તા. ૧૩ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૨ બુધવાર
ગુનાની સજા ઘર તોડીને આપી ન શકાય : સુપ્રિમ : અધિકારીઓ ન્યાયધીશ ન બને : સરકારી સત્તાનો દુરૂપયોગ થવો ન જોઇએ : ગુનામાં આરોપી બનવું અથવા દોષિત ઠરવું એ ઘર તોડી પાડવાનો આધાર ન હોઇ શકે : ટ્રાયલ વિના ઘર તોડીને કોઇને સજા થઇ ન શકે : વહીવટીતંત્ર મનસ્વી રીતે મકાનો તોડી નાખે તો તેના માટે અધિકારીઓ જવાબદાર ગણાશે : બુલડોઝર એકશન સામે કોર્ટે અપનાવ્યું આકરૂ વલણ : જારી કરી ગાઇડલાઇન્સ2:58 PM IST
'કોંગ્રેસના ઈરાદા ખૂબ જ ખતરનાક: રાજકુમારના પિતાએ અનામતને ગુલામી ગણાવી હતી': પીએમ મોદીના પ્રહાર : પીએમએ દેવઘરમાં કહ્યું, 'કોંગ્રેસ લોકોને નાની જાતિમાં વહેંચવા માંગે છે અને સમાજને વિખેરી નાખવા માંગે છે. જે દિવસે આવું થશે, કોંગ્રેસ અનામત ખતમ કરી દેશે. તેથી જ હું તમને જગાડવા આવ્યો છું. હું તમને ચેતવણી આપવા આવ્યો છું.8:26 PM IST
કોઈએ કહ્યું મોઢા પર લપડાક તો કોઈએ કહ્યું- ગેરેજમાં બુલડોઝર ઊભું રહેશે:સુપ્રીમકોર્ટના નિર્ણય પર દિગજ્જ નેતાઓની પ્રતિક્રિયા : કોંગ્રેસથી લઈને અખિલેશ-ચંદ્રશેખરે શું કહ્યું? બુલડોઝર જસ્ટિસ પર સુપ્રીમ કોર્ટઃ બુલડોઝર જસ્ટિસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિરોધ પક્ષોએ ભાજપ પર પ્રહારો કર્યા :આ સરકારને અરીસો બતાવવા જેવું થયું 7:04 PM IST
ભારતીય શેર બજારના આજે ફરી ધમાલ મચી : સેન્સેક્સમા 8000 પોઈન્ટનો ઘટાડો : નિફ્ટી તેના સર્વકાલીન ઉચ્ચતમ 10 ટકાથી નીચે આવી ગયો :રોકાણકારોને 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન : આજે સૌથી વધુ વધારો PSU સ્ટોક NTPCમાં જોવા મળ્યો જે 0.28% વધીને રૂ. 381.35 પર બંધ થયો : ટાટા મોટર્સનો શેર 0.18% વધીને 786.25 ના સ્તરે બંધ થયો, જ્યારેHUL0.15% નો ઉછાળો નોંધાયો4:33 PM IST
કેન્દ્ર સરકાર એમ્પ્લોયી પ્રોવિડેન્ટ ફંડ (EPF) અંતર્ગત લઘુત્તમ વેતન મર્યાદાને વધારવા અંગે ટૂંક સમયમાં નિણૅય થવાની શક્યતા : દેશના કરોડો PF ખાતા ધારકોને મોટો લાભ થશે : અત્યાર સુધી EPFOમાં રૂપિયા 15,000 બેસિક સેલરી પ્રમાણે પેન્શન ડિડક્શન ઍટલે કે પેન્શનની રકમ કાપવામાં આવે છે જે વધારીને રૂપિયા 21,000 કરવામાં આવે તેવી શક્યતા કર્મચારીઓ ભવિષ્ય માટે વધુ ભંડોળ એકત્રિત કરી શકશે4:30 PM IST
ક્રેડિટ કાર્ડના બિલમાં ડિફોલ્ટરો વધ્યા : નવા કાર્ડ ઈશ્યૂ કરવામાં બ્રેક : ક્રેડિટ કાર્ડ એક પ્રકારની અનસિકયોર્ડ લોન છે અને તેને ભરવામાં ઘણા લોકો ડિફોલ્ટ થઈ રહ્યા છે : નવા કાર્ડ ઈશ્યૂ કરવાનું પ્રમાણ ૬૪ ટકા કરતા પણ વધારે ઘટી ગયું : અત્યારે દેશમાં કુલ ૧૦.૬ કરોડ ક્રેડિટ કાર્ડ છે. યુવા પેઢીમાં ડિફોલ્ટનું પ્રમાણ વધારે : ઓગસ્ટ મહિનામાં ૯.૨૦ લાખ ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ થયા હતાઃ જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ૬.૨૦ લાખ ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરાયા હતાઃ એટલે કે એક મહિનામાં સીધો ત્રણ લાખનો ઘટાડો થયો હતો4:03 PM IST
