<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

 બેકાબુ સીટી બસ ‘કાળ' બનીઃ ૪ના મોત-૪ને ઇજા : જુઓ વિડિયો : કોટેચા ચોકથી ઇન્‍દિરા સર્કલ તરફના રસ્‍તે સિગ્નલ ખુલ્‍યું ત્‍યારે વાહનો ધીમે ધીમે આગળ વધ્‍યા તે સાથે જ પાછળથી અચાનક બસ ધસી આવીઃ રમકડાની જેમ વાહનો ફંગોળાયાઃ અરેરાટી ઉપજાવતાં સીસીટીવી ફૂટેજ સામે આવ્‍યાઃ ગાંધીગ્રામ પોલીસે બસચાલક સામે ગુનો નોંધ્‍યો : બસનો ડ્રાઇવર રતનપરનો ૩૫ વર્ષિય શીશુપાલસિંહ રાણા નશો કરેલો હતો કે બ્રેક ફેઇલ થઈ તેની તપાસઃ લોહીના સેમ્‍પલ લેવાયા ટોળાએ બેફામ ધોલધપાટ કરતાં સારવાર હેઠળઃ કાર, ટુવ્‍હીલરો સહિતના વાહનો ઠોકરે ચડયાઃ બંબાટ સ્‍પીડથી બસ નીકળી હતીઃ રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરીઃ ટોળુ બેકાબૂ બનતાં હળવો લાઠીચાર્જઃ ઘટના સ્‍થળે પહોંચેલા પોલીસ કમિશનર, જોઇન્‍ટ પોલીસ કમિશનર, ડીસીપી, ધારાસભ્‍યને લોકોએ ઘેરી લીધા : લોકોના ટોળાએ પોલીસને પણ ઘેરી લીધીઃ સીટી બસો બંધ કરાવવા સુત્રોચ્‍ચાર કર્યાઃ ટોળા વિખેરવા પોલીસનો હળવો બળપ્રયોગ :બેફામ સ્‍પીડે દોડતી બસો સહિતના વાહનો સામે પ્રજાનો પ્રચંડ રોષ3:24 PM IST

રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે થયેલા સિટી બસ હિટ એન્ડ રનના કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. ડ્રાઇવર શિશુપાલસિંહ રાણા પાસે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવાનું માન્ય લાયસન્સ નહોતું, કારણ કે તેની સમય મર્યાદા ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. આ અંગે માહિતી આપતા ડીસીપી ઝોન-૨ જગદીશ બંગરવાએ જણાવ્યું કે આ ગંભીર ઘટનામાં ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ હેઠળ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, મોટર વ્હીકલ એક્ટની કલમ ૫ (લાયસન્સ વિના વાહન ચલાવવું), કલમ ૧૧૭ (જાહેર સલામતીને જોખમમાં મૂકવું), કલમ ૧૮૧ (ખોટી માહિતી આપવી) અને કલમ ૧૮૪ (બેદરકારીથી ડ્રાઇવિંગ કરવું) હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.6:52 PM IST

(1) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે, 'અમે લોનાવાલાના એમ્બી વેલી સિટીમાં 707 એકર જમીન જપ્ત કરી છે, જેની બજાર કિંમત લગભગ 1,460 કરોડ રૂપિયા છે.' આ અત્યાર સુધીની કોઈપણ તપાસ એજન્સી દ્વારા જપ્ત કરાયેલી સૌથી મોટી જમીન છે. એક રેકોર્ડ... (2) નવી નિમણૂક !! CBDT એ અમદાવાદમાં સુનિલ કુમાર સિંહને નવા DGIT તરીકે નિયુક્ત કર્યા. (3) ખુબ રસપ્રદ!! આંધ્રપ્રદેશ સરકારે વિશાખાપટ્ટનમમાં TCS ને માત્ર 99 પૈસામાં 21.16 એકર જમીન ફાળવવાની મંજૂરી આપી. .(4) અંકલ સેમથી આઘા રહો!! કડક ઇમિગ્રેશન પૂછપરછ અને નીતિને કારણે માર્ચ મહિનામાં વિમાન દ્વારા અમેરિકામાં બિન-નાગરિકોના આગમનમાં લગભગ 10% ઘટાડો થયો. ડેટા - USAAC (ન્યૂઝફર્સ્ટ)10:12 PM IST