News of Sunday, 7th July 2024
અમદાવાદની રથયાત્રામાં માનવતા મહેકી: ઊભા રહેવાની પણ જગ્યા ન હતી ત્યાં એમ્બ્યુલન્સને તુરંત જ જગ્યા કરી દેવાઇ

અમદાવાદ:ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળ્યા છે, ત્યારે રથયાત્રામાં ભગવાનના દર્શન સાથે વિવિધ ટેબ્લો અને અખાડા ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જે રૂટમેપ પર ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. આ બધાની વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે કે, રથયાત્રાના રૂટ વચ્ચે એમ્બ્યુલન્સ આવી જતાં પોલીસે તાત્કિાલિક એમ્બ્યુલન્સને રસ્તો કરી આપ્યો હતો.
રથયાત્રાની સાથે ચાલતા ટ્રક જ્યારે કાલુપુરમાં પહોંચ્યા હતા ત્યારે અચાનક એક એમ્બ્યુલન્સનો અવાજ આવવા લાગ્યો હતો. આ સાથે જ ત્યાં હાજર પોલીસ અને જાગૃત નાગરિકો એક્ટિવ થઈ ગયા હતા અને રસ્તો કરવા લાગ્યા હતાં. જો કે, થોડો સમય લાગ્યો પરંતુ શક્ય એટલો જલ્દીથી ઈમરજન્સી વાહનને રસ્તો કરી આપ્યો હતો.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
