<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

સાગબારાના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં નવા પ્રમુખ તરીકે કલ્પેશ તડવી, જર્મન વસાવાની મંત્રી તરીકે પસંદગી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની સાધારણ સભા રાખવામાં આવી જેમાં તમામ હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી, વધુમાં વયનિવૃત થતા શિક્ષકોનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.
  સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ જર્મન વસાવા, મંત્રી કલ્પેશ તડવી અને સંઘના હોદેદારો અને સભ્યોની હાજરીમાં સાગબારા ખાતે સાધારણ સભા રાખવામાં આવી હતી. જેમાં છેલ્લા ત્રણ વર્ષના વાર્ષિક હિસાબ જાહેર કરવામાં આવ્યા,જૂની પેન્શન યોજના, જિલ્લા, તાલુકા બદલી, વિદ્યાસહાયક શિક્ષકોના પ્રશ્ન, તાલુકા ઘટ શિક્ષકો ની ચર્ચા, 9,20,31, ગ્રેડ ની સમીક્ષા અને ચર્ચા થતા વયનિવૃત શિક્ષકોના પેન્શન કેસ બાબતે ચર્ચા કરવામાં આવી.
સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કમિટિને બિનહરીફ જાહેર કરી સર્વ સહમતીથી ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ તરીકે કલ્પેશ તડવી મંત્રી તરીકે જર્મનસિંગ, ખજાનચી ગૌતમ વસાવા, ઉપ પ્રમુખ મોહન વળવી, સહમંત્રી સંજય આહિરે, પ્રચારમંત્રી, રેખાબેન વસાવા, ઓડિટર સિધ્ધાર્થ પવાર, સંગઠન મંત્રી સુનિલ વસાવા અને દિનેશ વસાવાની પસંદગી સર્વાનુંમતે કરવામાં આવી છે.

(11:56 AM IST)