<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ભારતમાં નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં કોૈશલ્‍ય આધારિત શિક્ષણમાં વધારોઃ બળવંતસિંહ

મહાત્‍મા ગાંધી શ્રમ સંસ્‍થામાં નવી ઇમારતનું ખાતમુહૂર્ત

રાજકોટ, તા. ૧૧ : આજરોજ મહાત્‍મા ગાંધી શ્રમ સંસ્‍થાન ખાતે રાજ્‍યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના હસ્‍તે રૂ. ૧૨ કરોડના ખર્ચે નિર્માણ પામવા જઈ રહેલ નવીન બિલ્‍ડિંગનું ખાતમુહૂર્ત તથા સુધારેલ ઓફિસનું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. આ સાથે ઁઇન્‍ડસ્‍ટ્રીયલ હાઈજીન મોનિટરિંગ એન્‍ડ રિર્પોટિંગ સિસ્‍ટમઁ પોર્ટલનું લોન્‍ચિંગ પણ  મંત્રીશ્રીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્‍યું હતું કે, સરકાર હર હંમેશ પ્રયત્‍નશીલ છે કે, વિદ્યાર્થીઓને જ્ઞાન અને કૌશલ આપી રોજગારી પૂરી પાડવી અને ભારતના વિકાસમાં ગુજરાતનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેવાનું છે,

નાનો - મોટો ઉદ્યોગ કરતા લોકો તથા શ્રમિકોની ચિંતા ગુજરાત સરકારનું શ્રમ અને રોજગાર વિભાગ તેમજ મહાત્‍મા ગાંધીશ્રમ સંસ્‍થાન હર-હંમેશ કરે છે અને તેમને તાલીમ આપી તેમના વિકાસ માટે પ્રયત્‍નશીલ રહે છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ઘણા વર્ષોથી યુ.એસ.એ., જાપાન અને યુરોપ જેવા દેશોમાં કૌશલ્‍ય આધારિત શિક્ષણ આપવામાં આવે છે, જ્‍યારે ભારતમાં ૧૦ વર્ષ પહેલાં કૌશલ્‍ય આધારિત શિક્ષણનું પ્રમાણ ૫% જેટલું જ હતું. પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સફળ નેતળત્‍વ હેઠળ કૌશલ્‍ય આધારિત શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો છે,

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે ઇન્‍ડસ્‍ટ્રીયલ હાઈજીન મોનિટરિંગ એન્‍ડ રિર્પોટિંગ સિસ્‍ટમ પોર્ટલનું લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું છે, જેથી શ્રમયોગીઓના કાર્યસ્‍થળ પર હાનિકારક તત્ત્વો જેવાકે, ઝેરી ગેસ, ધુમાડા, રજકણો અને ઘોંઘાટ જેવી બાબતોનું કાર્યસ્‍થળ પરના તાપમાન અને વેન્‍ટિલેશનનું અસરકારક રીતે મોનિટરિંગ થઈ શકે તેમજ આ સિસ્‍ટમથી કામગીરીમાં પારદર્શકતા અને અસરકારકતા લાવી શકાય અને શ્રમયોગીઓ નિરોગી રહે, તંદુરસ્‍ત રહે સાથે સાથે કાર્યસ્‍થળ આરોગ્‍યપ્રદ જળવાઈ રહે, તે સુનિ?તિ કરવાનું કામ કરશે, તેમ તેમણે જણાવ્‍યું હતું.

આ પ્રસંગે મહાત્‍મા ગાંધી શ્રમ સંસ્‍થાનના મહાનિયામક શ્રીમતી અંજુ શર્માએ  પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ઼.  કાર્યક્રમમાં લેબર કમિશનર શ્રી અનુપમ આનંદ, એમ.જી. એલ.આઇના કન્‍સલ્‍ટન્‍ટ શ્રી એચ.આર. સુથાર, સંસ્‍થાના અધિકારીશ્રીઓ, પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:30 PM IST)