મજબૂત માંગ ઓછા પુરવઠાને કારણે ઘઉંના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા, લોટના ભાવ પર શું અસર થશે? : વેપારી નિષ્ણાતો કહે છે કે બજારમાં ઘઉંનો પુરવઠો મર્યાદિત છે અને સ્ટોકિસ્ટો ઓછા ભાવે ઘઉં છોડવા તૈયાર નથી. જો સરકાર સ્ટોક બહાર પાડવાનું શરૂ કરશે, તો પુરવઠામાં સુધારો થશે અને ભાવમાં ઘટાડો થશે, જેમ કે ગયા વર્ષે થયું હતું2:51 PM IST
સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો:જાણો ક્યાં સ્થાને આ નિર્ણયની અમલવારી થશે નહીં !? : સુપ્રીમકોર્ટે કહ્યું કે કોઈનું ઘર મનસ્વી રીતે તોડી શકાય નહીં. માત્ર આરોપી હોવાના કારણે કોઈનું ઘર તોડી ન શકાય. સુપ્રીમ કોર્ટનો આ આદેશ કોઈ એક રાજ્ય માટે નથી, પરંતુ સમગ્ર દેશ માટે છે. જો કે, કોર્ટે એ પણ જણાવ્યું છે કે તેનો નિર્ણય ક્યાં લાગુ થશે નહીં.12:12 PM IST
હવે ગેરકાયદે બાંધકામો પર કેવી રીતે ચલાવી શકાશે બુલડોઝર ?જાણો સુપ્રીમ કોર્ટની પાંચ મોટી ગાઈડલાઈન : કોર્ટે કહ્યું છે કે અધિકારીઓ જજ ન બની શકે. :સુપ્રીમ કોર્ટેની માર્ગદર્શિકા મુજબ ઘર તોડતા પહેલા 15 દિવસની નોટિસ આપવી પડશે. નોટિસમાં જણાવવાનું રહેશે કે ઘર કેવી રીતે ગેરકાયદેસર છે., નોટિસની જાણકારી ડીએમને આપવી પડશે : રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલવી પડશે નોટીસ 12:00 PM IST
મહારાષ્ટ્ર ચૂંટણીના છેલ્લા તબક્કામાં કોંગ્રેસ તમામ તાકાત લગાવશે: 5 દિવસમાં દિગ્ગજોના 75 કાર્યક્રમોની તૈયારી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ 75 રેલી-રોડ શો યોજવા આયોજન : ચિન પાયલટ અને ઈમરાન પ્રતાપગઢીની મહારાષ્ટ્રમાં સૌથી વધુ માંગ :દરેક ઘરે ગેરંટી કાર્ડ પહોંચાડવાનો પ્રસ્તાવ 11:46 AM IST
૧૦ બાળકોના પિતાએ પોતાનાથી ૨૦ વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા : કોર્ટે ફટકાર્યો ૧ લાખનો દંડ : એક મુસ્લિમ પ્રેમી યુગલે પોતાની સુરક્ષાને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી : અરજી દાખલ કરનાર વ્યક્તિ ૧૦ બાળકોનો પિતા છે : તેણે તેના કરતા ૨૦ વર્ષ નાની છોકરી સાથે બીજા લગ્ન કર્યા હતા : હાઈકોર્ટમાં રક્ષણ માંગ્યું અને ન્યાયાધીશે દંડ ફટકાર્યો12:02 PM IST
વડાપ્રધાન મોદી 3 દેશની મુલાકાતે: 16-21 નવેમ્બર વચ્ચે નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાના જશે : નાઈજીરીયામાં ભારતીય સમુદાયના સંમેલનને પણ સંબોધિત કરશે:બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા દ્વારા આયોજિત G20 સમિટમાં ભાગ લેશે: દરમિયાન પીએમ મોદી ગયાનાની સંસદને સંબોધિત કરશે:વડા પ્રધાન ગયાનાના જ્યોર્જટાઉનમાં બીજા CARICOM-ભારત સમિટમાં પણ ભાગ લેશે અને CARICOM સભ્ય દેશોના નેતાઓને મળશે10:18 PM IST
