News of Sunday, 7th July 2024
રાજપીપળાના યુવાને મુખ્યમંત્રીને લખેલા પત્ર ને બે મહિના થવા છતાં પાલિકા તંત્રના પેટ નું પાણી હાલ્યું નથી..!!
યુવાને નગરપાલિકાએ બે વર્ષ થી EPF ના નાણાં નહિ ચૂકવ્યા હોવાની રજુઆત કરી હતી:રજૂઆત કરનાર યુવાન પોતે પત્રકાર હોવા છતાં પાલિકાના સત્તાધીશો બે વર્ષ સુધી તેના હક ના નાણાં આપવામાં ધક્કે ચઢાવે તો બાકી કર્મચારીઓની તો શું હાલત હશે

રાજપીપળા:રાજપીપળા નગરપાલિકાએ બે વર્ષથી ઈપીએફ ના નાણાં નહિ ચૂકવ્યા હોવાની વ્યથાભરી રજુઆત બે મહિના પહેલા રાજપીપળાના એક યુવાને મુખ્યમંત્રીને પત્ર દ્વારા કરી હોવા છતાં પાલિકાના જવાબદારોના પેટનું પાણી હાલતું નથી અને હજુ આ યુવાનને તપાસ કરતા ગોળીઓ જ ગળાવતા હોય એમ લાગે છે
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલાના યુવાન ભરત શાહ નગરપાલિકામાં ફરજ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી સંભાળતા હતા ત્યારે તેમણે ગત એપ્રિલ મહિનામાં એટલે કે ને મહિના પહેલા મુખ્યમંત્રી ને કરેલી લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે હું રાજપીપળા નગરપાલિકામાં રોજમદાર તરીકે નોકરી કરતો હતો અને સડાચાર વર્ષ સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરીમાં પાલિકા પ્રતિનિધિ તરીકે એજન્સીના એન્જિનિયર સાથે રહી નિષ્ઠાપૂર્વક કામ કર્યું ,ત્યારબાદ અચાનક સ્ટાફ ઓછો કરતા મને બીજા ખાતાના કર્મચારીઓ સાથે છૂટો કરવામાં આવ્યો એ વાતને બે વર્ષ કરતા વધુ સમય વિતી ગયો, જે તે સમયે મે મારા પાલિકા ના પગાર માંથી કપાયેલા ઇપીએફ ના નાણાં મેળવવા બે વાર લેખિત રજૂઆત કરી અને ત્યારબાદ અત્યારસુધી માં વારંવાર મૌખિક રજૂઆતો કરી છતાં પાલિકા માં આ વિભાગ સંભાળતા કર્મચારી દ્વારા મને દર વખતે અલગ અલગ જવાબો આપી વાત ટાળવા માં આવી, અને આજદિન સુધી મારા હક ના નિકળતા નાણાં મને મળ્યા નથી.
હું એક સામાન્ય વર્ગનો વ્યક્તિ છું અને છેલ્લા ૨૫ વર્ષથી પત્રકાર તરીકે પણ પાર્ટ ટાઇમ કામ કરું છું.જો એક પત્રકાર હોવા છતાં પાલિકા ના સત્તાધીશો મને બે વર્ષ સુધી મારા હક ના નાણાં આપવામાં ધક્કે ચઢાવે તો બાકી કર્મચારીઓ ની તો શું હાલત થતી હશે એ આપ સમજી શકો છે. માટે મને મારા હક ના નિકળતા નાણાં સત્વરે અને પૂરા મળે એ માટે પાલીકા સત્તાધીશો ને આપ હુકમ કરો તેવી વિનંતી પત્ર માં કરવામાં આવી છે.
આ પત્ર માં ભરત શાહે મુખ્યમંત્રી ને લખ્યા ના બે મહિના જેવો સમય વીતી ગયો હોવા છતાં પાલિકા તંત્ર ના પેટ નું પાણી હજુ હાલ્યું નથી અને હજુ પણ આ યુવાન ને લાગતા વળગતા પાલિકા કર્મચારીઓ ગોળીઓ ગળાવે છે. તો શું પાલિકા સત્તાધીશો કોઈના થી ડરતા નથી..? કે પછી ઉપરી કક્ષા એ તેઓ મોટી વગ ધરાવે છે .?!
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
