<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

સબ સબરજીસ્ટાર નાંદોદ અને ગરુડેશ્વરનાઓ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

બંને સબરજીસ્ટારની સેવાઓને બિરદાવી નિવૃત જીવન સુખ-શાંતિમય પસાર થાય તેવી શુભકામનાઓ આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લા મુખ્ય મથક રાજપીપલા ખાતે કાર્યરત સબરજીસ્ટાર કચેરી, નાંદોદમાં છેલ્લા દોઢ વર્ષથી હેડ ક્વાર્ટર સબરજીસ્ટાર (ગ્રેડ -૧) તરીકે ફરજ બજાવતા ફારૂક એ. પટેલ તથા સબરજીસ્ટાર કચેરી ગરુડેશ્વર ખાતે સબરજીસ્ટાર તરીકે ફરજ બજાવતા એસ.બી.ભેદી તારીખ ૩૦ જુન ૨૦૨૪ ના રોજ વયનિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો.
  આ વિદાય સહ અભિવાદન સમારોહ તાજેતરમાં જ બઢતીથી નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન તરીકે નિમણૂક પામેલ ડી.જે.જાડેજા, આર.એમ.પંચાલ (ઇ.ચા.નોંધણી નિરીક્ષક, નર્મદા) સંજયભાઈ વસાવા (નાયબ મામલતદાર મહેસુલ), નીરવ વસાવા (સર્કલ ઓફિસર) મામલતદાર કચેરી, નાંદોદ તથા જેમુભાઈ પરમાર (હેડ એકાઉન્ટ જિલ્લા તિજોરી કચેરી નર્મદા) ની વિશેષ હાજરીમાં યોજાયો હતો.
  આ સમારોહમાં નિવૃત્ત થતા બંને સબરજીસ્ટારોનું ઉપસ્થિતિ મહાનુભાવો, સ્ટાફ મેમ્બર, દસ્તાવેજ નોંધણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટેમ્પવેન્ડરો, વકીલો, બોન્ડ રાઇટરો, તથા સમાજના મોભીઓ દ્વારા પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિ ભેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વક્તાઓ તથા ઉપસ્થિત આમંત્રિતો દ્વારા બંને સબરજીસ્ટારની સેવાઓને બિરદાવી નિવૃત જીવન સુખ-શાંતિ સંતોષીથી પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.એમ.પટેલ (સબ રજીસ્ટાર, દેડિયાપાડા ) દ્વારા કરવામાં આવ્યું હતું

(10:20 PM IST)