તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 6th July 2024
નેત્રંગ તાલુકાના ત્રણે ડેમોમાં પાણીની સપાટીમાં ધરખમ વધારો છતાં સિંચાઇનું પાણી મળવું મુશ્કેલ
બલડેવા-૧૪૧.૫૦,પીંગોટ-૧૩૯.૭૦ અને ધોલી ડેમ ૧૩૬.૦૦ મીટર હાલ પાણીની સપાટી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: ભરૂચ જીલ્લાના એકમાત્ર નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર બલડેવા-પીંગોટ ડેમ અને મધુવંતી નદી ઉપર ધોલી ડેમ આવેલ છે.ઉનાળાની સિઝનમાં ગરમીના પ્રકોપના કારણે ત્રણેય ડેમમાં પાણીના સ્તર તેજગતિએ ભુગર્ભમાં ઉતયૉ પીવા-સિંચાઈના પાણી માટે ખેડુતોને ભારે વલખા મારવા પડ્યા હતા.જુન માસના પ્રથમ પખવાડીયા બાદ મેઘરાજાનું નેત્રંગ તાલુકામાં ધમાકેદાર આગમન થવાથી ત્રણેય ડેમની પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે.હાલ બલડેવા-૧૪૧.૫૦ મીટર,પીંગોટ-૧૩૯.૭૦ મીટર અને ધોલી ૧૩૬.૦૦ મીટર હાલ પાણીની સપાટી છે.બલડેવા ડેમના ઉપરવાસમાં ૩૪૨ એમએમ.પીંગોટ ડેમના ઉપરવાસમાં ૨૭૨ એમએમ અને ધોલી ડેમના ઉપરવાસમાં ૨૫૦ એમએમ વરસાદ થયો છે.મેઘરાજા રાબેતામુજબ મુજબ બેટિંગ કરે તો આગામી ટુંક સમયમાં જ ત્રણેય ડેમ ઓવરફ્લો થઈ શકે તેમ છે.
અત્રેઉલ્લેખનીય છે કે,ત્રણેય ડેમની ૫૦૦૦ થી વધુ હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પાણી આપી શકાય તેવી ત્રણેય ડેમની ક્ષમતા છે.પરંતુ ત્રણેય ડેમની જમણા-ડાબા કાંઠાની ૭૫ કિલોમીટરથી વધુ કેનાલ તુટેલી-જજૅરીત હાલતમાં હોવાથી માત્ર ૨૫૦-૩૦૦ હેકટર જમીનને સિંચાઈ માટેનું પાણી મળી શકે છે.સિંચાઈ માટેનું પાણી કોતરોમાં વહેતા અમુલ્ય પાણીનો વ્યય થઇ જાય છે.તેવા સંજોગોમાં ત્રણેય ડેમ ઓવરફ્લો થાય તો પણ ખેડુતોને સિંચાઈ માટેનું પાણી મળવું મુશ્કેલ રહેશે તેવું જાણવા મળ્યું છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
