News of Wednesday, 3rd July 2024
ગુજરાતમાં શનિવારે પ્રથમ વખત સહકારી દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી : અમિતભાઇ શાહની હાજરી
ગાંધીનગરમાં કાર્યક્રમ : પૂર્વ તૈયારીની ઓનલાઇન સમીક્ષા કરતા સહકારી આગેવાનો

ગાંધીનગરમાં ૬ જુલાઇએ યોજાનાર સહકારી દિન ઉજવણી અંતર્ગત રાજયના સહકારમંત્રી જગદીશ વિશ્વકર્માએ યોજેલ બેઠકમાં દિલીપ સંધાણી, જેઠાભાઇ ભરવાડ વગેરેએ ઓનલાઇન સમીક્ષા કરી હતી.
(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૩ : ગુજરાતમાં ૬ જુલાઇએ કેન્દ્ર સરકાર અને નેશનલ કો.ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રથમ વખત સહકાર દિનની ઉજવણી થનાર છે. દર વર્ષે ૬ જુલાઇએ આંતરરાષ્ટ્રીય સહકાર દિન ઉજવાય છે. ભારત સરકારમાં સહકાર મંત્રાલય અસ્તિત્વમાં આવ્યાને ૩ વર્ષ ૬ જુલાઇએ પૂર્ણ થઇ રહ્યા છે. તે નિમિત્તે તે દિવસે સવારે ૧૦ વાગ્યે મહાત્માં મંદિર ગાંધીનગરમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે.
જેમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઇ શાહ હાજરી આપશે.
રાજ્યની દૂધ મંડળીઓ-સભાસદોના ખાતા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં વધુ માત્રામાં ખોલાવા અંગે સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકનું ગાંધીનગર ખાતેથી આયોજન કરવામાં આવ્યુ હતું. સાથે આગામી ૬ જુલાઈના રોજ સહકાર દિવસ નિમિત્તે કેન્દ્રીય ગળહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં યોજાનાર ઁસહકાર થી સમળદ્ધિઁ કાર્યક્રમ અંતર્ગત ચર્ચા કરાઈ હતી.
આ સમીક્ષા બેઠકમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ- નાફેડના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ,ઈકફોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, ગુજરાત સ્ટેટ કો- ઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી અજય પટેલ, સહકાર સચિવ શ્રી સંદીપકુમાર સાથે સાથે જિલ્લા સહકારી દૂધ સંઘ - જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેનશ્રીઓ, રજિસ્ટ્રાર, નાબાર્ડના અધિકારીઓ,પદાધિકારીઓ અને સહકારી સંઘના આગેવાનો સહભાગી થયા હતા.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
