'આયુષ્માન ભારત' યોજનાથી ખાનગી હોસ્પિટલો કેમ દૂર ભાગી રહી છે? IMA એ કર્યો મોટો ખુલાસો : ₹૧ લાખ કરોડથી વધુના બાકી ચૂકવણીનો દાવો! : સંસદમાં સરકારે આયુષ્માન ભારતના આંકડા રજૂ કર્યા : ૯.૮૪ કરોડ દર્દીઓને ₹૧.૪૦ લાખ કરોડનો લાભ, પરંતુ IMA દ્વારા ગુજરાત-કેરળ સહિત દેશભરમાં બિલંબિત ચૂકવણી અને જટિલ પ્રક્રિયા પર ગંભીર સવાલ!12:01 PM IST
વડાપ્રધાન મોદીએ 'મન કી બાત'ના ૧૨૪મા એપિસોડમાં આજે અનેક વિષયો પર પ્રકાશ પાડ્યો : શુભાંશુ શુક્લાના વખાણથી લઈને ૧૨ મરાઠા કિલ્લાઓના કિસ્સાઓ સુધીની ચર્ચા! :જુઓ વિડીયો : માલદીવ યાત્રા બાદ સંસદના ચોમાસુ સત્ર વચ્ચે પ્રથમ સંબોધન : 'ઇન્સપાયર માનક' અભિયાન, 'નમો ભારત' એપ પર સંદેશ મોકલવાની અપીલ, અને ઑગસ્ટ મહિનાના ક્રાંતિકારી મહત્વ પર ભાર12:18 PM IST
માન્ચેસ્ટર ટેસ્ટમાં અવિશ્વસનીય 'ડ્રો'! જાડેજા અને સુંદરની ઐતિહાસિક અણનમ સદીઓથી ભારતનો જીત સમાન બચાવ! : ૫માં દિવસે ઐતિહાસિક ૨૦૩ રનની અતૂટ ભાગીદારી કરી : વોશિંગ્ટન સુંદરે ૧૦૧, રવીન્દ્ર જાડેજાએ ૧૦૭ રન ફટકાર્યા : પ્રથમ ઈનિંગ્સમાં ૩૧૧ રન પાછળ રહ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડના મોંઢામાંથી જીત છીનવી લીધી!10:34 PM IST
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભીષણ નાસભાગ : 8 શ્રદ્ધાળુઓના કરૂણ મોત, અનેક ઘાયલ : મંદિર ટ્રસ્ટ અને ઉત્તરાખંડ સરકાર દ્વારા સહાયની જાહેરાત! : મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા : મૃતકોના પરિવારજનોને ₹૨ લાખ અને ઘાયલોને ₹૫૦,૦૦૦ ની સહાય : AIIMS ઋષિકેશમાં ૪ દર્દીઓની હાલત ગંભીર10:50 PM IST
૫૦ વર્ષ સુધી કટોકટી રહ્યા પછી પણ કોંગ્રેસની માનસિકતા બદલાઈ નથી, બંધારણીય સંસ્થાઓની ગરિમાને નુકસાન પહોંચાડી રહી છે : ભાજપે 'SIR' પર વિપક્ષનો ઘેરાવો કર્યો : ભાજપ સાંસદે કહ્યું કે બિહારમાં મતદાર યાદીમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે સુધારો કરવામાં આવ્યો : કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ ગઠબંધનના પક્ષો ભારતીય લોકશાહીને પ્રભાવિત કરવા માટે ગેરકાયદેસર વિદેશી ઇમિગ્રન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે10:15 PM IST
ભારતીય અર્થતંત્ર પ્રગતિના પંથે : 6.5% વૃદ્ધિ દરના માર્ગમાં કોઈ અવરોધ નહીં : આરબીઆઈની છ સભ્યોની નાણાકીય સમિતિ ઓગસ્ટમાં તેની આગામી દ્વિમાસિક નીતિ જાહેર થશે : ભારતીય અર્થતંત્ર નિકાસ અથવા વેપાર કરતાં સ્થાનિક વપરાશ અને સ્થાનિક રોકાણ પર વધુ આધારિત છે: આ કારણે, ભારત આજે પણ ઝડપથી આગળ વધી રહ્યું છે10:07 PM IST
રેલવેનો મેગા પ્લાન: હાઇ સ્પીડ ઇન્ટરનેટથી લઈને લાઉન્જ સુધી આ 77 સ્ટેશનો પર એરપોર્ટ જેવો અનુભવ થશે : જો ટ્રેનમાં મુસાફરી કરો છો અને સ્ટેશન પર કલાકો સુધી રાહ જોઈને કંટાળો આવે છે, તો એક સંપૂર્ણપણે નવા અનુભવ માટે તૈયાર થઈ જાઓ. ટૂંક સમયમાં એવું લાગશે કે તમિલનાડુના 77 રેલ્વે સ્ટેશનો પર એરપોર્ટ પર છો9:54 PM IST
