<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

ગુજરાતમાં વરસાદનો વિરામઃ વાપી-જોટાણામાં ૧ ઇંચ

૨૪ કલાકમાં માત્ર ૪૨ તાલુકામાં ઝાપટાથી એક ઇંચ સુધી વરસાદ વરસ્‍યો

રાજકોટ,તા.૮: ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૪૨ તાલુકામાં વરસાદ ખાબક્‍યો છે. આ સાથે જ માત્ર એક તાલુકા વાપીમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્‍યારે જાણો ક્‍યાં કેટલો વરસાદ ખાબક્‍યો છે.

વાપીમાં ૨૭ મીમી, જોટાણામાં ૨૪ મીમી, વિરમગામમાં ૧૬ મીમી, પારડીમાં ૧૩ મીમી, દેત્રોજ-રામપરામાં ૧૨ મીમી, ડાંગ-આહ્વા, સુબીર અને મહેસાણામાં ૧૧-૧૧ મીમી, કપરાડા, ચોર્યાસી અને ઉમરપાડામાં ૧૦-૧૦ મીમી, માળિયા હાટિનામાં ૮ મીમી, સુરત શહેર, ઉમરગાંવ અને કડીમાં ૭-૭ મીમી, વલસાડ અને વિસનગરમાં ૬-૬ મીમી અને વડનગરમાં ૫ મીમી વરસાદ ખાબક્‍યો છે.

ધરમપુર અને બેચરાજીમાં ૪-૪ મીમી, ઓલપાડ, બારડોલી, વઘઈ, પલસાણા, ઊંઝા, પાલનપુર અને માણસામાં ૩-૩ મીમી, જાફરાબાદ, ખેરગામ, ડેડિયાપાડા, કલોલ, ખેરાલુ, નિઝર, માંડલ અને સતલાસણામાં ૨-૨ મીમી જયારે ચીખલી, જલાલપોર, વાંસદા, કઠલાલ, ઉચ્‍છલ, સિદ્ધપુર અને કુકરમુંડામાં ૧-૧ મીમી વરસાદ નોંધાયો છે.

આજે સવારે ૬ થી ૮ વાગ્‍યા દરમિયાન ૧૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. માલપુરમાં ૧૧ મીમી, કામરેજમાં ૭ મીમી, જસદણ, ખેરગામ અને ધરમપુરમાં ૩-૩ મીમી, પાટણ, ઉંઝા, પલસાણા, બારડોલી, વાંસદા અને કપરાડામાં ૨-૨ મીમી, પારડી, વાપી અને ધનસુરામાં ૧-૧ મીમી વરસાદ નોંધાયો છે.

(3:59 PM IST)