News of Friday, 5th July 2024
ધારીખેડાથી કુમસગામ જવાના રસ્તા પર દિપડો દેખાતા આસપાસના ગ્રામજનોમાં ભય
જિલ્લાના તિલકવાડા અને નાંદોદ તાલુકામાં સૌથી વધુ દીપડા ફરતા જોવા મળે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકામાં સૌથી વધુ દીપડા નજરે પડે છે જેમાં ભૂતકાળમાં અનેકવાર મૂંગા પશુઓને આ દીપડાઓ એ શિકાર બનાવ્યા છે અને હજુ પણ આ સીલસીલો ચાલુ છે. ગત રાત્રે ધારીખેડા ગામથી કુમસ ગામ જવાના માર્ગ ઉપર એક દીપડો દેખાતા આસપાસના ગામોમાં રહેતા લોકોમાં ભય જોવા મળ્યો છે.
મળતી માહિતી અનુસાર નાંદોદ તાલુકાના ધારીખેડાથી કુમસગામ જવાના રસ્તા પર દિપડો દેખાતા લોકોએ આ નજારો જોયો અને કેટલાકે આ નજારો પોતના મોબાઈલ માં કેદ કર્યો ત્યારબાદ આ મોબાઈલ રેકોર્ડિંગ સ્થાનિક ગ્રુપો માં ફરતા આસપાસના ગામોમાં રહેતા અનેક લોકો એ આ બાબત જાણતા લોકો દીપડાને લઈ ચિંતિત જોવા મળ્યા હતાં. અને વન વિભાગ આ માટે યોગ્ય કાર્યવાહી ક
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
