News of Friday, 5th July 2024
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ :સૌથી વધુ દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો: વડગામમાં 4 ઇંચ
મહીસાગરના કડાણામાં 3.6 ઈંચ વરસાદ : શહેરામાં 3 ઈંચ અને પંચમહાલના તિલકવાડામાં 2.6 ઈંચ વરસાદ પડ્યો

અમદાવાદ :ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. વડગામમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે.
બીજી તરફ મહીસાગરના કડાણામાં 3.6 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પંચમહાલના શહેરામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ પંચમહાલના તિલકવાડામાં પણ 2.6 ઈંચ વરસાદ પડ્યો છે. આ તરફ ખાનપુર, કઠલાલ, ગલતેશ્વર, પાલનપુર, કુકરમુંડામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આજે સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
