News of Wednesday, 3rd July 2024
મોડીરાત્રે અરવલ્લીના મોડાસામાં મેઘરાજાનું તોફાની બેટીંગ :ત્રણ ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો
મેઘરજ, ભિલોડા અને ધનસુરામાં પણ વરસાદ વરસ્યો :હંગામી બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા :મોડાસાના મેઘરજ રોડ, મોડાસામાં ચાર રસ્તા સર્કલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા

મોડાસા : અરવલ્લી જિલ્લામાં ગત 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ગત રાત્રી દરમિયાન વરસાદ ધોધમાર તૂટી પડ્યો હતો. મોડાસા અને આસપાસના વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મેઘરજ, ભિલોડા અને ધનસુરામાં પણ વરસાદ સારો નોંધાયો હતો.
મોડાસા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. મોડાસામાં અંતિમ 24 કલાક દરમિયાન લગભગ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બુઘવારે સવારે 6 કલાક સુધીમાં મોડાસમાં 73 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. મોડાસા અને આસપાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો.
મોડાસા શહેરના હંગામી બસ સ્ટેશન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત મોડાસાના મેઘરજ રોડ, મોડાસા શહેરમાં આવેલ ચાર રસ્તા સર્કલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદી પાણી ભરાઈ જવાને લઈ લોકોને હાલાકી સર્જાઈ હતી.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
