<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમદાવાદ ખાતે અમીન પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહ : આ ભૂમિ ઐતિહાસિક, આદરણીય સરદાર પટેલે અહીં જ આઝાદીની ચળવળ માટે બેઠકો યોજી હોવાનું જણાવતા અમિતભાઇ શાહ :વિદ્યાર્થીઓને રહેવા આ અત્યાધુનિક સંકુલ બનાવવા બદલ સૌ ટ્રસ્ટીઓને અભિનંદન :પાટીદાર સમાજે ગુજરાત તેમજ દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું:વિદ્યાર્થીઓએ દેશ માટે મરવાની જરૂર નથી પરંતુ દેશ માટે જીવવાની જરૂર:અમિતભાઇ શાહ :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી શરૂ કર્યા: ભૂપેન્દ્રભાઈ પટેલ10:20 PM IST

જમીયત ઉલેમા-એ-હિંદ કહે છે કે ભારત સરકાર જ્યારે શાળાના બાળકો માટે 'સૂર્ય નમસ્કાર', 'સરસ્વતી પૂજા', 'હિંદુ ગીતો ગાવા'નું લાદે છે ત્યારે તે બંધારણનું ઉલ્લંઘન છે" શૈક્ષણિક પ્રણાલીનું ભગવાકરણ કરવાનું અને, સમાન નાગરિક સંહિતા અને મદરેસાને નિશાન બનાવવાના પ્રયાસોની નિંદા કરીએ છીએ, સરકારે આવી કોઈપણ 'ઉશ્કેરણીજનક' કાર્યવાહીથી દૂર રહેવું જોઈએ* તેમણે ચેતવણી આપી હતી કે વકફ એક્ટને રદ્દ કરવાના કોઈપણ પ્રયાસને, મુસ્લિમ લઘુમતીના અધિકારો અને દેશની સુખાકારી બંનેને જોખમમાં નાખવાના કાવતરા તરીકે જોવામાં આવશે. વકફ એક્ટને રદ્દ કરવાના કોઈપણ પ્રયાસને, મુસ્લિમ લઘુમતીના અધિકારો અને દેશની સુખાકારી બંનેને જોખમમાં નાખવાના કાવતરા તરીકે જોવામાં આવશે: જમીયત ઉલેમા-એ-હિંદ1:07 PM IST

હાથરસ દુર્ઘટના પછી છ દિવસથી ભોલેબાબાનો કોઈ પત્તો નથી : યુપીના જુદા જુદા શહેરોના ૨૫ આશ્રમોમાં પોલીસ તલાસી ચાલુ : બાબાના ૨૨ સેવાદારોની ધરપકડ : ૧૨૩ નિર્દોષોના જીવ લેનાર હાથરસ દુર્ઘટના સંદર્ભે બાબા નારાયણ સાકર હરી ઉર્ફે ભોલાબાબાને પોલીસ શહેર શહેર અને આશ્રમ આશ્રમમાં તલાસી લઈ શોધી રહી છે. ઘટનાને છ દિવસ વીતી ગયા બાબાનો કોઈ પત્તો નથી. યુપીના ૨૫ આશ્રમમાંથી કયા આશ્રમમાં છુપાયા છે તેનો કોઈ સુરાગ મળતો નથી. રાજસ્‍થાન હરિયાણામાં પણ તેના આશ્રમ છે. દુર્ઘટના પછી ભોલેબાબા મેનપૂરી આશ્રમમાં પહોંચ્‍યા હતા, ત્‍યાંથી ક્‍યાં છૂ થઈ ગયા તેનો કોઈ પતો નથી. ભોલે બાબાના બે ડઝન સેવાદારોની ધરપકડ કરવામાં આવી છે. ચારે કોર એક જ સવાલ પૂછાય છે ભોલે બાબા છે ક્‍યાં ?9:31 AM IST

વકફ એક્‍ટને રદ્દ કરવાના કોઈપણ પ્રયાસને, મુસ્‍લિમ લઘુમતીના અધિકારો અને દેશની સુખાકારી બંનેને જોખમમાં નાખવાના કાવતરા તરીકે જોવામાં આવશે : જમીયત ઉલેમા-એ-હિંદ જમીયત ઉલેમા-એ-હિંદ કહે છે કે ભારત સરકાર જ્‍યારે શાળાના બાળકો માટે ‘સૂર્ય નમસ્‍કાર', ‘સરસ્‍વતી પૂજા', ‘હિંદુ ગીતો ગાવા'નું લાદે છે ત્‍યારે તે બંધારણનું ઉલ્લંઘન છે : શૈક્ષણિક પ્રણાલીનું ભગવાકરણ કરવાનું અને, સમાન નાગરિક સંહિતા અને મદરેસાને નિશાન બનાવવાના પ્રયાસોની નિંદા કરીએ છીએ, સરકારે આવી કોઈપણ ‘ઉશ્‍કેરણીજનક' કાર્યવાહીથી દૂર રહેવું જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે વકફ એક્‍ટને રદ્દ કરવાના કોઈપણ પ્રયાસને, મુસ્‍લિમ લઘુમતીના અધિકારો અને દેશની સુખાકારી બંનેને જોખમમાં નાખવાના કાવતરા તરીકે જોવામાં આવશે.4:06 PM IST

પગપાળા આખા તિબેટનું માપ કાઢી નકશો બનાવનાર ભારતીય સંશોધક નૈનસિંહ રાવત : પગમાં દોરડું અને હાથમાં માળા રાખી અનોખી માપણી પધ્‍ધતિથી શોધ કરી તિબેટને માપ્‍યું : ઉચ્‍ચ પ્રદેશો અને ઉબડખાબડ માર્ગો પર પંડિત નૈનસિંહ ૩૧.૫ ઇંચનું એક એવા ૩૧ લાખ ૬૦ હજાર ડગલા ચાલ્‍યા : હિન્‍દી અને તિબેટીયન ઉપરાંત તેમને ફારસી અને અંગ્રેજી ભાષાનું પણ સારૂં જ્ઞાન હતું : રાવત એક મહાન સંશોધક, સર્વેક્ષક અને નકશાલેખક હતા તેમણે મુસાફરીની ડાયરીઓ પણ તૈયારી કરી હતી : તેઓ આધુનિક વિજ્ઞાન પર હિન્‍દીમાં ‘અક્ષાંશ દર્પણ' નામનું પુસ્‍તક લખનાર પ્રથમ ભારતીય હતા : અંગ્રેજોએ સમગ્ર ભારતનો સ્‍કેલડ નકશો બનાવ્‍યો હતો. તિબેટીયન લોકો યુરોપિયનોને આવવા ન દેતા અંગ્રેજોએ નૈનસિંહ રાવતને સર્વે ઓફ ઈન્‍ડિયામાં તાલીમ આપી ૨૦ રૂપિયા પગારે તિબેટનો નકશો બનાવવાનું કામ સોંપ્‍યું : પંડિત નૈનસિંહ રાવત પ્રથમ વ્‍યક્‍તિ હતા જેમણે લદ્દાખથી લ્‍હાસાનો નકશો બનાવ્‍યો હતો : લ્‍હાસાની ઊંચાઈ માપી અને બ્રહ્મપુત્રા નદીનું સર્વેક્ષણ કર્યું 2:10 PM IST