મહારાષ્ટ્રમાં પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે ખરારી વિસ્તારમાં હાઈ-પ્રોફાઇલ રેવ પાર્ટી પર દરોડો પાડ્યો : મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી એકનાથ ખડસેના જમાઈ પ્રાંજલ ખેવલકર પણ રેવ પાર્ટીમાં હાજર હતા : પાંચ પુરુષો અને બે મહિલાઓની અટકાયત કરી જ્યારે ત્રણ મહિલાઓ ઘટનાસ્થળેથી ભાગી ગઈ : પોલીસે દારૂ, ગાંજા અને હુક્કા જેવા નશીલા પદાર્થોનો મોટો જથ્થો જપ્ત કર્યો4:44 PM IST
નાગપુરમાં સ્પોર્ટ્સ માટે 300 સ્ટેડિયમ બનાવવાની મારી ખૂબ ઇચ્છા છે પરંતુ ચાર વર્ષના અનુભવ પછી, મને સમજાયું કે સરકારી મશીનરી ખૂબ જ ‘નકામી’ હોય છે જો આપણે કોર્પોરેશનો અને NIT પર આધાર રાખીને કોઈ કામ થઈ શકે નહીં : નીતિન ગડકરી : ગડકરીએ સ્થાનિક વહીવટી તંત્ર પર પ્રહાર કરતા કહ્યું, તેમની પાસે ચાલતા વાહનમાં પંચર કરવાની કુશળતા છે. એટલા માટે આપણે કામ પૂરું કરવા માટે બીજા રસ્તાઓ શોધવાની જરૂર છે...4:39 PM IST
જો પત્ની ઉચ્ચ શિક્ષિત હોય પણ બેરોજગાર હોય, તો તેણીને પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર જ્યાં સુધી તેણીને પોતાને કમાવવાનું કોઈ સાધન ન મળે અથવા કોઈ રોજગાર ન મળે : દિલ્હી હાઈકોર્ટ : ન્યાયાધીશ ના. બંસલ કૃષ્ણાએ પત્નીને દર મહિને ₹૧ લાખનું વચગાળાનું ભરણપોષણ આપવાના ફેમિલી કોર્ટના આદેશને પડકારતી પતિની અરજી ફગાવી દીધી4:32 PM IST
અંધેરી વેસ્ટના ફન રિપબ્લિક મોલમાં સિનેપોલિસ ખાતે ફિલ્મ સો લોંગ વેલીના પ્રીમિયરમાં પહોંચવા અને દુર્વ્યવહાર કરવા બદલ અભિનેત્રી રૂચિ ગુર્જર વિરુદ્ધ 40 વર્ષીય નિર્માતા અને દિગ્દર્શક માન લાલ સિંહની ફરિયાદ : પાણીની બોટલ ફેંકી, ચંપલથી માર્યો અને ફિલ્મની રિલીઝ અટકાવવાની ધમકી આપી, અગાઉ ગુર્જરની ફરિયાદના આધારે, અંબોલી પોલીસે સિંહના મિત્ર કરણ સિંહ ચૌહાણ વિરુદ્ધ 25 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો4:20 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગાઈકોંડા ચોલપુરમ મંદિરમાં પૂજા કરી : હજારો લોકો ઉમટી પડતા સ્વાગત રોડ શોમાં પરિવર્તિત થયું! : જુઓ વિડીયો : ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની જયંતિ નિમિત્તે પીએમ મોદીએ પારંપરિક વેશભૂષામાં પૂજા અર્ચના કરી : આદિ તિરુવથિરઈ મહોત્સવમાં ભાગ લીધો અને સ્મારક સિક્કો પણ જારી કર્યો4:13 PM IST
અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની નિકટતામા દિવસેને દિવસે વધારો : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જનરલ કુરિલાનું ભવ્ય સ્વાગત : દેશના સર્વોચ્ચ લશ્કરી સન્માન 'નિશાન-એ-ઇમ્તિયાઝ'થી નવાજ્યા : યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ માઈકલ કુરિલા પાકિસ્તાન પહોંચી જતા અનેક અટકળો : જનરલ કુરિલા પણ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સાથે સલામી આપતા જોવા મળ્યા 3:56 PM IST
જસ્ટિસ યશવંત વર્મા કેસ અંગે જગદીપ ધનખડ દ્વારા લેવામાં આવેલા પગલાંથી વડા પ્રધાન ખૂબ ગુસ્સે હતા મોદી સરકારના બે મંત્રીઓ, કિરેન રિજિજુ અને જે.પી. નડ્ડાએ પણ જગદીપ ધનખડને આ વાત કહી હતી : ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ઉપરાષ્ટ્રપતિના રાજીનામાનું રહસ્ય કહ્યું : કોઈ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું ન હતું, કોઈપણ પક્ષ, ખાસ કરીને ભાજપ અને તેના સાંસદોએ તેમને રાજીનામું પાછું ખેંચવા વિનંતી કરી નથી, ઉપાધ્યક્ષે ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી કરવાની જાહેરાત કરી અને મોદી સરકારે કોઈ પણ ધામધૂમ અને ધમાલ વિના ઉપરાષ્ટ્રપતિને વિદાય આપી દીધી12:44 PM IST
