ભાજપ સાથે ભળેલા છે ગુજરાત કોંગ્રેસનાં કેટલાક નેતાઓ : રાહુલ ગાંધીનો અમદાવાદમાં સનસનીખેજ ધડાકોઃ ૩૦-૪૦ લોકોને તગેડી મુકવા પડશેઃ રાહુલે ગુજરાત કોંગ્રેસને ઉઘાડી પાડી : જયાં સુધી આવા ‘‘મીલી ભગત'' નેતાઓને ઠેકાણે નહિ પાડીએ ત્યાં સુધી પ્રજા આપણા પર વિશ્વાસ નહિ કરેઃ કોંગ્રેસમાં ‘‘બબ્બર'' શેર છે પણ આ શેરની પાછળ ચેઇન લાગેલી છે, બાંધી દીધેલા છે2:54 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાંસી - બોરસી ખાતે ‘લખપતિ દીદી' ઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી : વડાપ્રધાન મોદીના હસ્તે રાજ્યની ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય અર્પણ : પ્રયાગરાજના પવિત્ર મહાકુંભમાં મા ગંગાના આશીર્વાદ મળ્યા અને હવે નવસારીમાં માતૃશક્તિના મહાકુંભમાં લાખો લખપતિ દીદીઓના આશીર્વાદ પ્રાપ્ત થયા - વડાપ્રધાન મોદી : અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું વડાપ્રધાન મોદી દ્વારા લોન્ચિંગ : વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં નારીશક્તિના સામર્થ્ય આધારિત વિકાસનો નવો યુગ શરૂ થયો છે - મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ5:03 PM IST
'નફરત ફેલાવવા માટે પાકિસ્તાન શબ્દનો ઉપયોગ',દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાને કોર્ટે મોટો ઝટકો આપ્યો : દિલ્હીની રેખા ગુપ્તા સરકારના મંત્રી અને બીજેપી નેતા કપિલ મિશ્રાને 'નફરતભર્યા ભાષણ' સાથે જોડાયેલા એક કેસમાં કોર્ટે આંચકો આપ્યો : ભાજપ નેતાએ આપેલી વહેલી પુનઃવિચારણા માટેની અરજી પણ કોર્ટે ફગાવી10:53 PM IST
ઓસ્ટ્રેલિયા : ચક્રવાત આલ્ફ્રેડનું લેન્ડફોલ: ૧૦૭ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો:એકનું મોત, ૧૩ ઘાયલને ઇજા: ૩ લાખથી વધુ ઘરોમાં અંધારપટ : ક્વીન્સલેન્ડ અને ન્યુ સાઉથ વેલ્સ (NSW) માં ભારે વિનાશ વેર્યો:વૃક્ષોના પડવાના કારણે અનેક રસ્તાઓ બંધ: લિસ્મોરમાં રાહત કાર્ય માટે જઈ રહેલા 13 સૈનિકો માર્ગ અકસ્માતમાં ઘાયલ10:15 PM IST
શું AMUમાં હોળી રમવાની પરવાનગી અપાઈ છે ?: રાજકીય ગરમાવો બાદ યુનિવર્સિટી પ્રશાસને અંતિમ નિર્ણય જાહેર કર્યો : પહેલીવાર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના હિંદુ વિદ્યાર્થીઓ NRSC હોલમાં 13-14 માર્ચે હોળીની ઉજવણી કરશે:અગાઉ, 9 માર્ચ માટે પરવાનગી માંગવામાં આવી હતી, જેને વહીવટીતંત્રે નકારી કાઢી હતી.10:02 PM IST
છત્તીસગઢ ;મસ્જિદોએ કમાણીનો હિસાબ આપવો પડશે :, વકફ બોર્ડે જારી કર્યો આદેશ: ઓડિટ ન થવા પર જેલ થશે : વક્ફ બોર્ડે આ આદેશ જારી કર્યો છે. રાજ્યમાં 1800થી વધુ નાની-મોટી મસ્જિદો આવેલી છે. મોટી મસ્જિદોમાં, એક વર્ષમાં માસિક કમાણી રૂ. 1.5 લાખથી રૂ. 15 થી 20 લાખ સુધીની હોય છે. જો કોઈ વ્યક્તિ ઓડિટ નહીં કરાવે તો તેને જેલમાં જવું પડી શકે 8:19 PM IST
માર્ચના મધ્ય સુધીમાં ભાજપને નવા પક્ષ અધ્યક્ષ મળશે : કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે પાર્ટીના રાજ્ય એકમો પોતપોતાની ચૂંટણીઓ પૂર્ણ કર્યા પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થશે: દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ અને અનેક રાજ્ય એકમોમાં બાકી રહેલી ચૂંટણીઓને કારણે નવા પ્રમુખની પસંદગીમાં વિલંબ થયો છે 7:41 PM IST