'આઘાડી મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચારની સૌથી મોટી ખેલાડી :વિકાસને રોકવામાં પીએચડી : પીએમના આકરા પ્રહાર : પીએમ મોદીએ ચિમુરમાં જાહેર સભાને સંબોધતા વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી પર આકરા પ્રહારો કર્યા:તેમણે આઘાડીને ભ્રષ્ટાચારની સૌથી મોટી ખેલાડી ગણાવી: કહ્યું કે કોંગ્રેસે વિકાસમાં અડચણ ઊભી કરીને બેવડી પીએચડી કરી 10:35 PM IST
મંત્રી કૃષ્ણ ગૌરના પુત્ર પાસેથી 3.20 લાખ રૂપિયાની સાયબર ફ્રોડ :કોન્ટ્રાક્ટ અપાવાના નામે ફસાવાયો : રાજ્યના પછાત વર્ગ અને લઘુમતી વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કૃષ્ણ ગૌરનો પુત્ર આકાશ ગૌર ભોપાલમાં સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો:મહિન્દ્રા કંપની પાસેથી લેબર સપ્લાય કોન્ટ્રાક્ટ અપાવવાના નામે છેતરપિંડી કરનારે રૂ. 3.20 લાખ લીધા 12:44 AM IST

મોંઘી રે મોંઘી….

વિરોધ પ્રદર્શન…

ચૂંટણી સભા….

પ્રવાસીઓની મોજ….
અકિલા સોશ્યિલ મીડિયાનર્મદા જિલ્લા જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા પાકા કામના બંદિવાને સજા પૂર્ણ કરતા મુક્ત કરાયા : નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે સજા મુક્ત થયેલા સોમાભાઈને શ્રીમદ ભગવદ ગીતા આપી સ્વસ્થ જીવન જીવવાની શુભેચ્છા પાઠવી: જેલવાસના સમયગાળા દરમિયાન સોમાભાઈ એ કરેલી કામગીરીના વળતર પેટે કુલ રૂપિયા 1.50 લાખની રકમ તેમને ચૂકવવામાં આવી12:22 AM IST
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટનાને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને કડક કાર્યવાહી કરવા સૂચના આપી : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ દુ:ખદ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે: આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી:ખ્યાતિ હોસ્પિટલને PMJAY–મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેક લિસ્ટ કરાઇ:રાજ્યમાં PMJAY–મા યોજના અંતર્ગત કરાતી કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરીના વ્યવસ્થાપનના સુદ્રઢીકરણ માટેની SOP ટૂંક સમયમાં જાહેર કરાશે: ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલ ડૉક્ટર રાજ્યની અન્ય હોસ્પિટલમાં પણ કામ કરી શકશે નહીં6:51 PM IST
જળ, જમીન અને જંગલના રક્ષણ માટે બલિદાનઆપનાર આદિવાસી વીરપુરૂષ ; ભગવાન બિરસા મુંડા : ગુજરાતમાં ભગવાન બિરસા મુંડાની યાદમાં ‘બિરસા મુંડા ભવન’ અને ‘બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી’ કાર્યરત : બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીમા મુખ્યત્વે સ્કૂલ ઓફ સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણ પ્રવાહ કાર્યરત : વિશિષ્ટ તાલીમ અને પ્રોગ્રામ અંતર્ગત આદિજાતિ વિસ્તારના ૧,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને રોજગારલક્ષી તાલીમ અપાઈ : ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૪૧૧ જેટલા વિદ્યાર્થીઓનો સ્નાતક કક્ષાની વિદ્યાશાખામાં અભ્યાસ ચાલુ : અત્યાર સુધીમાં યુનિવર્સિટીના વિકાસ માટે અંદાજે રૂ. ૨૧૭ કરોડનો ખર્ચ કરાયો4:17 PM IST