બિહારની રાજધાની પટણામાં વધતા ગુનાને કારણે મુખ્યમંત્રી નીતિશ કુમારે પીરબાહોર, કાંકરબાગ, સુલતાનગંજ, ચોક અને બેઉરના 5 સ્ટેશન ઇન્ચાર્જને સસ્પેન્ડ કર્યા : તાજેતરમા આ 5 વિસ્તારોમાં ગુનાહિત ઘટનાઓમાં વધારો થયો જેના કારણે આ કડક પગલું : સસ્પેન્ડ કરાયેલા SHOમાં પીરબાહોરના અબ્દુલ હલીમ, કાંકરબાગના મુકેશ કુમાર, સુલતાનગંજના મનોજ કુમાર, ચોકના દુષ્યંત કુમાર અને બેઉરના અમરેન્દ્ર કુમારનો સમાવેશ : તેમના સ્થાને નવા અધિકારીઓની નિમણૂક3:41 PM IST
હવે ટ્રમ્પે ભૂતપૂર્વ યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પર ગુસ્સે થયા : કમલા હેરિસ અને કેટલાક અન્ય વરિષ્ઠ અમેરિકન સેલિબ્રિટીઓએ વર્ષ 2024 માં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન પૈસા લીધા'તા : હેરિસે ગાયિકા બેયોન્સ, ટીવી હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે અને નાગરિક અધિકાર કાર્યકર્તા અલ શાર્પ્ટન જેવા સ્ટાર્સના સમર્થનના બદલામાં લાખો ડોલર ખર્ચ્યા હતા : યુએસ રાષ્ટ્રપતિ પોતે વિવાદોથી ઘેરાયેલ3:30 PM IST
X ના કોમ્યુનિટી નોટ્સ ફીચર દ્વારા હવે કોમ્યુનિટી નોટ્સ વેબસાઇટ પર એક નવો વિભાગ "ગોટ લાઈક્સ" પણ બતાવવામાં આવશે. જ્યાં એવી પોસ્ટ્સ બતાવવામાં આવશે જેને મોટી સંખ્યામાં લાઈક્સ કરી હોય : જો કોઈ પોસ્ટને વિવિધ વપરાશકર્તાઓ તરફથી સકારાત્મક રેટિંગ મળે છે, તો તે પોસ્ટ પર એક સંદેશ દેખાશે કે આ ફોટો વિવિધ વપરાશકર્તાઓ અને જૂથો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે3:04 PM IST
નોઈડામાં એક નબીરાએ પુરપાટ વેગે BMW કાર ચલાવીને ગંભીર અકસ્માત સર્જ્યો : બીમાર બાળકીને પિતા હોસ્પિટલ લઇ જઈ રહ્યા હતાં ત્યારે તેઓને હડફેટે લેતા બાળકીનું મોત : બે ઘાયલ : નોઇડા સેક્ટર 37નો રહેવાસી યશ શર્મા ચલાવી રહ્યો હતો અને સેક્ટર 70નો રહેવાસી અભિષેક રાવત તેની સાથે કારમાં સવાર હતો : પોલીસે કાર જપ્ત કરી લીધી અને તપાસમાં ધમધમાર શરૂ કર્યો2:40 PM IST
ઉત્તર પ્રદેશ હવામાન અપડેટ: યુપીના 40 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જારી : લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળોએ રહેવાની તંત્રની સલાહઃ ખાસ કરીને ચંદૌલી, વારાણસી, ગાઝીપુર, સોનભદ્ર, બલિયા, મિર્ઝાપુર વગેરે જિલ્લાઓમાં ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અને વીજળી પડવાની સંભાવના વર્તાઇ રહી છે 2:37 PM IST
એશિયા કપ 2025 નું શેડ્યૂલ બહાર આવતાની સાથે જ હોબાળો : ભારતીયો આતંકવાદને સમર્થન આપતા દેશ સાથે કોઈપણ ક્રિકેટ મેચ રમવાના સમર્થનમાં નથી : કોઈપણ કિંમતે પાકિસ્તાન સાથે કોઈ મેચ ન થવી જોઈએ : મોહમ્મદ અઝહરુદ્દીને દુશ્મન દેશ પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારના ક્રિકેટ સંબંધ રાખવા પર સવાલ ઉઠાવ્યા : BCCI ફક્ત પૈસાની ચિંતા કરે છે અને તેને શરમ આવવી જોઈએ : 'આતંકિસ્તાન' સાથે કોઈ ક્રિકેટ ન થઈ શકે 'આ ફક્ત ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચની જાહેરાત નથી, પરંતુ દેશની મજાક 2:32 PM IST