પ્રયાગરાજમાં બડે હનુમાન મંદિર કોરિડોરના ફેઝ-2 માં ગર્ભગૃહ, શિખર અને મંડપ બનાવવામાં આવશે:હોળી પછી બાંધકામ શરૂ થશે : પ્રથમ તબક્કામાં, મંદિરની ફરતે ઊંચી સીમા દિવાલ બનાવવામાં આવી છે અને પ્રવેશદ્વારની સાથે દિવાલો પર આકર્ષક ચિત્રો બનાવવામાં આવ્યા: બીજા તબક્કામાં મંડપ, શિખર અને ગર્ભગૃહનું નવીનીકરણ કરવામાં આવશે6:51 PM IST
ઓસ્ટ્રેલિયા:પાંચ મહિલાઓ પર જાતીય હુમલો કરવાના આરોપમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના ભૂતપૂર્વ વડાને 40 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી : 2018 માં તેમની ધરપકડ પહેલા, ધનખર ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયમાં જાણીતા હતા:તેમણે ભારતીય જનતા પાર્ટીના સેટેલાઇટ જૂથની સ્થાપના કરી હતી અને હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તા તરીકે સેવા આપી હતી6:33 PM IST
ચેસ પ્લેયરથી લઈને સ્પેસ સાયન્ટિસ્ટ... આ મહિલાઓએ મહિલા દિવસ પર પીએમ મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સંભાળ્યું : ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવનાર મહિલાઓએ પીએમ મોદીનું સોશિયલ મીડિયા હેન્ડલ સંભાળ્યું:ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર વૈશાલી અને વૈજ્ઞાનિક અલીના મિશ્રા અને શિલ્પી સોનીનો સમાવેશ1:56 PM IST
કોંગ્રેસમાં નેતાઓની કમી નથી, ઘણા સિંહ છે, પણ બાંધેલા છે, રાહુલગાંધીએ પાર્ટીને અરીસો બતાવ્યો : જુઓ વિડિઓ : રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનોમાં ઘણા ભાગલા છે. તેમણે કહ્યું કે 'કોઈ વ્યક્તિ જનતાના જાહેર મુદ્દાઓ માટે અવાજ ઉઠાવે છે, તેના હૃદયમાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે. બીજું જૂથ જનતાને માન આપતું નથી. તેના લોકો ભાજપ સાથે જોડાયેલા છે2:13 PM IST
કર્ણાટકમાં હેવાનિયત :ઇઝરાયેલી પ્રવાસી અને હોમસ્ટેના માલિક સાથે સામૂહિક બળાત્કાર :સાથીદારની હત્યા : કર્ણાટકમાં ત્રણ પુરુષોએ બે મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કર્યો: 27 વર્ષીય ઈઝરાયેલ પ્રવાસી અને હોમસ્ટે ઓપરેટર ત્રણ પ્રવાસીઓ સાથે ટેક હબ કોપ્પલમાં નહેરના શાંત કિનારે તારાઓને જોઈ રહી હતી ત્યારે હેવાનિયત આચરી .1:25 PM IST
સીમાંકન સામે વિપક્ષને એક કરવા એમકે સ્ટાલિનની કવાયત : ભાજપના મુખ્યમંત્રીએ પણ બેઠક બોલાવી : તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મમતા બેનર્જી, ભગવંત માન અને મોહન ચંદ્ર માઝી સહિત સાત રાજ્યોના મુખ્યમંત્રીઓને કેન્દ્ર દ્વારા પ્રસ્તાવિત સીમાંકન કવાયત સામે રાજકીય પક્ષોની સંયુક્ત કાર્યવાહી સમિતિમાં જોડાવા હાકલ કરી 9:30 PM IST
'રશિયા-યુક્રેન વાત કરો ...નહીંતર ઘણું મોડું થઈ જશે...', ઝેલેન્સકી સાથે ઝઘડા બાદ ટ્રમ્પે પુતિનને ધમકી આપી : તેમણે કહ્યું કે જ્યાં સુધી યુદ્ધવિરામ અને શાંતિ કરાર ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધો અમલમાં રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેનને તાત્કાલિક વાતચીત માટે અપીલ કરી, નહીં તો પરિણામો ગંભીર આવી શકે છે.10:25 PM IST