સુરતમાં ઝડપાયેલ ઇન્ટરનેશનલ ગેંગ દેશભરમાં ૮૬૬ થી વધુ ગુન્હામાં સંડોવાયેલ હોવાનો ધડાકો : અલગ અલગ રાજ્યોમાં ૨૦૦ થી વધુ એફઆઇઆર : સૌરાષ્ટ્ર કનેક્શન પણ ખૂલ્યું : પોલીસની સતર્કતાથી કેટલાક આરોપી દુબઈ નાશે તે પહેલાં મુંબઈ એરપોર્ટથી ઝડપી લેવાયા :દુબઈ કનેક્શનવાળી ચાઇનીસ ગેંગની અંડરમાં ડિજિટલ એરેસ્ટ સહિતના તમામ સાયબર ફ્રોડનાં ષડયંત્રનો પર્દાફાસ કરવા સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા જાગળતિ રાખવામાં આવી : એસીપી શ્વેતા ડેનિયલ ટીમને બમ્પર સફળતા.4:18 PM IST
નર્મદા જિલ્લામાં પુરવઠા દુકાનો પર આ મહિને ખાંડ અને તુવેરદાળમાં ૫૦ ટકા ફાળવતા ગ્રાહકો સાથે તકરાર : આ મહિને આવેલા ઘઉંના જથ્થામાં પણ મોટા ભાગના કટ્ટામાં અતિશય કિલ્લા નીકળતા ગ્રાહકોની માથાકૂટ :ઘઉં કે અન્ય અનાજ ખરાબ આવે તો લેબ.માં તેના સેમ્પલ કંઈ રીતે પાસ થાય છે ..?:કાર્ડ પર ખાસ લેવા આવતા ખાંડ અને તુવેરદાળ જેવી વસ્તુઓમાં જ કાપ મુકાઈ તો ગરીબ પરિવારોનો મરો12:48 AM IST
રાજપીપળા સિવિલના રેગ્યુલર અધિકારીઓએ કોઇ રસ લીધો નથી : ઇન્ચાર્જ, RMO : રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષથી સીસીટીવી કેમેરા બંધ :અધિકારીઓનો કેમેરા ચાલતો હોવાનો ડોળ: ચાર દિવસ પહેલા ડોકટર અને દર્દી વચ્ચે માથાકૂટ થતા ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ દોડી આવ્યા હતા ત્યારે પણ સીસીટીવી ચાલુ હોવાની વાતનું જુઠાણું ચાલ્યું હતું:હાલમાં અનેક તકલીફોના કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ છે છતાં ઇન્ચાર્જ અધિકારીઓ બિન્દાસ છે12:34 AM IST
ખ્યાતિ હોસ્પિટલ કાંડ :તબીબો સહિત પાંચ વિરૂદ્ધ ગુનો દાખલ :ડૉ.પ્રશાંત વજીરાણીની ધરપકડ : સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ડૉ.પ્રશાંત વજીરાણી (ઓપરેશન કરનાર), ડૉ. કાર્તિક પટેલ(હોસ્પિટલના ડાયરેક્ટર), ડૉ. સંજય પટોલિયા, ચિરાગ રાજપૂત (હોસ્પિટલના CEO) અને રાજશ્રી કોઠારી વિરૂદ્ધ ગુનો નોંધાયો11:46 PM IST
હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે : પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકારે નવી “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકી: પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ:યોજનાને વધુ અસરકારક બનાવવા ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે ગાંધીનગર ખાતે MoU સંપન્ન:પશુપાલકો માટે આઈ-ખેડૂત પોર્ટલ કાલથી એક મહિના સુધી ખુલ્લું મૂકાશે:પ્રતિ પશુપાલક ૧ થી ૩ વેતરના હોય તેવા ગાય-ભેંસ વર્ગના મહત્તમ ૩ પશુઓ માટે સહાય અપાશે:પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ૫૦,૦૦૦ જેટલા પશુઓને આવરી લેવાનું આયોજન6:48 PM IST