રાજ ઠાકરે ઉદ્ધવના જન્મદિવસ પર માતોશ્રી પહોંચ્યા : ઠાકરે ભાઈઓ ફરી એક ફ્રેમમાં જોવા મળ્યા : મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! : લગભગ બે દાયકાના અંતરાલ બાદ રાજ ઠાકરેએ ઉદ્ધવને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી : મરાઠી ભાષા અને અસ્મિતાના મુદ્દા પર એકતા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં સંબંધોમાં ઉષ્મા2:23 PM IST
પંજાબમાં ISI-સમર્થિત હથિયાર તસ્કરી નેટવર્કનો પર્દાફાશ : પાંચની ધરપકડ : AK રાઈફલ અને ગ્લોક પિસ્તોલ સહિત ₹૭.૫૦ લાખ રોકડ જપ્ત! : અમૃતસર ગ્રામીણ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા : પાકિસ્તાન સ્થિત ISI ઓપરેટિવ્સ સાથે સીધા સંપર્કના પુરાવા મળ્યા : ગેંગસ્ટર-આતંકવાદી નેક્સસનો ખુલાસો2:02 PM IST
પંજાબના બટાલામાં કિલા લાલ સિંહ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલાનો આરોપી બબ્બર ખાલસાના આતંકવાદી કરણવીરની દિલ્હી પોલીસના હાથે ધરપકડ : ખાલિસ્તાની આતંકવાદ સામે ભારતની કાર્યવાહી ચાલુ : અમેરિકામાં છુપાયેલા અને ભારતમાં હુમલાઓ કરનારા ખાલિસ્તાની આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો1:41 PM IST
થાઈલેન્ડ - કંબોડિયા સંઘર્ષ ચોથા દિવસે પણ ચાલુ : ગોળીબારમાં મૃત્યુઆંક ૩૩ પર પહોંચ્યો : ૧.૬૮ લાખથી વધુ લોકો વિસ્થાપિત! : સીમાવર્તી વિસ્તારોમાં ભયાવહ સ્થિતિ : યુદ્ધક્ષેત્રમાંથી ભાગી રહેલા નિવાસીઓની દર્દનાક આપવીતી : ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની અપીલ : ભારતે તણાવ ઘટાડવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા હાકલ કરી12:07 PM IST
'બેકસીટ ડ્રાઇવિંગ તાત્કાલિક બંધ કરો' : અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સરકારે એર ઇન્ડિયાને કડક ચેતવણી આપી! : સુરક્ષા પર સીધી અસર કરતા મુખ્ય વિભાગોમાં 'પડદા પાછળના નિર્ણયો'ની સંસ્કૃતિ સમાપ્ત કરવા આદેશ : પદ પર બેઠેલા વ્યક્તિને જ નિર્ણય લેવાનો અધિકાર આપવા પર સરકારનો ભાર : ૧૨ જૂનની દુર્ઘટના બાદ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ12:06 PM IST
'તમને હરાવવામાં નથી આવ્યા, તમારી સાથે છેતરપિંડી થઈ છે' - રાહુલ ગાંધીનો કોંગ્રેસ કાર્યકરોને ચૂંટણી હાર પર હુંકાર : ગુજરાત કોંગ્રેસના નવા જિલ્લા પ્રમુખોને સંબોધતા લોકસભામાં વિપક્ષ નેતાના આકરા પ્રહારો : 'વહીવટી પક્ષપાત અને મતદાર યાદીમાં ગડબડીથી કોંગ્રેસ હારે છે, ગુજરાતથી જ ભાજપનો પતન શરૂ થશે'11:43 AM IST
મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા પત્રકાર સન્માન પેન્શન યોજના જાહેરઃ યોજના હેઠળ આવતા તમામ પત્રકારોને દર મહિને ૬ હજાર ને બદલે ૧પ હજાર પેન્શનમાં વધારો : આયોગનો ઉદ્દેશ સફાઈ કર્મચારીઓના અધિકારોનું રક્ષણ, તેમના સામાજિક અને આર્થિક વિકાસ, ફરિયાદોનું નિવારણ અને કલ્યાણકારી યોજનાઓનું નિરીક્ષણ કરવાનો છે.12:00 PM IST
મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, યેલો એલર્ટ જાહેરઃ ઉત્તરાખંડ, પૂર્વ મધ્ય પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ-ગોવા, કર્ણાટક, કેરળ, આસામ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર : ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,આજે પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર11:30 AM IST
કારગિલ વિજય દિવસની શોર્ય ગાથા : ગામના ભરવાડે પાકિસ્તાની ઘૂસણખોરીના સમાચાર આપ્યા, પછી કારગિલ યુદ્ધ ફાટી નીકળ્યું : યુદ્ધનું કારણ પાકિસ્તાનનું નાપાક કૃત્ય હતું : સમુદ્ર સપાટીથી 17 હજાર ફૂટની ઊંચાઈએ 80 દિવસથી વધુ સમય સુધી ભીષણ યુદ્ધ ચાલુ રહ્યું : દેશના 527 સૈનિકો શહીદ થયા અને લગભગ 1400 ઘાયલ થયા : દેશની બહાદુર સેનાએ 3000 થી વધુ દુશ્મન સૈનિકોને મારી નાખ્યા10:23 PM IST
મથુરા: ગોપાલ વન કાન્હાના શહેરને સુંદર બનાવશે : યોગી સરકારનું નવું ગ્રીન અભિયાન : રાજ્ય સ્તરના કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવા સૂચના આપવાની સાથે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમાં જનપ્રતિનિધિઓ, ગૌપાલકો, સંતો અને શાળાના બાળકોની ભાગીદારી પર પણ ભાર મૂક્યો : મુખ્ય કાર્યક્રમ દેવરાહા બાબા ગૌશાળા ખાતે યોજાશે10:38 PM IST
વિકાસને મેગા બૂસ્ટ : વડાપ્રધાન મોદીએ માલદીવથી સીધા તમિલનાડુ પહોંચીને ₹૪૯૦૦ કરોડથી વધુના ધમાકેદાર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો! : તુતીકોરિનમાં એરપોર્ટ, રેલવે, હાઈવે અને બંદર ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન : વાર્ષિક ૨૦ લાખ મુસાફરોની ક્ષમતા ધરાવતું નવું ટર્મિનલ, બંદર પર કાર્ગો બર્થ અને વિશાળ હાઈવે પ્રોજેક્ટ્સથી રાજ્યની કાયાપલટ10:43 PM IST
ભારત 2030 સુધીમાં શાકભાજીના બીજનું વૈશ્વિક કેન્દ્ર બનશે : 970 મિલિયન ડોલરનું લક્ષ્ય : જો લાંબા સમયથી ચાલતા નીતિગત અવરોધોને દૂર કરવામાં આવે તો આ સરળતાથી બમણું અથવા ત્રણ ગણું થઈ શકે : રાષ્ટ્રીય પરિષદમાં, વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ નિષ્ણાતોએ બીજ ક્ષેત્રમાં નવીનતા, બૌદ્ધિક સંપદા અધિકારો (IPR), બાયોટેકનોલોજી અને નીતિગત સુધારાઓ પર ભાર મૂક્યો10:46 PM IST
ઇન્દ્રદેવને રીઝવવા અનોખો પ્રયાસ: DJ સાથે જીવતા માણસની 'અંતિમયાત્રા' અને ગધેડા પર ઊંધી સવારી! મધ્યપ્રદેશના ગામમાં પરંપરાગત ટોટકાનો સહારો! : ગ્રામીણોનો વિશ્વાસ છે કે આ ટોટકાથી ઇન્દ્રદેવ પ્રસન્ન થશે અને ક્ષેત્રમાં સારો વરસાદ થશે, સુકાતા પાકને બચાવી શકાશે અને પીવાના પાણીની સમસ્યા પણ હળવી થશે!10:48 PM IST
કારગિલ નજીક નિયંત્રણ રેખા પર આવેલું હુન્ડરમન ગામ છે યુદ્ધભૂમિ : સિલ્ક રૂટનું સાક્ષી : અને એક જીવંત મ્યુઝિયમ : આજે તેનું 'યાદોનું સંગ્રહાલય' પ્રવાસીઓને આ ગામના સમૃદ્ધ વારસા અને પીડાદાયક ભૂતકાળ સાથે જોડે છે : કારગિલ યુદ્ધ દરમિયાન, આ ગામના લોકો લોજિસ્ટિક્સ સપ્લાય તેમજ અન્ય કામોમાં સેનાને મદદ કરતા હતા10:48 PM IST
