<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

દુબઇથી સુરત ઇન્‍ટરનેશનલ ફલાઇટ મારફત થતી સોનાનું સમગ્‍લિંગ રેકેટનો સુરત SOG દ્વારા પર્દાફાશ

પ્રાથમિક તપાસમાં ૫૦ લાખથી વધુ સોનુ હોવાનું ખુલ્‍યું : ૧ કપલની અટકાયત... લિકવિડ ફોર્મમાં ચામડાની બેગમાં સોનુ લાવવામાં આવતુ હતું : ગુજરાતની નવતર ઘટના : અનુપમસિંહ ગેહલોતને થોડો સમય અગાઉ કેટલાક વિશ્વાસુ સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવેલ : ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનના પીઆઇ અશોક ચૌધરી ટીમ દ્વારા ગોઠવાયેલ વોચમાં અંતે એ કપલ જાળમાં ફસાયુ : ભારે ખળભળાટ

રાજકોટ તા. ૮ : સામાન્‍ય નાગરિકોને સુરત પોલીસ કમિશનર ખૂબ આદરથી આવકારી તેમની વાત ખૂબ શાંતિથી સાંભળી અને અમલ કરાવતા હોવાની સુરતના લોકોની છાપ વધુ દૃઢ બને તેવું એક મહત્‍વનું કાર્ય સુરત એસઓજી દ્વારા કરવામાં આવ્‍યું છે.

 પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને મળવા આવેલ અરજદારો પૈકીના એક અરજદાર  ઘણા સમયથી બેઠા રહ્યાં એટલે સીપી દ્વારા સમજતા વાર ન લાગી કે આ વિશ્વસનીય અરજદાર કંઇક કહેવા માગે છે, એટલે તેમને પોતાની એન્‍ટિ ચેમ્‍બરમાં પ્રેમથી બોલાવી ચા મંગાવી સામેથી કહ્યું કે આપ કોઈ રજૂઆત કરવા માંગો છો, અરજદારે કહ્યું કે સાહેબ દુબઈથી સુરતમાં સોનાની દાણચોરી ચાલી રહી છે, અને તેના સમર્થનમાં જે વાત કરી તે સાંભળ્‍યા પછી તુરંત એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમને તેડાવી વધી વાત કરી, જે સાથે એસઓજી પીઆઇ અશોક ચૌધરી ટીમએ દિવસથી એરપોર્ટ આસપાસ ગોઠવાઈ ગયેલ અને ચોક્કસ માહિતી આધારે જાસૂસી નેટવર્ક એક્‍ટિવ કર્યું હતું.

ફરિયાદો પોલીસ કમિશનરને મળતી હતી જેના આધારે ગત શનિવારે રાતે દુબઈથી આવેલું એક કપલ સહિત ચાર જણને સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપે લિક્‍વિડ ફોર્મમાં ગોલ્‍ડન કરતા ઝડપી પાડ્‍યા હોવાનું જાણવા મળ્‍યું છે અને આ તરકીબ પ્રથમ વખત ગુજરાતના સુરતમાંથી પકડાયું હોવાનું જાણવા મળ્‍યું છે જેની કિંમત આશરે ૫૦ લાખથી વધુ મુદ્દામાલ પકડાયો હતો.

સુરત શહેર હીરા અને જરી તેમજ ટેક્‍સટાઇલ સાથે વિશ્વવિખ્‍યાત છે પરંતુ જયારથી ઇન્‍ટરનેશનલ એરપોર્ટ શરૂ થતા ખાસ કરીને દુબઈ અને શાહજહાની ફલાઈટ શરૂ થયા પછી સુરતના એરપોર્ટથી અવર નવર ગોલ્‍ડ સ્‍મગલિત થતું હોવાની વ્‍યાપક ફરિયાદ પોલીસ કમિશનર અને ડીઆરઆઈની ટીમને મળતી હતી. અવાર નવાર સુરત શહેર પોલીસે ગોલ્‍ડ સ્‍મગલિંગ કરતા અગાઉ પણ આરોપી પકડી પાડ્‍યા છે ત્‍યારે વધુ એક વખત સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ અશોક ચૌધરી અને તેની ટીમને શનિવારે ગુપ્ત બાતમી મળી હતી તેમને તાત્‍કાલિક પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જાણકારી આપી હતી અને તેમના માર્ગદર્શન હેઠળ શનિવારે રાતે ૧૧ વાગે દુબઈથી આવેલી ફલાઈટમાં એક કપલ તેમજ બે રીસીવર એરપોર્ટની બહારથી ઉપરોક્‍ત બાતમીના આધારે ઝડપી પાડ્‍યા હતા.

મુસ્‍લિમ કપલની બેગમાંથી લિક્‍વિડ ફોર્મમાં ૫૦ લાખથી વધુનો ગોલ્‍ડ સ્‍મગલિંગ કેસ ઝડપી પાડ્‍યો છે અને ગુજરાતમાં પથમ વખત બેગના ચામડાની અંદર લિક્‍વિડ ફોર્મમાં ગોલ્‍ડ પકડાયો હોવાની પ્રથમ ઘટના છે. આ સમગ્ર ઘટના બાબતે એક મુસ્‍લિમ કપલ સહિત ચાર જણને ધરપકડ કરવામાં આવી છે અને ગોલ્‍ડ સ્‍મગલિંગનો કેસ સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપે નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(3:56 PM IST)