તા. ૧ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૫ ગુરૂવાર
News of Tuesday, 2nd July 2024
ગુજરાત યુનિવર્સિટીએ નવા કાયદા મુજબ અભ્યાસક્રમ અપડેટ કર્યો, અભ્યાસક્રમ અપડેટ કરનાર દેશની પ્રથમ યુનિવર્સિટી.
ત્રણેય નવા કાયદા સાથેનો અભ્યાસક્રમ ગુજરાતી અને અંગ્રેજીમાં તૈયાર કર્યો

નવી દિલ્હી :દેશમાં લાગુ થયેલા ત્રણ નવા કાયદાને લઈ ગુજરાત યુનિવર્સિટીએ લૉના વિદ્યાર્થી માટે પણ સિલેબસ અપડેટ કર્યો છે. જે ત્રણેય નવા કાયદા સાથેનો અભ્યાસક્રમ ગુજરાતી અને અંગ્રેજીમાં તૈયાર કર્યો છે.
હવે વિદ્યાર્થીઓ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં નવા કાયદાનો અભ્યાસ કરી શકશે. ભારતીય ન્યાયિક સંહિતા, 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ, 2023 સાથેના સુધારા મુજબ અભ્યાસક્રમ અપડેટ કરાયો છે.
2 મહિનાથી ગુજરાત યુનિવર્સિટી અને લેખકોએ આ પાછળ કામગીરી કરી છે. ત્યારે હવે નવા કાયદા મુજબ અભ્યાસક્રમ અપડેટ કરનારી ગુજરાત યુનિવર્સીટી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે.
1 ભારતીય ન્યાયિક સંહિતા, 2023: ભારતીય દંડ સંહિતા, 1860નું સ્થાન લીધું. રાજદ્રોહ દૂર કરવામાં આવ્યો છે પરંતુ અલગતાવાદ, વિદ્રોહ અને ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિઓને સજા કરવા માટે નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે. સગીરો પર ગેંગ રેપ અને મોબ લિંચિંગ માટે મૃત્યુદંડની જોગવાઈ છે.
2 ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023: તે CrPC, 1973નું સ્થાન લીધું છે. જેમાં કેસોની તપાસ, સુનાવણી અને ચર્ચા પૂર્ણ થયાના 30 દિવસમાં નિર્ધારિત સમયમાં નિર્ણય આપવાની જોગવાઈ છે. જાતીય સતામણી પીડિતાના નિવેદનોનું વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે ગુનામાં સંડોવાયેલા જણાયા બાદ મિલકત જપ્ત કરવાની નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે.
3 ભારતીય પુરાવા અધિનિયમ, 2023: આ કાયદો ભારતીય પુરાવા અધિનિયમ, 1872નું સ્થાન લીધું છે. કોર્ટમાં રજૂ કરાયેલ અને સ્વીકાર્ય પુરાવાઓમાં ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ્સ, ઇમેઇલ્સ, સર્વર લોગ્સ, કમ્પ્યુટર્સ, સ્માર્ટફોન, લેપટોપ, SMS, વેબસાઇટ્સ, સ્થાનિક પુરાવા, મેઇલ, ઉપકરણોમાંથી સંદેશાઓનો સમાવેશ થાય છે. કેસ ડાયરી, એફઆઈઆર, ચાર્જશીટ અને ચુકાદા સહિત તમામ રેકોર્ડ ડિજીટલ કરવામાં આવશે.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