સારવારના નામે ધર્મ પરિવર્તનનો ખેલ... નન મેરી આદિવાસીઓના રોગો મટાડવાના નામે ધર્મ પરિવર્તન કરાવતી હતી. : નારાયણપુરના માર્કબોડ ગામમાં રહેતી ત્રણ આદિવાસી છોકરીઓને દુર્ગ રેલ્વે સ્ટેશન પર આગ્રા લઈ જવાનું કાવતરું ઘડાયું પરંતુ તે પહેલાં પોલીસે નન પ્રીતિ મેરી, પ્રીતિ મેરી, વંદના ફ્રાન્સિસ અને યુવાન સુખમન માંડવીની ધરપકડ કરી 12:44 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદ સહિત ઉત્તર-મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ : જળબંબાકારની સ્થિતિ :અનેક જળાશયો છલકાયા: નદીઓ બે કાંઠે : અસલાલી-હાથીજણ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા: હાઈવેના આસપાસના ખેતરો બેટમાં ફેરવાયા.: સિદ્ધપુરમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી: 75 લોકોનું સ્થળાંતરણ: ધાનેરા ત્રણ રસ્તા, આશાપુરા સોસાયટીમાં પાણી ભરાયા7:49 PM IST
ગુજરાતમાં સવારનાં 6 થી સાંજનાં 6 સુધીમાં ૧૭૭ તાલુકાઓમાં મેઘમહેર : કુલ ૪૨ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ : દસ્ક્રોઈમાં ૧૦.૧૨ ઇંચ સાથે રાજ્યનો સૌથી વધુ વરસાદ! : ખેડા અને અમદાવાદમાં ધોધમાર વરસાદ : દસ્ક્રોઈમાં ૧૦.૧૨ ઇંચ, નડિયાદમાં ૮.૭૪ ઇંચ, મહેમદાવાદમાં ૮.૫૦ ઇંચ, માતરમાં ૭.૧૭ ઇંચ, અને મહુધામાં ૫.૭૯ ઇંચ વરસાદ નોંધાયો6:51 PM IST
સાવધાન! : સુરતમાં ડુપ્લીકેટ મેગી અને એવરેસ્ટ મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ! પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સ્પેશ્યલ કમિશનર વાબાંગ જામીર, અને નાયબ કમિશનર ચિરાગ પટેલના માર્ગદર્શનમાં ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈની ટીમને મોટી સફળતા! : ₹૨૪.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણ મશીન, પેકેજિંગ મશીન સહિતની વસ્તુઓ મળી આવી : પાંચ આરોપીઓ પકડાયા : એક વોન્ટેડ જાહેર : ગુણવત્તા સાથે ચેડા કરનારાઓ પર સકંજો!3:00 PM IST
રાજ્યભરમાં મેઘમહેર સાથે મુસીબત! : અમદાવાદમાં ધોળકા કેનાલમાં ગાબડુ : બનાસકાંઠામાં ૨૦ કિમીનો ટ્રાફિક જામ અને મકાનો ધરાશાયી! : અમદાવાદમાં છ ઇંચ સરેરાશ વરસાદ : વટવા - રામોલ - ઓઢવ - વાસણામાં જળબંબાકાર : બનાસકાંઠામાં છાપી હાઇવે પર કેડ સમા પાણી : ભરૂચના કતપોર કાંઠા વિસ્તારમાં દરિયામાં તણાઈ આવેલા કન્ટેનરે સર્જ્યું કુતુહલ!2:43 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદી સ્થિતિની જાત માહિતી મેળવવા સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની ઓચિંતી મુલાકાત લીધી! : સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડાના કલેકટરો સાથે ટેલીફોનિક વાતચીત કરી : સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રહી સતર્ક રહેવા આપી સૂચના12:21 PM IST
ગુજરાતના ૧૬ જિલ્લાના ૧૨૬ તાલુકાઓમાં આજે સવારે ૬ થી ૧૦ દરમિયાન વરસાદે ભુક્કા બોલાવ્યા : ખેડાના મહેમદાવાદમાં ૪.૮૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો :જુઓ વિડીયો : અમદાવાદ, અરવલ્લી, ખેડા અને બનાસકાંઠામાં ધોધમાર વરસાદ : દસ્ક્રોઈમાં ૩.૫૪ ઇંચ, ભિલોડામાં ૩.૧૯ ઇંચ, કાઠલાલમાં ૩.૦૭ ઇંચ અને કાંકરેજ-વાઘાઈમાં ૨.૫૨ ઇંચ વરસાદ : રાજ્યભરમાં અવિરત મેઘમહેર11:19 AM IST