અંબાલાલ પટેલની ડરામણી આગાહી : આગામી સમયમાં ચક્રવાત, માવઠા અને હાડ થીજવી નાખતી ઠંડી...ગુજરાતીઓ તૈયાર રહેજો ભોગવવા માટે : માર્ચ-એપ્રિલ સુધી માવઠા પડે તેવી શક્યતા : 17 થી 20 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે ગરમી ઘટશે ઉત્તર ગુજરાત ના ભાગોમાં હવે ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય ઘઉં ના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી4:18 PM IST
વિજયપ્લોટની ૧૦ વર્ષની નિરાલીનો ડેંગ્યુએ ભોગ લીધો : વકરી રહેલા રોગચાળા વચ્ચે વધુ એક પરિવારે લાડકવાયી ગુમાવી દેતાં અરેરાટીઃ ગઇકાલે શ્રીરામ પાર્કના એકવીસ વર્ષના યુવાનનું મોત થયું હતું : ત્રણ દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રાતે સિવિલમાં ખસેડાઇઃ સવારે અંતિમશ્વાસ લીધોઃ ઝરીયા પરિવારમાં ગમગીનીઃ ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ઉભરાઇ રહ્યા છે દર્દીઓ2:58 PM IST
‘સુવર્ણ ભૂમિ' : પ.પૂ. જલાબાપાની ભકિતમાં ભાવિકો તરબોળ બન્યા : અકિલા દૈનિક પરિવાર-ગણાત્રા પરિવાર નિર્મિત પૂ. શ્રી જલારામ બાપાની પાવન આરતીનો નાદ સતત ગૂંજતો રહ્યો : પવિત્ર વાતાવરણમાં અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્ટીઓ, અગ્રણી ઉદ્યોગપતિ મનોહરભાઇ બાબરીયા, ભાજપ હોદ્દેદારો મહેશભાઇ રાઠોડ, હરેશભાઇ કાનાણી, લીલુબેન જાદવ, કિરણબેન માકડીયા, વિનુભાઇ સોરઠીયા વિગેરેએ પૂ. જલારામ બાપાના આશીર્વાદ લીધા : ખીચડી, કઢી, રોટલી, રોટલા, બટેટાનું શાક, બુંદી, ગાંઠીયા, છાશ, સલાડ, પાપડના પ્રસાદ સાથે સેંકડો ભાવિકોએ ધન્યતા અનુભવી ;‘સુવર્ણ ભૂમિ' પરિસરના સાત વિંગના કુલ ૩૯ર ફલેટસના તમામ સભ્યોએ હળીમળીને ભાવપૂર્વક જલારામ જયંતિની ઉજવણી કરી : હૈયેહૈયું દળાય તેવો ‘મિનિ વીરપુર' જેવો માહોલ સર્જાયો : સોસાયટીના પ્રમુખ મનિષભાઇ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ‘સુવર્ણ ભૂમિ' પરિવાર દ્વારા અલૌકીક-પ્રેરણાદાયી આયોજન 3:53 PM IST
મોરબી રોડ આઇસીઆઇસીઆઇ કરન્સી ચેસ્ટ બેંકના ભરણામાંથી રૂપિયા ૭.૯૨ લાખની નકલી નોટો નીકળી : વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ સુધીમાં આ શાખા તથા સોૈરાષ્ટ્ર-કચ્છની શાખાોમાંથી આવેલી નોટોની તપાસ દરમિયાન ૨૨૪૭ નોટો નકલી નીકળીઃ મેનેજર સંદિપભાઇ ગઢેચાએ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી : ૫૦૦, ૨૦૦, ૧૦૦, ૫૦ અને ૨૦૦૦ના દરની નકલી નોટો પણ નીકળી 4:28 PM IST
