<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

દિલીપ સંઘાણી અમેરિકાના પ્રવાસેઃ સહકાર વિષયક પ્રભાવક પ્રવચન

ઇફકોના પ્રમુખ અને ગુજરાતના સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણીએ ન્‍યુયોર્કમાં સહકાર વિષયક સમારંભમાં ભાગ લીધેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ,તા. ૧૧: ભારતીય સંસ્‍કૃતિ અને પ્રણાલીને છાજે તેવું અર્થપૂર્ણ અને અસરકારક સહકારીતા વિષય ઉપર ન્‍યુયોર્ક ખાતે યોજાયેલ ઇવેન્‍ટને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું સંબોધન સહકારી ચળવળને જુસ્‍સાદાર સહયોગની પ્રતિતિ મીટીંગમાં ભાગ લઇ રહેલા સૌ કોઇને જોવા મળી હતી. આંતરરાષ્‍ટ્રીય સહકારી વર્ષ ઉજવણી અંતર્ગત ન્‍યુયોર્ક ખાતે વૈશ્‍વિક સહકારી મહાનુભાવોની ઉપસ્‍થિતીમાં યોજાયેલ કાર્યક્રમમાં આઇસીએ-એપીના પ્રમુખ ડો.ચદ્રપાલસિંહ યાદવ, નાફેડના ભૂતપૂર્વ પ્રમુખ ડો.બિજેન્‍દ્રસિંહ, નાફેડના પ્રમુખ જેઠાભાઇ ભરવાડ, નાફસ્‍કોબના એમ.ડી.ડો.ભીમા સુબ્રમણ્‍યમ, યુએનસોશ્‍યલ ઇકોનોમી કાઉન્‍સિલના પ્રમુખ શ્રીમતિ પૌલા ઓઝડા, મલ્લીકાકુમાર, ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ શ્રીમતી ગીતાબેન સંઘાણી, ઇફકોના જોઇન્‍ટ જનરલ મેનેજર (સહકારી વિકાસ) સંતોષકુમાર શુકલા સહિત વિશ્વના ખુણેખુણેથી મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન કુ.સીમેલ એસીમ, મેચ્‍યુ. કોગનેક તરફથી કરવામાં આવેલ હતું. આંતરરાષ્‍ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી સમયે જ ન્‍યુયોર્ક ખાતેના દિલીપ સંઘાણીની પ્રભાવશાળી ંસંબોધન ભારતીય સહકારીતાની ક્ષમતાનો પરિચય આપ્‍યો હતો. ભારતમાં યોજાનાર સહકાર અંગેના કાર્યક્રમનું ત્‍યાંના મહાનુભાવોને આમંત્રણ આપ્‍યુ હતું.

(3:54 PM IST)