધ્યાન પર લેવી પણ અત્યંત જરૂરી છે

(10:19 PM IST)