વડીલો - વૃક્ષોના લાભાર્થે ૨૩મીથી ‘માનસ સદ્દભાવના’ કથા : પૂજય મોરારીબાપુના સ્વમુખે ૯૪૭મી રામ કથાનો રસાસ્વાદ માણવા રાજકોટ સહિત લાખો ભાવિક ભાઈ - બહેનોમાં થનગનાટ : વૈશ્વિક રામકથાની તડામાર તૈયારીઓ : ૧૦ દિવસ પછી શરૂ થનાર વૈશ્વિક રામકથા માટે સીએ, ડોકટર, ઉદ્યોગપતિઓ સહિત ૩૦૦૦ કાર્યકર્તા ખડેપગેઃ ‘માનસ સદ્દભાવના' વૈશ્વિક રામ કથાને ‘વધાવવા' રાત - દિવસ તૈયારી : ૧૨ વર્ષ પછી રાજકોટના આંગણે પૂ.મોરારીબાપુની કથા : રોજ ૧ લાખ લોકો કથા શ્રવણ કરી શકે તેવી દિવ્ય વ્યવસ્થા : ૫૦,૦૦૦ લોકો ભોજન પ્રસાદ લેશે: નિરાધાર, નિઃસંતાન વૃદ્ધો માટે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ ૩૦૦ કરોડના ખર્ચે બની રહ્યો છે10:30 AM IST
શહેરના રસ્તાઓ પર પેચવર્ક શરૂ4:10 PM IST
દોડવીરો થઇ જાવ તૈયાર...રાજકોટમાં ઓમનીટેક નાઇટ હાફ મેરેથોન ર.૦ : રાજકોટ રનર્સ એસો. અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા રાજકોટ મહાનગરપાલીકા-રાજકોટ પોલીસના સહયોગથી આયોજન " ૬ થી ૮ હજાર દોડવીરો ભાગ લેશે, ૧૭મી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવનારને ૧૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે" ૨૧ કિ.મી.ની હાફ મેરેથોન અને ૧૦ કિમી ડ્રીમ રન એમ બે કેટેગરીમાં દોડવીરો ભાગ લેશે. વિજેતાઓને રૂા. ૧૩ લાખથી વધુના ઇનામો અને ટ્રોફી અપાશે, રાજકોટના પ્રતિયોગીઓ માટે ઇનામમાં ખાસ કેટેગરી રખાશેઃ રાજકોટ મહાનગરપાલીકા અને રાજકોટ પોલીસ દ્વારા ડ્રગ્ઝ નિષેધ, ટ્રાફીક નિયમોનું પાલન, કલીન-ગ્રીન સીટી અને સાયબર સજાગતા વિશે જાગરુકતા ફેલાવવાના ઉદ્દેશ સાથે આયોજનમાં સહભાગીતાઃ સ્પર્ધા પહેલા તા. ૨૬ થી ૨૮ દરમિયાન રાજકોટમાં RNHM ૨.૦ બીબ એક્સ્પો યોજાશેઃ એક્સ્પો દરમિયાન રાજકોટના રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સિધ્ધી પ્રાપ્ત કરેલા રમતવીરોને સન્માનિત કરાશે4:04 PM IST
મંજુર થયેલ ૬ ટ્રેનો રાજકોટ-સૌરાષ્ટ્રને કયારે મળશે ? રામભાઇ મોકરીયા : બે વર્ષ પહેલા રેલ્વેમંત્રી દર્શનાબેન જરદોસેઃ મંજુરી પણ આપી દીધી હતી પરંતુ કયા અટકે છે? તેની માહીતી રેલ્વે તંત્ર પાસે માંગતા રાજયસભાના સાંસદ : રાજકોટ-દિલ્હી વચ્ચે સવારની ફલાઇટ પુનઃ ચાલુ કરાવવા તથા ટ્રેનો મુદ્દે દિલ્હીમાં રાજકોટ-સૌરાષ્ટ્રના સાંસદો રજુઆત કરશે3:42 PM IST
વિક્રમ સંવત ર૦૮૧નું વાર્ષિક રાશિ ભવિષ્ય6:02 PM IST
દાંતના ડોક્ટરના પત્નિ અને તેમની તબિબી છાત્રા દિકરીને પડોશીઓએ ઢીકા-પાટુ માર્યા : રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે રવિરત્ન પાર્ક નજીકના ગોલ્ડન પાર્કમાં બનાવ : ઉમંગીબેન કારીયા અને ખુશી કારીયાને દાખલ કરાયાઃ પોતાની જ્ઞાતિનું એક જ ઘર હોઇ તેના કારણે ખાર રાખી અવાર-નવાર હેરાન કરવામાં આવતાં હોવાનો આક્ષેપઃ સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરાયા3:00 PM IST
