<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

નર્મદા જિલ્લામાં વવાયેલા પાકો ઉપર કાચું સોનું બની વરસતો વરસાદ

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ નાંદોદ તાલુકામાં- ૪૩ મિ.મિ. અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં- ૧૧ મિ. મિ. વરસાદ નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં તા.૦૧ જુલાઈ, ૨૦૨૪ ને સોમવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ નાંદોદ તાલુકામાં- ૪૩ મિ.મિ. અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં - ૧૧ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના તિલકવાડા તાલુકામાં. ૨૭ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં ૨૨ મિ.મિ. અને સાગબારા તાલુકામાં ૨૦ મિ.મિ. વરસાદ નોંધાતા  છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૩ મિ.મિ. વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લામાં ખેડૂતો દ્વારા વવાયેલા પાકો ઉપર આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું છે.
  જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો નાંદોદ તાલુકો ૧૭૩ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો- ૧૩૯ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, સાગબારા તાલુકો– ૧૨૨ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, દેડિયાપાડા તાલુકો ૧૧૭ મિમિ સાથે ચોથા અને ગરુડેશ્વર તાલુકો- ૫૨ મિ.મિ.સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ- ૧૨૦.૬૦  મિ.મિ.વરસાદ નોંધાયો છે.
  જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૧૯.૭૨ મીટર, કરજણ ડેમ-૧૦૨.૪૧ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૯૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૭૯.૪૦ મીટરની સપાટી તેમજ નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૫.૪૦ હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે

(10:28 PM IST)