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીની વાપસી :માર્ચમાં ઠંડા પવનોએ ઠંડી કેમ વધારી? જાણો હવામાનની લેટેસ્ટ અપડેટ : માર્ચમાં ઠંડીનું સૌથી મોટું કારણ હિમાલયના પ્રદેશોમાં તાજી હિમવર્ષા :જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ:ઠંડા ઉત્તર-પશ્ચિમી પવનો સીધા મેદાનો તરફ ફૂંકાઈ રહ્યા11:18 PM IST
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલ જેલમાંથી મુક્ત: કોર્ટે જેલની બહાર કેસ લડવાની મંજૂરી આપી : દક્ષિણ કોરિયાના સિઓલની એક કોર્ટેવારે મહાભિયોગગ્રસ્ત રાષ્ટ્રપતિ યૂન સુક-યોલને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો:કોર્ટે કહ્યું કે તેમની ધરપકડ માટેનો કાનૂની સમયગાળો પૂરો થઈ ગયો અને હવે કસ્ટડી વિના ટ્રાયલનો સામનો કરવાની મંજૂરી આપશે 12:16 AM IST
અયોધ્યા એક્સપ્રેસમાં બોમ્બની ધમકી :ચારબાગ પહેલાં ટ્રેનને ઉડાવી દેવામાં આવશે: સુરક્ષા એજન્સી હાઇ એલર્ટ : દિલ્હી જતી અયોધ્યા એક્સપ્રેસમાં બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર:બારાબંકીથી લખનૌ સુધી 'હાઈ એલર્ટ' જારી : ગુપ્તચર એજન્સીઓ પણ સક્રિય:રેલ્વે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવાઈ 12:39 AM IST
રાજીવ ગાંધીના બે વખત નિષ્ફળ જવાના નિવેદન પર મણિશંકરે ભાજપ પર પલટવાર કર્યો : કહ્યું - વધુ 10 સેકન્ડ સાંભળવું જોઈએ : પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના શૈક્ષણિક રેકોર્ડ પર મણિશંકર ઐયરની ટિપ્પણી પરનો વિવાદ વધુ ઘેરો બન્યો :ભાજપના જવાબમાં, ઐયરે કહ્યું કે તેમનો આખો ઇન્ટરવ્યુ બે કલાક અને 23 મિનિટનો હતો જેમાં તેમણે રાજીવ ગાંધીને વધુ સારા વડા પ્રધાન તરીકે પણ વર્ણવ્યા હતા.12:48 AM IST
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ:શાંતા રંગાને સુષ્મા સ્વરાજ એવોર્ડ અપાશે :50 થી વધુ મહિલાઓનું સન્માન કરાશે :જાણો કોને કયો એવોર્ડ મળશે? : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, હરિયાણા સરકાર મહિલાઓના સંઘર્ષ, સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનનું સન્માન કરશે. કરનાલના શાંતા રંગાને શ્રીમતી સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 12:56 AM IST
JDU નેતા નીરજ કુમાર લોરેન્સના નામે ધમકી આપે છે : સાંસદ પપ્પુ યાદવે મોટો દાવો કર્યો : પપ્પુ યાદવે કહ્યું કે બિહારમાં, શાસક પક્ષ અને વિપક્ષ બંને મળીને 2025 ની ચૂંટણીની તૈયારીમાં લોકોને લૂંટવામાં વ્યસ્ત:તેઓ ૧૦ માર્ચે લોકસભામાં સિંગલાની તપાસ માટે બોલશે. તેમણે તપાસ માટે વડા પ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો .12:58 AM IST
અકિલા સોશ્યિલ મીડિયામહિલા દિવસની પુર્વ સંધ્યાએ મહિલાએ કર્યુ મહાદાન : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૦મું અંગદાન : સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૮૦ અંગદાન થકી ૫૬૯ જરુરિયાતમંદોને નવજીવન: પત્ની બબલીદેવીએ બ્રેઇન ડેડ પતિ મોહનલાલના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો: હ્યદય,એક લીવર, બંને કીડની મળી કુલ ચાર અંગોનું દાન મળ્યું: અંગદાનમાં મળેલ હ્રદયને ગ્રીન કોરીડોર દ્રારા અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમા ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડવા આવ્યું1:08 PM IST