ચેમ્બર ઓફ કોમર્સમાં એકહથ્થુ શાસન અને બંધારણ સુધારણાની ભલામણ સામે વિરોધનું રણશીંગુ : વેપારીના પ્રાણ પ્રશ્નો ઉઠાવવાના બદલે ચેમ્બર ઓફ કોમર્સની બોડી સરકારની વાહવાહી સિવાય કશુ કરતી નહિ હોવાનો સણસણતો આક્ષેપ :વેપારીના પ્રાણ પ્રશ્નો ઉઠાવવાના બદલે ચેમ્બર ઓફ કોમર્સની બોડી સરકારની વાહવાહી સિવાય કશુ કરતી નહિ હોવાનો સણસણતો આક્ષેપ :'ચેમ્બરના સભ્ય સંજય લાખાણીએ હોદેદારોને અવારનવાર પત્ર લખી માંગેલી માહીતીઓના જવાબમાં ગલ્લાતલ્લાઃ ચેરીટી કમિશ્નર સમક્ષ બંધારણ સુધારણા સામે વાંધો ઉઠાવ્યો4:02 PM IST
ક્રાઇમ શો નિહાળી ૮.૩૯ લાખની રોકડ ચોરી રકમ ઝાડીમાં છુપાવી દીધી'તીઃ કમલેશ પ્રજાપતિ ઝડપાયો : બે દિવસ પહેલા જ નોકરી છોડી, પછી એ જ ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસમાં હાથફેરો કર્યો : માધાપર ચોકડી પાસે થયેલી ચોરીનો ભેદ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ ગોહિલ, મશરીભાઇ ભેટારીયા, ભગીરથસિંહ, શબ્બીરભાઇ સહિતની ટીમે કલાકોમાં ઉકેલી નાખ્યો :પોતાના ફિંગર પ્રિન્ટ ન આવે તે માટે કમલેશે રૂમાલનો ઉપયોગ કર્યો'તોઃ શરીરનું એકેય અંગ કેમેરામાં ન દેખાય એવો પહેરવેશ ધારણ કર્યો હતોઃ પણ હાલચાલને આધારે ઓળખાઇ ગયો2:27 PM IST
૧II મહિનામાં ૨૮ ગુના આચર્યાઃ મુસાફરોને રિક્ષામાં બેસાડી ચોરી કરતાં ૪ ગઠીયાને ક્રાઇમ બ્રાંચે દબોચ્યા : રાજકોટ, મોરબી, વાંકોનર, શાપર, માટેલ, હળવદ, અમદાવાદ, જુનાગઢ, ટંકારા સહિતના ગામોમાં કસબ અજમાવ્યોઃ એકલ દોકલ મુસાફરને બેસાડી નજર ચુકવી રોકડ ચોરી લેતાં: થોડે આગળ જઇ ગિરદી થાય છે, હવે એ બાજુ અમારે જવું નથી કહી મુસાફરને ઉતારી ભાગી જતાં : પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ એમ. કે. મોવલીયાની ટીમને સફળતા4:04 PM IST
પોરબંદરમાં નેવી દ્વારા ૩ દિવસીય સી-વિઝીલ-૨૪ : તાડમાર તૈયારીઓ : ૨૬/૧૧ના આંતકી હુમલા બાદ ભારતીય સેના સુરક્ષામાં કોઇ ચુક ન રહી જાય તે માટે દર ૨ વર્ષે સુરક્ષા પ્રેકટીસ કાર્યક્રમ : ૨૦ થી ૨૩ સુધી કાર્યક્રમોમાં નેવી કોસ્ટગાર્ડ આર્મી સહિત ૧૮ સુરક્ષા એજન્સીઓ જોડાશે : સુરક્ષા એજન્સીઓ વધુ મજબુતીથી કામ કરવા મક્કમ2:04 PM IST
જામકંડોરણા યાર્ડ ખાતે હરરાજીનો શુભારંભ 11:57 AM IST
ગોંડલમાં ગીતાબા જાડેજાનું સન્માન4:05 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
વસ્તી વધારવા માટે પુતિને લોકોને આપી આ સલાહ 6:07 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST
શમીની ગેરહાજરી ભારત માટે મોટો ફટકો પોલ એડમ્સ5:07 PM IST
શાહીન આફ્રિદી ODI બોલરોની રેન્કિંગમાં ફરી નંબર 1 5:06 PM IST




















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





























































































































































