વડતાલ-ગોકુલધામ નારના સંતો દ્વારા સુરતમાં દિવ્યાંગ સેવા યજ્ઞ : “સુરત આપે સહારો, દિવ્યાંગોને મળે આરો!” સૂત્ર સાથે ‘હાઈટેક કૃત્રિમ અંગ વિતરણ કેમ્પ’ સંપન્ન : સુરત જિલ્લાના ૬ તાલુકાઓમાં કેમ્પ યોજી ૩૯૩ દિવ્યાંગોને કૃત્રિમ અંગોનું વિતરણ કરાયું : શિક્ષાપત્રી લેખનના ૨૦૦ વર્ષ અને આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે અનોખું યોગદાન : ALIMCO અને નિષ્ણાત ટીમના સહયોગથી આયોજન5:26 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતને દેશનું AI-સંચાલિત ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો પંચવર્ષીય એક્શન પ્લાન મંજૂર કર્યો! : વિકસિત ગુજરાત@૨૦૪૭ માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સ્ટ્રેટેજીનો પંચવર્ષીય અભિગમ : રાજ્યમાં AI ઈકોસિસ્ટમને વેગ આપવા અને અઢી લાખથી વધુ વ્યક્તિઓને તાલીમ આપવાનું લક્ષ્ય4:47 PM IST
ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે જ વરસાદના વધુ એક રાઉન્ડની શરૂઆત : ગુજરાત ઉપર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ્સ સક્રિય : ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી : બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે ડિપ્રેશન બની ગઈ : છત્તીસગઢ અને ઝારખંડના ભાગોમાં સિસ્ટમ્સ છે જે ગુજરાતથી અંદાજે 750 કિમી દૂર છે જે થોડા કલાકોમાં પૂર્વ મધ્યપ્રદેશ સુધી પહોંચી શકે છે જોકે મધ્યપ્રદેશ પહોંચશે ત્યાં સુધીમાં તે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ તેવી હવામાન વિભાગની આગાહી12:26 PM IST
ગુજરાતના ૧૮૧ તાલુકાઓમાં, આજે સવારે 6 વાગ્યા સુધીનાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે મેઘમહેર : બનાસકાંઠાના વડગામમાં ૭.૫૦ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો! : અરવલ્લી, સાબરકાંઠા, પાટણ અને વલસાડમાં પણ ધોધમાર વરસાદ : મોડાસામાં ૬.૨૨ ઇંચ, તલોદમાં ૫.૩૧ ઇંચ, સિદ્ધપુરમાં ૫.૧૬ ઇંચ અને કપરાડામાં ૪.૯૨ ઇંચ વરસાદ નોંધાયો10:58 AM IST
રાજકોટ શહેરમાં ભારે અને નાના માલવાહક વાહનો પર પ્રવેશબંધી : રેસકોર્ષ રીંગરોડ સહિતના વિસ્તારો માટે રાજકોટ શહેર પોલીસનું જાહેરનામું! : શહેરના ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા સવારના ૬ થી રાત્રીના ૯ વાગ્યા સુધી ભારે વાહનોને નો-એન્ટ્રી : રેસકોર્ષ રીંગરોડ પર સવારના ૫ થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી પ્રવેશબંધી : નાના વાહનો માટે પણ સમયમર્યાદા લાગુ5:29 PM IST
રાજકોટ સહિત રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી : ૨૦૦૮ને ભુલશો નહિ, બિગ સરપ્રાઇઝ ફોર ઇન્ડિયન ગવર્નમેન્ટના નામે ઇ-મેઇલ મોકલાયો : પાકિસ્તાન, ખાલિસ્તાન જીંદાબાદનો પણ ઉલ્લેખ : એસઓજી, ક્યુઆરટી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડે રાજકોટ જેલનો ખુણેખુણો ચેક કર્યોઃ કંઇ પણ શંકાસ્પદ ન મળતાં સોૈએ રાહત અનુભવી 3:16 PM IST