તિલકવાડા તાલુકાના નમારીયા ગામમાં મહિલા ની છેડતી કરી ધમકી આપનાર પાડોસી વિરુદ્ધ ગુનો દાખલ : તારા ભાયડાથી કંઇ થતું નથી, તારા ભાઈને પણ બોલાવ મને કોઈનો ડર લાગતો નથી, પોલીસ કેસ કરવો હોય તો પણ કરી દેજે તેવી ધમકી આપી:સામા પક્ષે ફરિયાદ કરતા પોલીસે ક્રોસ ફરિયાદમાં કુલ સાત વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો10:40 PM IST
સાળંગપુરમાં ઉજવાશે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ: 7 પ્રકારના 51 હજાર કિલો રંગ ઉદયપુરથી મંગાવ્યા: 11 દેશના ભક્તો ઉમટશે : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રંગોત્સવ પ્રસંગે દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરાશે: સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે1:40 PM IST
આવતા અઠવાડીયે સિઝનનો પ્રથમ હિટવેવઃ અશોકભાઇ પટેલ : આકરા તાપ, ગરમી માટે તૈયાર રહેજો આજે-કાલે પારો ૩૯ થી ૪૦ વચ્ચે, તા.૧૦ થી ૧૨ માર્ચ ૩૯ થી ૪૨ ડીગ્રી વચ્ચે રહેશે, તા.૧૩, ૧૪ના ગરમીમાં આંશિક રાહત જોવા મળે, તાપમાનની રેન્જ ૩૭ થી ૪૦ ડીગ્રી વચ્ચે રહેવાની શક્યતાઃ સોમ, મંગળ, બુધ તાપ, ગરમીનો અહેસાસ વધુ થશે3:24 PM IST
પોલીસની જાગૃતિથી અમદાવાદમાં કોમી દાવાનળ પ્રગટતા અટકી ગયું : અમદાવાદની તાસીરથી સુપરિચિત પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા રમઝાન માસ સંદર્ભે સાવધાનીના સૂર છેડેલા : લાઈક મેળવવાની લહાયમાં Instragram પર વિપરીત ચિત્ર રજૂ થયાનું પીએસઆઈ અશ્વિન ગંધાનાં ધ્યાને આવતા જ એસીપી પ્રદીપસિંહ જાડેજાએ આખો મામલો હાથ પર લીધેલઃ પીઆઇ પી.બી. ઝાલા અને હેડકોન્સ્ટેબલ જગદીશસિંહ દ્વારા આરોપીની તાકીદે ધરપકડ કરી લીધેલ2:01 PM IST
હત્યાના ગુનામાં વચગાળાના જામીન પર છુટી ફરી ગુના આચર્યા હતાં: શહેર ક્રાઇમ બ્રાંચે દબોચ્યા : હત્યા, લાખોની એટીએમ ચોરીમાં સામેલ બે બહુનામધારી શખ્સ હનુમાન મઢી નજીકથી પિસ્તોલ સાથે પકડાયા : ક્રાઇમ બ્રાંચના રણજીતસિંહ, સંજયભાઇ, રામશીભાઇની બાતમી પરથી હનુમાન મઢી નજીક રંગઉપવનના ગેઇટ પાસેથી બંનેને પકડી લેવાયાઃ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએઅસાઇ એમ. કે. મોવલીયાની ટીમની કામગીરી : બનાસકાંઠાના ૨૦૨૩ના ચકચારી મફાભાઇ મર્ડર કેસમાં, ભરૂચના ૩.૫૨ લાખની એટીએમ ચોરી, મહારાષ્ટ્રની ૨૬.૨૩ લાખની એટીએમ ચોરીના ગુનાઓમાં ફરાર હતાં : લીંબડીનો ધર્મેશ ઉર્ફ કાળુ ઉર્ફ સૂર્યા ઉર્ફ સૂરજ ઉર્ફ દેવો ઉર્ફ દેવેન્દ્ર જેજરીયા અને મહારાષ્ટનો સમાધાન ઉર્ફ અધિકાર ઉર્ફ જીગર ગીરાસ મજૂરી શોધવા રાજકોટ આવ્યા ને પકડાયાઃ ધમાએ મર્ડર કર્યુ હોઇ હુમલાનો ભય હોવાથી હથીયાર સાથે રાખતો હતો3:36 PM IST
રાજકોટ શહેર-જીલ્લાની ૭૦ હજાર કેસોની મેગા લોક અદાલત યોજાઇ : અકસ્માત કેસોમાં કરોડોની રકમના એવોર્ડ મંજુર : લેણાના કેસોમાં પણ લાખો રકમની રીકવરીઃ ઇ-મેમાના કેસોમાં મોટી રકમની વસુલાતઃ રાજકોટ ઉપરાંત જીલ્લાના દરેક તાલુકા સ્થળોએ લોક અદાલત દ્વારા ઝડપી ન્યાય આપી કેસોનો નિકાલ કરાયોઃ બપોર સુધીમાં ૩પ ટકાથી વધુ કેસો ફેંસલ કરાયા4:14 PM IST
માલિયાસણ બ્રીજ પાસે ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતાં મોરબી રોડના રસિકભાઇ મોલીયાનું મોતઃ વતન ખેરડી જતા હતાં : ૫૦ વર્ષિય પ્રોૈઢ મોરબી રોડના ઘરેથી ખેરડી વાડીએ જવા નીકળ્યા ત્યારે માલિયાસણ બાયપાસ નજીક ગેસના બાટલા ભરેલા ટ્રકની ઠોકરે ચડયા બાદ વ્હીલ માથે ફરી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું: ચાલક ટ્રક મુકી ભાગી ગયોઃ પરિવારમાં કલ્પાંત3:35 PM IST
