News of Friday, 5th July 2024
ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ: ધ્વજારોહણ બાદ ભગવાનના સોનાવેશના દર્શન અને ગજરાજોનું પૂજન
ગર્ભ ગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા અને નેત્રોત્સવ પૂજા વિધિ પછી વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ કરાઈ

અમદાવાદ :ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આજે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીની નેત્રોત્સવ પૂજા વિધિ કરાઈ છે. આગામી 7 જુલાઇના અષાઢી બીજ છે ત્યારે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાશે અને તેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે.
આજે સવારે 8 વાગે ભગવાનની ગર્ભ ગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા અને ત્યારબાદ નેત્રોત્સવ પૂજા વિધિ થશે. આ પછી વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ કરાઈ છે. સવારે 9.30ના ધ્વજારોહણની વિધિ કરાશે અને સવારે 11 કલાકે સંતોનું સન્માન કરાયું છે. શનિવારે સવારે 10 વાગે સોનાવેષના દર્શન-ગજરાજ પૂજન કરાશે. સવારે 10.30ના મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા વિધિ-પૂજન વિધિ કરવામાં આવશે. બપોરે 2.30ના કોંગ્રેસ કમિટિ જ્યારે સાંજે 5 વાગે શહેર શાંતિ સમિતિ મુલાકાત લેશે. સાંજે 8 વાગે મહાઆરતી થશે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
