News of Monday, 8th July 2024
હવે લર્નિંગ લાયસન્સ મેળવવું બનશે સરળ
હવેથી પરીક્ષા ૧૫માંથી ૯ પ્રશ્નોના સાચા હશે તો પણ લર્નિંગ લાયસન્સ મળશે

અમદાવાદ, તા.૮: રાજ્યના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા ર્લનિંગ લાયસન્સ મેળવવાના નિયમો થોડા હળવા કરવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર, હવેથી પરીક્ષા ૧૫માંથી ૯ પ્રશ્નોના સાચા હશે તો પણ ર્લનિંગ લાયસન્સ મળશે. અગાઉ ૧૫માંથી ૧૧ પ્રશ્નોનો સાચા હોવાનો નિયમ હતો.
રાજ્યના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રીય મોટર વાહન નિયમો ૧૯૮૯ના નિયમ-૧૧(૪) અનુસાર, હવેથી ૧૫માંથી ૯ પ્રશ્નોના સાચા જવાબ હશે તો ર્લનિંગ લાયસન્સ ઈસ્યુ કરવા આવશે. ઉલ્લેખનીય છે કે, આ નિયમમાં ફેરફાર કરવાનો મૂળ ઉદેશ્ય એ છે કે,લોકોને સરળતાથી ર્લનિંગ લાયસન્સ મળી શકે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
