<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગાંધીનગર જિલ્લામાં હાઈ સિકયુરિટી જેલ બનાવવા લીલીઝંડી : ગેંગસ્‍ટર લોરેન્‍સ બીશ્‍નોઈ, અતીક અહેમદ જેવા દેશના કુખ્‍યાત અપરાધીઓ માટે ગુજરાતની પસંદગી થતી હોઈ, રાજ્‍ય સરકાર દ્વારા મુખ્‍ય પોલીસવડા ડો.કે.એલ.એન.રાવની દરખાસ્‍ત આધારે મહત્‍વનો નિર્ણય CCTV (કલોઝડ સર્કીટ ટેલીવિઝન સિસ્‍ટમ), ફુલ હ્યુમન બોડી સ્‍કેનર, બોડી વોર્ન કેમેરા, જેલની મુખ્‍ય દિવાલો પર ડીસી લાઇવ વાયર સિસ્‍ટમ, ડોર ફ્રેમ મેટલ ડીટેકટર, મોબાઇલ ડીટેકટર, નોન લીનીયર જંકશન ડીટેકટર (NLDJ), ડીપ સર્ચ મેટલ ડીટેક્‍ટર (DSMD), એકસ-રે બગેજ સ્‍કેનર, હેન્‍ડ હેલ્‍ડ મેટલ ડીટેકટર, હાઇ માસ્‍ટ પોલ જેવી સલામતી સંબંધિત સાધનસામગ્રી ઉપલબ્‍ધ કરાવવામાં આવશે ગાંધીનગર ભાદરોડા ખાતે નિર્માણાધીન હાઇસીકયુરીટી/ જિલ્લા જેલમાં ૨૦ બેડની અત્‍યાધુનિક હોસ્‍પિટલ, વિડીયો કોન્‍ફરન્‍સ રૂમ, આધુનિક ઈન્‍ટરકોમ મુલાકાત રૂમ, ઓડીટોરીયમ/ ઓપન એર થિયેટર, ઈન્‍ડોર/ આઉટડોર ગેમ્‍સ, વોકેશનલ તાલીમ સેન્‍ટર, લીગલ એઇડ કલીનીક, લાયબ્રેરી કમ સ્‍ટડી સેન્‍ટર સહિતની સુવિધાઓવાળી જેલ બનાવવામાં આવશે11:48 AM IST

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) રાજકોટ તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સયુંકત ઉપક્રમે જનરલ હોસ્પિટલ, ખંભાળિયા ખાતે આરોગ્ય તપાસ શિબિર યોજાઈ : મેગા હેલ્થ કેમ્પમાં એઇમ્સ રાજકોટના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની નિઃશુલ્ક તપાસ અને દવા વિતરણ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આરોગ્યની પાયાની સુવિધાઓ છેવડાના માનવી સુધી પહોચાડવામાં આવી રહી છે : રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા : શરીર તંદુરસ્ત તો મન તંદુરસ્ત એટલે જ આપણી સાચી સંપતિ આપણું સ્વસ્થ રહેવું તે છે : ધારાસભ્ય મુળુભાઇ બેરા : આરોગ્યની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરમાં બહોળી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો4:22 PM IST