<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

રવિવાર સુધી ધોધમાર વરસાદની આગાહીઃ જિલ્લાવાર NDRF ખડેપગે

રાહત કમિશનર જેનુ દેવનની અધ્‍યક્ષતામાં મળેલ વેધર વોચ કમિટીની બેઠકની તૈયારી

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૧૦: રાહત કમિશનર શ્રી જેનું દેવનના અધ્‍યક્ષસ્‍થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી.બેઠકમાં IMD ના અધિકારીશ્રી દ્વારા વરસાદની સ્‍થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી તથા આગામી તા.૧૪ જુલાઈ, સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે એન.ડી.આર.એફ./ એસ.ડી.આર.એફ.ની ટીમોનું જિલ્લાઓ ખાતે ટીમોનું ડિપ્‍લોયમેન્‍ટ કરવામાં આવેલ છે. અને જિલ્લા વહીવટીતંત્રના આદેશ અનુસાર રાહત/બચાવની કામગીરી  કરવા સૂચના આપવામાં આવેલ છે. આરોગ્‍ય વિભાગ સાથે ઋતુ જન્‍ય રોગચાળાની સ્‍થિતિને લઇ ચર્ચા કરવામાં આવી હતી અને શહેરી વિકાસ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સાથે જરૂરી સંકલનમાં રહી ક્‍લોરીનેશન અને સફાઇની યોગ્‍ય કામગીરી કરવા રાહત કમિશનરે સૂચના આપી હતી.

બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi & Tapi Division, ફોરેસ્‍ટ, આરોગ્‍ય, BISAG-N, ફિશરીઝ, ઇન્‍ડિયન નેવી, કોસ્‍ટ ગાર્ડ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને ᅠમકાન, GSRTC, યુ.ડી.ડી, ફાયર, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્‍ડ સિવિલ સપ્‍લાય, માહિતી વિભાગના તથા ઈન્‍ડિયન એરફોર્સ ના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહેલ હતા.

(10:26 AM IST)