<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

એસટી બસ સ્‍ટેશનમાં કન્‍ડકટર બાબુસિંહ નશાની હાલતમાં પકડાયો

એસટી વિભાગના ટ્રાફીક ઇન્‍સ્‍પેકટર તથા સ્‍ટાફનું ચેકીંગઃ : બાટવા-અમદાવાદ રૂટની બસમાંથી પકડી કાર્યવાહી કરી

રાજકોટ, તા., ૬: શહેરના એસટી બસ સ્‍ટેશનમાં ટ્રાફીક ઇન્‍સ્‍પેકટર તથા સ્‍ટાફે ચેકીંગ દરમ્‍યાન બાંટવા-અમદાવાદ રૂટની બસના કન્‍ડકટરને નશો કરેલી હાલતમાં પકડી પાડી કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ રાજકોટ એસ.ટી. વિભાગના અધિકારીની સુચનાથી ટ્રાફીક ઇન્‍સ્‍પેકટર હિરેનભાઇ શંભુભાઇ પરમાર તથા ડ્રાઇવર અમીતભાઇ તેરૈયા સ્‍ટાફ સાથે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી એસટી બસમાં ચાલુ ફરજમાં ડ્રાઇવર-કન્‍ડકટર નશો કરેલી હાલતમાં છે કે કેમ? તે અંગે ચેકીંગ હાથ ધરી બ્રિથ આલ્‍કોહોલ એનેલાઇઝર મશીન દ્વારા એસટી બસ સ્‍ટેશનમાં ડ્રાઇવર અને કન્‍ડકટરોને ચેક કરવામાં આવ્‍યા હતા. જેમાં બાંટવા-અમદાવાદ રૂટની બસના ડ્રાઇવર નરેશભાઇ દેવાયતભાઇ છૈયા તથા કન્‍ડકટર બાબુસિંહ ફતેસિંહ ઝાલા (રહે. ખેડાના કપડવંજ ગામ)ને બ્રીથ આલ્‍કોહોલ એનેલાઇઝર માશીન દ્વારા ચેક કરવામાં આવતા કન્‍ડકટર બાબુસિંહ ફતેસિંહ ઝાલા નશો કરેલી હાલતમાં જણાતા તેને પકડી લઇ એ ડીવીઝન પોલીસ મથકમાં લઇ જવાયા બાદ તેની સામે ગુન્‍હો દાખલ કરી એએસઆઇ રાજુભાઇ કોડીયાતરે તપાસ હાથ ધરી છે.

(12:35 PM IST)