<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

સાપુતારામાં મોટી દુર્ઘટના: પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકતાં 2 બાળકોના મોત: 45થી વધુને ઈજા

સાપુતારા પોલીસ 108 દ્વારા રેસ્ક્યું ઓપરેશન શરૂ: ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા

ડાંગના સાપુતારામાં સુરતની એક લક્ઝરી બસ ખીણમાં ખાબકતાં 2થી વધુના મોત થયાં હતા તથા ઘણા ઘાયલ થયાં હતા.સુરતની બાપા સીતારામ ટ્રાવેલ્સની બસ ગુજરાતમાં રથયાત્રાના દિવસે એક કમનસીબ ઘટના બની છે. ડાંગના સાપુતારામાં 70 પ્રવાસીઓથી ભરેલી બાપા સીતારામ ટ્રાવેલ્સની લક્ઝરી ખીણમાં ખાબકતાં 2 બાળકોના મોત થયાં છે તથા 45થી વધુને ઈજા થઈ છે. લક્ઝરીના ખીણમાં પડવાની માહિતી મળતાં તાબડતોબ સાપુતારા પોલીસ અને 108 ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યું હતું અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

સુરતની બાપા સીતારામ ટ્રાવેલ્સની બસ હતી અને સુરત ચોક બજારથી વહેલી સવારે 70 પ્રવાસીઓને લઈને ડાંગના પ્રવાસે ઉપડી હતી.

લક્ઝરી બાપા સીતારામ ટ્રાવેલ્સની બસ હતી અને સુરત ચોક બજારથી વહેલી સવારે 70 પ્રવાસીઓને લઈને ડાંગના પ્રવાસે ઉપડી હતી.ડિઝાસ્ટર ટીમ અને સાપુતારા નોટિફાઇડ ટીમ મદદમાં દોડી

પોલીસની ઉપરાંત વધુ મદદ માટે ડિઝાસ્ટર ટીમ અને સાપુતારા નોટિફાઇડ ટીમ આ બાબતે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઘાયલોને બચાવવામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.

(7:47 PM IST)