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જૂનાગઢ જિલ્લાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે વિવિધ સેવાકીય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સૈનિક સ્કૂલ શાળા બિલ્ડીંગનું લોકાર્પણ અને પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરાયું :બ્રહ્માનંદ ધામમાં શ્રી મુક્તાનંદ બાપુના માર્ગદર્શનમાં શિક્ષણ સહિત સેવાના અનેક કાર્યો વર્ષોથી ચાલી રહ્યા છે: નવા પ્રકલ્પોથી સેવા યજ્ઞમાં વધારો થયો: મુક્તાનંદ બાપુએ મહાકુંભમાં પણ સેવા કાર્યો કર્યા: વર્ષોથી દેશના જે પેન્ડિંગ પ્રશ્નો હતા તેનું નિરાકરણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવ્યું: અમિતભાઇ શાહ8:05 PM IST
ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે મોટી કાર્યવાહી રેગીંગ કરનાર 4 વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયા : ચાર વિદ્યાર્થીઓ નરેન ચૌધરી, મન પટેલ, પિયુષ ચૌહાણ અને મિલન કાકલોતરને એન્ટી રેગિંગ કમિટીએ સસ્પેન્ડ કરવા સાથે ઇન્ટર્નશિપ કમ્પ્લીશન સર્ટિફિકેટ તેમજ કોલેજના અન્ય સર્ટિફિકેટ પણ નહીં આપવા નિર્ણય કર્યો 6:44 PM IST
દ્વારકા જીલ્લામાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે બઢતી 11:44 AM IST
ભગવાન શ્રી દ્વારકાધીશ સંગ હોળી રમવા જતા પદયાત્રિક ભક્તજનો : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સેવા કેમ્પની મુલાકાત લેતા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી તેમના બેગ પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી, પદયાત્રીઓને સુરક્ષિત રહેવા જરૂરી માર્ગદર્શન આપ્યું11:52 AM IST
ધ્રોલ-જોડીયા વિસ્તારમાં રેતી ભરેલ ૧૩ ટ્રકો પકડાયા 12:53 PM IST
જુનાગઢ ભાજપ પ્રમુખનું સન્માન1:32 PM IST
ભગવાન શ્રી દ્વારકાધીશ સંગ હોળી રમવા જતા ભક્તજનો : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સેવા કેમ્પની મુલાકાત લેતા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય : પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી તેમના બેગ પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી, પદયાત્રીઓને સુરક્ષિત રહેવા જરૂરી માર્ગદર્શન આપ્યું9:39 AM IST
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફૂલડોલ ઉત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ : પદયાત્રીઓ માટે તૈયાર કરાયેલ વિવિધ સેવા કેમ્પની મુલાકાત લેતા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ તથા આગેવાનો દ્વારા કરવામાં આવતી સેવાઓને બિરદાવી11:52 AM IST
રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખનું સન્માન1:35 PM IST
જામનગરઃ જિલ્લા ભાજપ પ્રમુખની વરણી1:51 PM IST






















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી














































































































































































