<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

સેલંબા ગૃપ ગ્રામ પંચાયતમાં સરપંચ પતિ દ્વારા વહીવટ કરાતો હોય : સરપંચને પદ પરથી દૂર કરવા રજૂઆત

ગત મહિને બે સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટરને પુરાવા સાથે રજૂઆત કરવા છતાં કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જીલ્લાનાં સાગબારા તાલુકામાં આવેલ સેલંબા ગૃપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ સોનલબેન આકાશભાઈ તડવી ચુટાયેલ છે, પરંતુ પંચાયતનો વહીવટ તેમનાં પતિ આકાશભાઈ ગંગારામ તડવી દ્વારા ક૨વામા આવે છે. માટે મહિલા સરપંચને તેમના પદ પરથી દૂર કરવા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
   રજૂઆતમાં જણાવ્યા મુજબ ગત તારીખ ૧૩/૦૬/ ૨૦૨૪ના રોજ સેલંબા ગૃપ ગ્રામ પંચાયતની સામાન્ય સભા પ્રાથમિક કન્યા શાળાનાં મકાનમાં સવારે ૧૧:૩૦ કલાકે રાખવામાં આવી હતી, જે મિટિંગમાં  ચુંટાયેલા પ્રતિનિધિ સભ્યો, તલાટી અને અધ્યક્ષ સ્થાને સરપંચ આવેલ, અરજીઓનો સર્વ સંમતિથી નીકાલ કરી અને વિકાસશીલ બાબતોની ચર્ચા કરી. બહુમતિથી ઠરાવ કરવાનાં હોય છે પરંતુ તે સભામાં સરપંચના પતિ આકાશભાઇ ગંગારામ તડવી હાજર હોઈ અને સામાન્ય સભામાં તેઓ વહીવટ કરતા જોઇને સભ્ય પુજાબેન ગોવિંદભાઇ ગોસાઈ દ્વારા વિરોધ કરતાં મહિલા સભ્યને સરપંચ અને સરપંચ પતિ દ્વારા માર  મારવામાં આવ્યો અને પોતે માર ખાવાનો ઢોંગ કરી ઓબીસી મહિલા સભ્ય વિરૂદ્ધ પોલીસ સ્ટેશન સાગબારા જઈ એટ્રોસીટીની ક્લસ દાખલ કરી  FIR ફાડી, આ સમગ્ર ઘટનાની જાણ અમે વોર્ડ નં. ૧ નાં સભ્ય પુજાબેન ગોસાઈ અને પંકજભાઈ વિજયભાઈ વસાવાએ સૌ પ્રથમ તા. ૧૩/૦૬/૨૦૨૪ એ તાલુકા વિકાસ અધિકારી સાગબારાને જાણ કરી હતી અને તા. ૧૮/૦૬/૨૦૨૪ નાં રોજ અમે બે સભ્યોએ જીલ્લા વિકાસ અધિકારી, નર્મદાને અને કલેક્ટર, નર્મદાને લખિતમાં આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી છતાં આજ દિન સુધી આ સરપંચ પર કોઇપણ જાતની કાર્યવાહી ક૨વામાં આવી નથી કે અમને જાણ કરવામાં આવી નથી.
  પંચાયત દ્વારા અધિનિયમની કલમ ૫૭ (૧,૨,૩) હેઠળ સરપંચને પદ પરથી દુર કરવામાં આવે, સરપંચ પતિ દ્વારા કરવામાં આાવતા વહીવટનાં પુરાવા અગાઉ જીલ્લા વકાસ અધિકારી અને કલેક્ટર ને પેન ડ્રાઈવમાં અરજી સાથે આપ્યા હતા માટે અમારી અરજી ધ્યાને રાખી આગળની ઘટતી કાર્યવાહી કરી અમને જાણ ક૨વા આ સભ્યો એ કલેકટર ને લેખિત રજૂઆત કરી છે


 

(12:27 AM IST)