<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

ગોધરામાં ચાર આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી જેલમાં ધકેલાયા

નીટ કૌભાંડના મામલે કાર્યવાહીઃ૫ આરોપીઓ ગોધરા સબ જેલમાંથી સાબરમતી જેલમાં ખસેડવાની હિલચાલ

ગોધરા,તા.૩

ગોધરા સ્થિત જલારામ સ્કૂલના ગોધરા અને થર્મલ ખાતેના નીટ પરીક્ષાના કેન્દ્રોમાં નીટ પરીક્ષા ઊંચા મેરિટ સાથે પાસ કરાવી આપવાના બહાર આવેલા ષડયંત્ર સંદર્ભમાં C.B.I દ્વારા તપાસો હસ્તગત કર્યા બાદ ગોધરા સબ જેલમાં કેદ રહેલા પાંચ આરોપીઓ પૈકી ચાર આરોપીઓના C.B.I દ્વારા ગોધરા સેસન્સ અદાલત માંથી ચાર દિવસો ના ફર્ધર રિમાન્ડ મેળવ્યા હતા. આ નીટ પરીક્ષા કૌભાંડના ચાર આરોપીઓ તુષાર ,ભટ્ટ પુરુષોત્તમ શર્મા ,આરીફ વોરા અને વિભોર આનંદ ના આજરોજ રીમાન્ડ પૂર્ણ થતા C.B.I ટીમ દ્વારા આ ચાર આરોપી ઓ ને ગોધરા સેશન્સ અદાલત સમક્ષ હાજર કરવામાં આવતા પંચમહાલ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સી.કે.ચૌહાણ દ્વારા આ ચાર આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાના મહત્વપૂર્ણ કરેલા આદેશ મા આ ગુના ની તપાસ C.B.I હસ્તક હોય આ ચાર આરોપીઓ અને ગોધરા સબ જેલમાં કેદ પરશુરામ રોયને  C.B.I કસ્ટડી ના હવાલે કરીને આ કેસ હવે C.B.I સ્પેશિયલ અદાલત સમક્ષ ચાલવાનો હોય આ ગુના સંદર્ભમાં જરૃરી સાધનિક દસ્તાવેજી પુરાવાઓને પણ C.B.I ને સુપ્રત કરવાનો આદેશ ફરમાવ્યો હતો. જો કે C.B.I કસ્ટડીના હવાલે કરાયેલા નીટ પરીક્ષા કૌભાંડ ના પાંચ આરોપીઓને હવે સંભવતઃ અમદાવાદ સ્થિત સાબરમતી જેલમાં ખસેડવામાં આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.ગોધરા તાલુકા પોલીસ મથક માં નીટ પરીક્ષા ઉચા મેરીટ સાથે લાખ્ખો રૃપિયા ના સોદાઓ મા ઊંચા મેરીટ સાથે પાસ કરાવવાના બહાર આવેલા ષડયંત્ર માં દાખલ કરાયેલા ગુના મા ગોધરા ના ડી.વાય.એસ.પી.એન. વી .પટેલ દ્વારા સૌ-પ્રથમ પાંચ આરોપીઓ ની ધરપકડ કરી હતી પરંતુ નીટ પરીક્ષા કૌભાંડ સામે દેશવ્યાપી ઉભા થયેલા ભારે વિરોધ વચ્ચે નીટ પરીક્ષા કૌભાંડ ની તપાસ C.B.I ને સુપ્રત કરાઈ હતી આ ગોધરા સ્થિત જય જલારામ સ્કુલ  ના ગોધરા અને થમર્લ નીટ પરીક્ષા કેન્દ્રોમાં ૩૦ પરીક્ષાર્થીઓને ઉંચા માર્ક સાથે પાસ કરાવી આપવાના ગોઠવાયેલા રાજ્ય વ્યાપી ષડયંત્ર માં C.B.I ની ટીમોએ સર્ચ ઓપરેશનો હાથ ધર્યા બાદ જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલની ધરપકડ કર્યા બાદ અમદાવાદ સ્થિત સ્પેશિયલ C.B.I અદાલત સમક્ષ હાજર કરીને ચાર દિવસોના C.B.I કસ્ટડીમાં રિમાન્ડ મેળવ્યા હતા એમાં હવે નીટ પરીક્ષા કૌભાંડ મામલા માં જે પણ કોઈ આરોપીની ધરપકડ કરાશે તો આ તમામને અમદાવાદ સ્થિત સ્પેશિયલ C.B.I અદાલત સમક્ષ હાજર કરાશે.

(9:12 PM IST)