<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

સુરતના એકલારા-ભાણોદ્રા રોડ પર સિમેન્ટના ડ્રમમાંથી યુવતીની લાશ મળી

ડ્રમ 200 કિલો જેટલુ વજન દાર: ડ્રમ લઈને પોલીસ સિવિલ હોસ્પિટલ ગઈ: હોસ્પિટલમાં સિમેન્ટથી ભરેલુ ડ્રમ કાપ્યું : યુવતીના ગળે ટૂપો અને ડ્રમમાં કાપડના ડૂચા નાખેલા હતા.

સુરતમાં એકલારા ભાણોદ્રા રોડ ઉપર એક સિમેન્ટના ડ્રમમાંથી એક યુવતીની લાશ મળી આવી હતી. આ લાશ મળતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને લાશને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. અને આ યુવતી કોણ હતી તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આજે વહેલી સવારે સુરતમાં આવેલા એકલારા ભાણોદ્રા રોડ ઉપર સિમેન્ટના ડ્રમમાંથી એક યુવતની લાશ મળી આવી હતી. આ ડ્રમ 200 કિલો જેટલુ વજન દાર હતુ. તે ડ્રમ લઈને પોલીસે સિવિલ હોસ્પિટલ લઈને ગઈ હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાંથી સિમેન્ટથી ભરેલુ ડ્રમ કાપવામાં આવ્યુ ત્યારે ગળે ટૂપો અને ડ્રમમાં કાપડના ડૂચા નાખેલા હતા. રેતી અને સેમેન્ટના અંદર તે યુવતની ફેકી દેવામાં આવી હતી.
જ્યારે સિમેન્ડના ડ્રમમાંથી યુવતની લાશ મળી આવતા આજુ બાજુ વિસ્તરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આ યુવતીનું મર્ડર કોણે કર્યુ કેમ કર્યુ તેનું જાણ કરવા પોલીસ તપાસ હાથ ધરી છે.

(11:44 AM IST)