News of Friday, 5th July 2024
અંતે આંતરરાજ્ય શિકલીગર ગેંગનો અપરાધી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની જાળમાં
પકડાયા ભેગી ૮ ચોરી કબુલી લીધી, ગુજરાતની સંખ્યાબંધ ચોરીઓનો ભેદ પીઆઇ આર.જી.જાડેજા, પીએસઆઈ આર. ડી. દેસાઈ ટીમની પુછપરછમાં ખુલશે, આ ગેંગ કારમાં જ ચોરી કરવા નીકળે છે : સીપી નરસિંહમાં કોમાર દ્વારા આ ગેંગને ગંભીરતાથી લેવા સાથે જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ ગોહિલ અને ઇન્ચાર્જ એસીપી મયુરસિહ રાજપૂત ટીમ સાથે રણનીતિ દ્વારા ખાસ ટીમો, બાતમીદારો એક્ટિવ કરવાના નિર્ણય યથાર્થ સાબિત

રાજકોટ, તા.,૫ : આંતરરાજ્ય કુખ્યાત શિકલીગર ગેંગનાં રીઢા ગુનેગાર જેમને ગોધરા સહિત વિવિધ જિલ્લાની પોલીસ શોધી રહી છે તેવા રાજેન્દ્રસિંગ રાજુસિંગને ઝડપી લેવામાં આખરે સફળતા મળી છે. ગોધરા પંથકમાં ૮ ચોરી સહિત રાજ્યમાં વિવિધ શહેર, જિલ્લામાં મિલકત વિરોધી ગુન્હાના આ આરોપી વડોદરા શહેરમાં આવા ગુન્હાઓ કરે તેવી ભિતી આધારે પોલીસ કમિશનર નરસિંહમાં કોમારે, જોઇન્ટ સીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજ સિંહ ગોહિલ વિગેરે સાથે બેઠક યોજી ખાસ રણનીતિ ઘડી ઇન્ચાર્જ એસીપી મયૂરસિંહ રાજપૂતનાં માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર.જી.જાડેજા ટીમને આ જવાબદારી સુપ્રત કરતા ટીમો દ્વારા બાતમીદાર, ટેકનિકલ સર્વેલન્સ કામે લગાડેલ.આ દરમિયાન પીએસઆઈ આર. ડી. દેસાઈ વિગેરે આ રીઢા ગુનેગારને શોધવા પગેરું દબાવી રહ્યા હતા તે દરમિયાન આ અપરાધી ગોલ્ડન ચોકડી પાસેથી કારમાં આવી રહ્યાની બાતમી મળતા તેને કાર અને અન્ય મુદ્દામાલ સાથે ઝડપી લેવાયેલ, પીઆઇ આર જી જાડેજા ટીમની પ્રાથમિક પુછપરછમાં ગોધરાની ૮ ચોરી કબુલી છે, હજુ ગુજરાતનાં વિવિધ શહેર જિલ્લાની ચોરીઓનો ભેદ ખુલશે .
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
