તા. ૧૩ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૨ બુધવાર
News of Saturday, 6th July 2024
જાહેરનામું લાગુ : રાજપીપળાથી ડેડીયાપાડા જતા આવતા વાહનો માટે અમુક રૂટ બંધ કરી ડાયવર્ઝન અપાયું
મોવી-ડેડીયાપાડા રોડ પર નાળાની સ્થિતિ ખરાબ હોવાના કારણે મોટા અકસ્માત થવાની શકયતાઓ હોવાથી તંત્ર દ્વારા લાગુ કર્યું જાહેરનામું:આ જાહેરનામાની અમલવારી તારીખ ૪ જુલાઈ થી ૩૦ સપ્ટેમ્બર સુધી કરવાની રહેશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં હાલમાં પડી રહેલા ભારે વરસાદ અને કેટલીક ઠેકાણે નદી નાળાની સ્થિતિ જોઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા દ્વારા કેટલાક રૂટ બંધ કરી રસ્તો ડાયવર્ટ કરતુ જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને મોવી-ડેડીયાપાડા રોડ પર નાળા ની સ્થિતિ ખરાબ હોવાના કારણે મોટા અકસ્માત થવાની શકયતાઓ હોવાથી જાહેરનામું લાગુ કરાયું છે.
જાહેરનામા મુજબ મોવી-દેડીયાપાડા રોડના રીપેરીંગના કામે આ ૨૨સ્તો વાહન વ્યવહાર માટે તા. ૦૪/૦૭/ ૨૦૨૪ થી તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી બંધ કરી આ ૨સ્તા પ૨નો વાહન વ્યવહા૨ નીચે ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
જેમાં દેડીયાપાડાથી રાજપીપળા તરફ જતાં વાહનો દેડીયાપાડા-નિવાલ્દા-નીંગટ-કોઇલીવાવ-સીગલવાણ- જામ્બાર-મોસકુવા-થપાવી-સૈજપુર-બેડાકંપની સણકોઈ-ચંદ્રવાણ થઈ નેત્રંગ થઈ કાંટીપાડા- કોચબાર-કરાઠા-મોવી થઈ રાજપીપળા તરફ જઈ શકશે.
જ્યારે રાજપીપળાથી દેડીયાપાડા તરફ જતાં વાહનો મોવીથી કરાઠા-કોચબા૨-કાંટીપાડા-નેત્રંગ થઈ ચંદ્રવાણ-સણકોઈ-બેડાકંપની-સૈજપુર-થપાવી-મોસકુવા-જામ્બા૨-સીગલવાણ-કોઈલીવાવ-નીંગટ- નીવાલ્દા થઈ દેડીયાપાડા તરફ જઈ શકશે. આ જાહેરનામાનો ભંગ ક૨ના૨ વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ ક૨વા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીઓને અધિકૃત ક૨વામાં આવ્યા છે
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