કોટેચા ચોકની થશે કાયાપલટઃ ટ્રાફિક સમસ્યા ઉકેલવા મનપાનો માસ્ટર પ્લાન! : શહેરનો સૌથી નમૂનેદાર ચોક બનાવવાની નેમઃ સેલ્ફી પોઇન્ટ સહિતનાં આકર્ષણો વિકસાવાશે નવા ટ્રાફિક સિગ્નલ શરૂ થાય તે પહેલાં સર્કલ અને આઇલેન્ડની ડિઝાઇન બદલાશેઃ રિડેવલપમેન્ટની કવાયત શરૂઃ કામગીરી કયારે શરૂ થશે તે નક્કી નહી3:14 PM IST
શ્રાવણ મહોત્સવ અંતર્ગત સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને દિવ્ય જરદોશી વર્કના પ્યોર સિલ્કના વાઘા:સિંહાસનને 200 કિલો ઓર્કિડ-ગુલાબના ફુલનો શણગાર : 51 કિલો સુખડીનો અન્નકૂટ : પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દરરોજ બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન 10:32 AM IST
શ્રાવણ માસના પ્રથમ સોમવારે આવો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે : નાગેશ્વર મંદિર ખાતે ૮૫ ફૂટ ઊંચી શિવપ્રતિમાના દર્શન સાથે સાંસ્કૃતિક વન નાગેશવન પણ આકર્ષણનું કેન્દ્ર : ભક્ત સમૂદાય ઉપરાંત પર્યટકો અને પ્રવાસીઓ પણ શિવપ્રતિમા નિહાળવા અવશ્ય જાય :: લગભગ બારે માસ પ્રવાસીઓથી ધમધમતું નાગેશ્વર મંદિર શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે ભક્તિ મેળાથી ઊમટતા માનવ મહેરામણથી છલકાઇ જાય છે11:55 AM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિઃ ૧૪ વર્ષની શાનદાર કારકિર્દીનો અંત : ૩૮ વર્ષીય મેક્સવેલને ઘરઆંગણે વિદાય મેચ રમવાની તક ન મળીઃ યુવા ખેલાડીઓને પ્રાધાન્ય આપવાનો ઓસ્ટ્રેલિયન પસંદગીકારોનો નિર્ણયઃ શરીરને વધુ આરામ આપવા અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમવા નિવૃત્તિ લીધી10:24 AM IST
કેએલ રાહુલ ઈંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર ફોર્મમાં : ગાવસ્કર સાથે ઓપનરોના ખાસ ક્લબમાં કેએલ રાહુલનો સમાવેશ : માન્ચેસ્ટરમાં બીજી ઇનિંગમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું: ત્રીજી વિકેટ માટે 176 રન ઉમેર્યા: શ્રેણીમાં 500 રન પૂર્ણ કર્યા: આ સિદ્ધિ 46 વર્ષ પછી બની: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9 હજાર રન બનાવ્યા: રનની દોડમાં ૧૫મા સ્થાને પહોંચ્યો11:36 AM IST
મારા પિતાજીએ હમણાં જ મને આ કહ્યું કે આ બિલકુલ સાચું છે કાશ મેં આ પહેલા સાંભળ્યું હોત, પણ હજુ મોડું થયું નથી... સલમાન ખાનની પોસ્ટથી તેમના ચાહકો અસમંજસમાં : સલમાન ખાને ગઈ રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી : વર્તમાન તમારો ભૂતકાળ બની જાય છે, ભૂતકાળ તમારા ભવિષ્યને પકડી રાખે છે. વર્તમાન એક ભેટ છે, યોગ્ય કામ કરો, વારંવાર ભૂલો કરવી આદત બની જાય છે 12:37 PM IST
સૈયારાએ આ વર્ષની મોટાભાગની હિટ ફિલ્મોને પાછળ છોડીઃબોક્સ ઓફિસ પર કમાણીમાં હરણફાળ છલાંગ લગાવી : અહાન પાંડે અને અનિત પડ્ડાની ફિલ્મ સૈયારા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે: ફિલ્મે બોક્સ ઓફિસના સિંહાસન પરથી ઘણી મોટી ફિલ્મોને નીચે ઉતારવાનું કામ કર્યું છે.1:01 PM IST














































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






















































































































