News of Tuesday, 2nd July 2024
મનસુખ સાગઠીયાની ઓફિસ એસીબી વડા શમશેરસિંહનાં રડારમાં લાંબા સમયથી હતી
ગાંધીનગરમાં મુખ્ય સચિવ સહિત મુખ્યમંત્રી કાર્યાલયની બેઠક બાદ તુરંત દરોડા યોજનાને આખરી ઓપ આપવામાં આવ્યો, પડદા પાછળની રસપ્રદ કથા એસીબી હેડ કવાર્ટર દ્વારા વિશ્વાસુ અધિકારી દ્વારા સર્ચ કરાવેલ, જાણકારો દ્વારા કન્ફર્મ ગાંધીનગરથી મદદનીશ નિયામક આશુતોષ પરમારને સર્ચ ઓપરેશન કરવા સિગ્નલ આપતા મધ્યરાત્રિએ ત્રાટકેલઃ આ મિલકતના હિસ્સેદાર કોણ કોણ? કોણ? એ બાબત કસોટીરૂપ બનશે તેવો વ્યાપક મત, હવે શું ? ભારે સસ્પેન્સ

રાજકોટ તા.૨: મહાનગરપાલિકાના સસ્પેન્ડ અને જેલ હવાલે રહેલ તત્કાલીન ટાઉન પ્લાનર સાગઠિયની ૧૦ કરોડથી વધુ અપ્રમાણસર મિલકત રાજકોટના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ ગોહિલ ટીમ દ્વારા શોધી કાઢવાના પગલે પગલે તેમની પાછળ ઘણાં મોટા માથાઓ હોવાની ચર્ચા વચ્ચે રાજયના એસીબી વડા શમશેરસિંઘ દ્વારા રાજય સરકારની અને ચીફ સેક્રેટરી દ્વારા મળેલ લીલીઝંડી અંતર્ગત ગાંધીનગરથી ખાસ ટીમ રાજકોટ અચાનક મધ્યરાત્રિથી આવી ગયેલ છે.
ભારે ગુપ્તતાપૂર્વક ચાલતા આ ઓપરેશનમાં ગાંધીનગરથી મદદનીશ નિયામક આશુતોષ પરમારને રાજકોટ મોકલવાનો નિર્ણય ઘણા સમયથી લેવાઈ ગયેલ, રાજય સરકાર પણ આ મામલે ખૂબ ગંભીર છે, આ ગંભીરતાનું પ્રમાણ એ છે કે મુખ્ય સચિવ દ્વારા પણ ક્લાસ વન અધિકારીઓ સામેની કાર્યવાહી પેન્ડીંગ ન રહે તે બાબતે પણ મહત્વના નિર્ણય કર્યા તે સમયે જ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય અને ગૃહવિભાગ સાથે મુખ્ય સચિવને પણ વિશ્વાસમાં રાખી આ કાર્યવાહી કરવામાં આવી છે, આ મિલકતનાં અન્ય કોણ કોણ હિસ્સેદાર છે તે બાબતો પણ એસીબી કોઈ કાચું ન કપાય તે રીતે ખાનગીમાં તપાસી રહી હોવાનું ચર્ચાય છે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
