News of Saturday, 6th July 2024
આજે ફક્ત દક્ષિણ ગુજરાતમાં મહેર કરતા મેધરાજા ; 33 તાલુકામાં મેઘમહેર; ડોલવણમાં સાડા ચાર ઈંચ વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણી
સવારથી જુદા જુદા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સાથે વરસાદ વરસતા પાકને ફાયદો : ખેડૂતોને ખુશાલી

અમદાવાદ તા.૬ : આજે સવારથી રાજ્યના ફક્ત દક્ષિણ ભાગમાં જ વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે ડોલવણમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. આ સાથે જ રાજ્યના કુલ 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે.
આજે સવારે 6 થી 12 વાગ્યા દરમિયાન ડોલવણમાં 112 મીમી, વાંસદામાં 53 મીમી, વઘઈમાં 48 મીમી, ધરમપુરમાં 39 મીમી, સુબીરમાં 34 મીમી, કપરાડામાં 33 મીમી, ખેરગામમાં 26 મીમી, ડાંગ-આહ્વામાં 25 મીમી, ગણદેવીમાં 19 મીમી અને પારડીમાં 18 મીમી વરસાદ ખાબક્યો છે.
આ સાથે જ ચોર્યાસી અને પલસાણામાં 9-9 મીમી, વલોડમાં 8 મીમી, ઉમરગાંવમાં 7 મીમી, ચીખલીમાં 6 મીમી, કામરેજ, નવસારી અને મહુવામાં 5-5 મીમી, જલાલપોરમાં 4 મીમી, સુરત શહેર, વલસાડ, વાપી અને વ્યારામાં 3-3 મીમી, ઝઘડિયા, ઓલપાડ, માંગરોળ, બારડોલી, સોનગઢ અને કુકરમુંડામાં 2-2 મીમી જ્યારે ડેડિયાપાડા, માંડવી, નિઝર અને ઉચ્છલમાં 1-1 મીમી વરસાદ ખાબક્યો છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
