<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

બુટલેગરે લાખો રૂપિયાના દારૂ ભરેલી કાર સાથે એકટીવા ચાલકને ઉલાળ્‍યોઃ ત્રણને ઇજા

વલસાડઃ બુટલેગરે બેફામ રીતે કાર ચલાવીને એકટીવા ચાલકને અડફેટે લેતા ત્રણ વ્‍યક્‍તિને ગંભીર રીતે ઘાયલ થયા છે. અને કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. કાર સીધી ઝાડ સાથે અથડાતા પલટી મારી ગઈ હતી. અને ત્રણ લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી હતી.

જયારે કારની તપાસ કરવામાં આવી ત્‍યારે કારના અંદરની દારૂની બોટલો મળી આવી હતી. અને વધુ તપાસ કરતા ખબર પડી કે કાર ચાલક એક બુટલેગર છે. તે પોતાની કારમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્‍થો એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ લઈ જતો હતો. ત્‍યારે આ અકસ્‍માત થયો હતો. પોલીસે કારની અંદર તપાસ કરતા કારની અંદર બે નંબર પ્‍લેટો મળી આવી હતી

(3:09 PM IST)