News of Friday, 5th July 2024
અમદાવાદ જગન્નાથજી મંદિરે નેત્રાત્સવ વિધિ : ભંડારો
દાળ, રોટલી, શાક, દુધપાક, માલપુવા, ભજીયા સહિતની વાનગીઓ સાથે ૨૦ હજાર ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો

(કેતન ખત્રી) અમદાવાદઃ શહેરમાં જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રાત્સવ વિધિ કરવામાં આવી હતી. જ્યારે ભગવાન રથયાત્રાના ૧૫ દિવસ પહેલા પોતાના મામાના ઘરે જતા હોય છે. ત્યાંથી મંદિરે પાછા આવે છે. ત્યારે તેમને આંખ આવતા તેમની આંખો બંધ કરી દેવામાં આવે છે. તેથી આજે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રાત્સવ વિધિ પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદમાં ૧૪૭ રથયાત્રા યોજાવા જઈ રહી છે. ત્યારે સમગ્ર અમદાવાદ શહેરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આજે સવારે અમદાવાદ ખાતે જગન્નાથ મંદિરે ભગવાનની નેત્રાત્સવ વિધિ કરવામાં આવી હતી. તેમની આંખ પર પાટા બાંધી દેવામાં આવ્યા હતા. કેમ કે લોકવાયકામાં એવુ કહેવામાં આવે છે કે રથયાત્રાના ૧૫ દિવસ પહેલા ભગવાન પોતાના મામાને ત્યા જાય છે. અને ત્યા વિવિધ પ્રકારની મિઠાઈઅને મિષ્ઠાન ખાય છે. તેથી તેમને આંખ આવી જાય છે. તેથી આજે અમદાવાદ ખાતે જગન્નાથ મંદિરે ભગવાનની આંખ બંધ કરી દેવામાં આવી હતી.
મંદિરમાં આજે ભંડારો યોજવામાં યોજાયો હતો. જેમાં કાળી રોટી અને સંફેદ દાળ બનાવામાં આવી હતી. અને શાકભાજીમાં ૫-૫ હજાર કિલોના બટાકા અને ચણાનું શાક તૈયાર થશે. દૂધપાક ૧૦ હજાર લીટર દૂધ બનાવામાં આવશે. ૧૦ હજાર લીટર કઢી બનાવામાં આવશે. ૩ હજાર કિલો માલપુવા, ૧ હજાર કિલોના લોટની પૂરી બનાવામાં આવશે. ૩ હજાર કિલો ભજીયા તૈયાર કરવામાં આવશે., તેથી સાથે આજે ૨૦ હજાર કરતા વધારે સંતો અને હરિભક્તો પ્રસાદનો લાભ લેશે
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
