<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

સરદાર સરોવર નર્મદા બંધ પાવરહાઉસમાં ઓપરેશન મેન્ટેનન્સ નું કામ કરતી ખાનગી કંપની:કુશળ કારીગરોને ટેક્નિકલ એક્સપર્ટ તરીકે ગણે એવી ભલામણ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ને કરાઈ

દર ત્રણથી ચાર વર્ષે પડતા ટેન્ડરમાં વર્ષોથી કુશળ અને અર્ધકુશળની ફોર્મેટમાં ભરતી કરી કર્મચારીઓનું શોષણ થાય છે પરંતુ જે વર્ષોથી કામગીરી કરે છે તેમને કુશળ ગણવામાં આવતા નથી માટે તેમને ટેક્નિકલ એક્સપર્ટ તરીકે ગણી પગાર વધારે આપે એવી માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સરદાર સરોવર નર્મદા બંધ પાવર હાઉસમાં મેન્ટેનન્સ ઓપરેશનનું કામ કરતી ખાનગી કંપની ફીટવેલ કન્ટ્રક્શન દ્વારા આગામી 2024-25 ના બે વર્ષ માટે નવા ટેન્ડર આગામી દિવસો માં પડાસે , ટેન્ડર પડે અને વર્ષોથી કર્મચારીઓ સાથે થતા અન્યાય ને અટકાવવા કર્મચારીઓ ટેન્ડરમાં કેટલીક શરતો કર્મચારીઓ ને લાભ માટેની મુકવા ઈચ્છી રહ્યા છે. ત્યારે ફીટવેલ કન્ટ્રક્શન કંપનીને ટેન્ડર જાહેર કરતા પહેલ કેટલીક શરતો ઉમેરો કરે એવી રજૂઆત ધારાસભ્ય નાંદોદ ડો.દર્શનાબેન દેશમુખ ને કરી છે. ધારાસભ્ય દ્વારા કંપનીના મુખ્ય સંચાલકને આ બાબતે રજૂઆત કરી ને તેમની માંગને સંતોષવા સૂચના પણ આપી છે.
  સરદાર સરોવર નર્મદા બંધના  RBPH અને CHPH માં ઓપરેશન માં કામ કરતા 100 થી વધુ કર્મચારીઓ ફિટવેલ કંપનીમાં કામગીરી કરે છે  કંપની ના ટેન્ડર માં સરકારના નિયમ પ્રમાણે કુશળ કારીગર અને અર્ધ કુશળ કારીગર પ્રમાણે પગાર ધોરણ નક્કી કરવામાં આવતું હોય છે.  હવે 10 15 વર્ષોથી એકધારું કામ કરતા કારીગરો ટેન્ડરમાં કુશળ કારીગર ગણવામાં આવતા નથી અને પગાર ત્યાં નો ત્યાં હોય એટલે હવે ટેક્નિકલ એક્સપર્ટ તરીકે ગણે જેથી નવા નો પગાર વધારે અને જુના હજુ ઓછા પગારમાં જ રહે એવું ના થાય માટે માટે કંપની  કર્મચારીઓ સાથે ન્યાય કરે અને વર્ષોથી કામ કરતા કર્મચારીઓ ને પહેલા ભરતી કર્યા પછી બીજા નવા ફ્રેશ કર્મચારીઓ ભરતી કરે એવી માંગ કર્મચારીઓ કરી રહ્યા છે.

(10:33 PM IST)