News of Friday, 5th July 2024
રાજ્યના ત્રણ હથીયારી પીઆઇને ફરજીયાત નિવૃત કરી દેવાયાઃ ૪૯થી બદલી, ૫૫ હથીયારી પીએસઆઇને બઢતી
રાજકોટ ઘંટેશ્વર ગ્રુપ-૧૩ના બે પીઆઇ બદલાયાઃ સામે ત્રણ નવા આવ્યા

રાજકોટ તા. ૫: રાજ્યના હથીયારી પીઆઇની બદલી, પીએસઆઇની બઢતીનો ઘાણવો રાજ્યના પોલીસ વડાએ કાઢયો છે. ઉપરાંત ત્રણ પીઆઇને ફરજીયાત નિવૃત કરી દેવામાં આવ્યા છે. ૪૯ હથીયારી પીઆઇની બદલીનો આદેશ થયો છે, જ્યારે ૫૫ હથીયારી પીએસઆઇને બઢતી આપવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલ જુથ-૦૮ના હથીયારી પીઆઇ એફ. એમ. (ફારૂકમહમદ મશરૂફઅહમદ) કુરેશી, અમદાવાદ નાગરીક સંરક્ષણ દળના ડી.ડી. (દેવન ધનાભાઇ) ચાવડા તથા આ વિભાગના જ આર. આર. (રાજેશકુમાર રામકુમાર) બંસલને તાત્કાલીક અસરથી નિવૃત કરી દેવાનો આદેશ થયો છે. આ ત્રણેય પીઆઇને ત્રણ માસના પગાર ભથ્થુ ચુકવવાના રહેશે.
બીજી તરફ ૪૯ હથીયારી પીઆઇની બદલીના આદેશ થયા છે. ઘંટેશ્વર જુથ-૧૩ના યુ. જી. અલાણી (વાળા)ની અમદાવાદ જુથ-૨ ખાતે, જુનાગઢ પીટીસીના એચ. એમ. આદ્રોજાની ચેલા જુથ-૧૭ ખાતે, ઘંટેશ્વર જુથ-૧૩ના એમ.આર. ઝાલાને દેવભુમિ દ્વારકા ખાતે, ભાવનગરના ડી. જે. જાડેજાની ચેલા જુથ-૧૭ ખાતે, ઘંટેશ્વર જુથ-૧૩ના ડી. આર. વંશની ગીર સોમનાથ ખાતે બદલી થઇ છે. જ્યારે મરીન ટાસ્ક ફોર્સના આર. એન. ઝાલા, પંચમહાલના એમ. એ. કોટડીયા, ઇન્ટેલીજન્સના ડી. બી. પરમારને ઘંટેશ્વર જુથ-૧૩ ખાતે મુકવામાં આવ્યા છે. જુથ-૧૧ વાવના પી. એસ. સોલંકીને ભાવનગર મુકાયા છે. ડીજીપી વિકાસ સહાયએ આ ઓર્ડર કર્યો હતો. જ્યારે હથીયારી પીએસઆઇની બઢતીનો ઘાણવો નીકળ્યો છે તેમાં ૫ંચાવન પીએસઆઇને તદ્દન હંગામી ધોરણે બઢતી અપાઇ છે. જેમાં વડોદરા શહેર- ગ્રામ્ય, ચેતક કમાન્ડો ફોર્સ, સી.એમ. સુરક્ષા, પાવડી જુથ-૪, ગોધરા જુથ-૫, મરીન ટાસ્ક ફોર્સ, વાવ જુથ-૧૧, વડોદરા જુથ-૯, કચ્છ ભુજ પヘમિ, આણંદ, અરવલ્લી, ગુ.પો. અકાદમી કરાઇ, નડીયાદ જુથ-૭, નવસારી, સુરત, કેવડીયા, ગાંધીનગર, મહેસાણા, છોટાઉદેપુર, દાહોદ સહિતના હથીયારી પીએસઆઇને બઢતી અપાઇ છે. અધિક પોલીસ મહાનિર્દેશક (વહિવટ) દ્વારા આ આદેશ થયા છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
